• Gujarati News
  • International
  • Imran's Minister Sells Necklace In Jewelery Showroom, Government Gift Begum Bushra And Friend Farah Share

વાત 18 કરોડના નેકલેસની:ઈમરાનના મંત્રીએ નેકલેસ જ્વેલરી શોરૂમમાં વેચી નાખ્યો, સરકારી ગિફ્ટ બેગમ બુશરા અને મિત્ર ફરાહએ વહેંચી લીધી

ઈસ્લામાબાદએક મહિનો પહેલાલેખક: ત્રિદેવ શર્મા

પાકિસ્તાનમાં ઈમરાન હવે પૂર્વ વડાપ્રધાન બની ગયા છે. સરકાર પડી ગઈ છે. સરકાર ગઈ તો કરપ્શનના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. પાકિસ્તાન સરકારની સૌથી મોટી તપાસ એજન્સી FIAએ (ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) એક ડાયમંડ નેકલેસની તપાસ શરૂ કરી છે. જેની કિંમત 18 કરોડ પાકિસ્તાની રૂપિયા છે અને જેને લાહોરના એક જાણીતા જ્વેલરને વેચવામાં આવ્યો છે. ઈમરાનના એક મંત્રી તે હારને વેચવા ગયા હતા. જેના પુરાવા પણ મળી ગયા છે.

ખાસ વાત એ છે કે આ નેકલેસ કે હાર ઈમરાનને એક ખાડી દેશના રુલરે ગિફ્ટ આપ્યો હતો. ઈમરાનની પત્ની બુશરાએ તેને વેચવા માટે આપ્યો. બીજી અન્ય ગિફ્ટ બુશરા અને તેમની મિત્ર ફરાહ શહઝાદીએ રાખી લીધી. ચાલો આ રસપ્રદ કિસ્સાને જાણીએ.

શરૂઆત કયાંથી થઈ?
શરૂઆત ગત વર્ષે થઈ. ઈમરાન ખાડી દેશની મુલાકાતે ગયા. પરત ફરતી વખતે ત્યાંના કોઈ શાહી પરિવારે તેમને યાદગારરૂપે કેટલીક ભેટ આપી. જેમાં એક ડાયમંડ નેકલેસ પણ હતો. નિયમ તો એવો છે કે ઈમરાને આ નેકલેસ તોશાખાના (ટ્રેઝરી)માં જમા કરાવવાનો હતો. પાકિસ્તાનના સીનિયર જર્નાલિસ્ટ ઝફર નકવીએ કહ્યું કે- ઈમરાનની શરીફ-એ-હયાત (પત્ની) બુશરા બીબીને આ નેકલેસ ગમી ગયો. તેમને આ નેકલેસને સરકારી ખજાનામાં જમા કરાવવાને બદલે પોતાની પાસે જ રાખી દીધો.

ફોટો 17 ફેબ્રુઆરી 2019નો છે. જ્યારે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એટલે MBS પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ઈમરાને તેમની મહેમાનગતિ એટલી કરી કે પોતે ન તો માત્ર પ્રિન્સને રિસીવ કરવા પહોંચ્યા પરંતુ તેમની કાર પણ ડ્રાઈવ કરી હતી.

આગળ શું થયું?
પાકિસ્તાનના જ અન્ય એક સીનિયર જર્નાલિસટ મુબાશિર લુકમાને પણ આ મામલાના પુષ્ટિ કરી છે. તેમને જણાવ્યા મુજબ, ન જાણે કેમ પરંતુ બુશરા બીબીએ આ નેકલેસને પહેરવાની બદલે વેચવાનું યોગ્ય ગણ્યું. ઈમરાનના જમણા હાથ ગણાતા મંત્રી અને તેમના નજીકના મિત્ર ઝુલ્ફી બુખારીને બોલાવ્યા અને આ નેકલેસ વેચવાનું કહ્યું.

બુખારી લાહોરના જામિયા રોડ પહોંચ્યા. જ્યાં પાકિસ્તાનનો એક જાણીતો જ્વેલરી શોરૂમ છે. બુખારીએ તેને 18 કરોડ પાકિસ્તાન રૂપિયામાં વેચ્યો અને રકમ મોહતરમા બુશરા બેગમને સોંપી દીધી. કોઈ કારણસર આ વાત લીક થઈ ગઈ.

આ મામલો ગત વર્ષે ઓક્ટોબરમાં સામે આવ્યો હતો. અબરાર ખાલિદ નામના એક પાકિસ્તાની શખ્સે ઈન્ફોર્મેશન કમીશનમાં એક અરજી કરી હતી. કહ્યું- ઈમરાન ખાને બીજા દેશમાંથી મળેલી ભેટ અંગે જાણકારી આપવામાં આવે.
આ મામલો ગત વર્ષે ઓક્ટોબરમાં સામે આવ્યો હતો. અબરાર ખાલિદ નામના એક પાકિસ્તાની શખ્સે ઈન્ફોર્મેશન કમીશનમાં એક અરજી કરી હતી. કહ્યું- ઈમરાન ખાને બીજા દેશમાંથી મળેલી ભેટ અંગે જાણકારી આપવામાં આવે.

FIAને મોટી સફળતા
નકવીના જણાવ્યા મુજબ FIAને આશંકા થઈ તો તેમને ઈમરાન સરકાર પડે તે પહેલા જ તેની સીક્રેટ રીતે તપાસ શરૂ કરી. તપાસમાં કોઈ અડચણ ન આવે તેથી ISIને પણ તેની જાણકારી આપી. લાહોરના તે જ્વેલરી શોરૂમના માલિક અને મેનેજરને ઉઠાવી લેવામાં આવ્યા. તેમની પૂછપરછ કરવામાં આવી તો સત્ય સામે આવ્યું. સ્પષ્ટ થઈ ગયું કે ઝુલ્ફી બુખારીએ જ તે ડાયમંડ નેકલેસ વેચ્યો હતો.

શોરૂમમાં બુખારીની હાજરીના CCTV ફુટેજ પણ જોવા મળ્યા. નેકલેસ જપ્ત કરીને તેને સરકારી ખજાનામાં જમા કરાવી દીધો. હવે બુશરા બીબી અને બુખારી પર કેસ દાખલ થશે. તપાસની આંચ ઈમરાન ખાન સુધી પણ પહોંચશે. આ કેસમાં સૌથી મોટી રાઝદાર બુશરાની મિત્ર ફરાહ ખાન કે ફરાહ શહઝાદી છે. તે દેશ છોડીને દુબઈના રસ્તે અમેરિકા પહોંચી ગઈ છે.

મુબાશિર લુકમાન કહે છે- મામલો માત્ર આ નેકલેસનો નથી. ગત વર્ષે સાઉદી પ્રિન્સે આપેલા ઝુમકા અને કરોડોની ઘડિયાળ વેચીને પણ ઈમરાને દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો હતો. ખાસ વાત એ છે કે સાઉદી પ્રિન્સને જ્વેલરે જ ઈમરાનની આ કરતૂત જણાવી હતી.

આ ઈમરાનના બેસ્ટ મિનિસ્ટર ઝુલ્ફી બુખારી છે. તેમનો આ ફોટો ગત વર્ષે વાયરલ થયો હતો. બુખારી બ્રિટિશ નાગરિક પણ છે. ઈમરાનની પૂર્વ પત્ની રેહમ ખાને ઝુલ્ફી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે નેકલેસ કેસમાં બુખારી FIAના રડારમાં છે. ટૂંક સમયમાં જ ધરપકડની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...