તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબૂલનામું:ઈમરાન બોલ્યા- અમેરિકા અમારા ઉપર ઇઝરાયલને માન્યતા આપવા માટે દબાણ કરી રહ્યું; સાઉદી અરબ તરફ પણ ઈશારો

વોશિંગ્ટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાઉદી અરબના પ્રિન્સ સલમાનની સાથે ઈમરાન ખાન. (ફાઇલ) - Divya Bhaskar
સાઉદી અરબના પ્રિન્સ સલમાનની સાથે ઈમરાન ખાન. (ફાઇલ)

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે અમેરિકા અને કેટલાક અન્ય દેશો ઇઝરાઇલને માન્યતા આપવા માટે તેમના પર દબાણ કરી રહ્યા છે. ખાને એ પણ સ્પષ્ટ કર્યું કે ઈઝરાઇલના મામલે પાકિસ્તાન પીછેહઠ કરવા તૈયાર નથી. ઇમરાને સંકેત આપ્યા હતા કે જે દેશ તેમના ઉપર ઇઝરાઇલને માન્યતા આપવા દબાણ લાવી રહ્યા છે, તે તમામ દેશો સાથે પાકિસ્તાનના મૈત્રીપૂર્ણ સંબંધો છે.

પેલેસ્ટાઇનનો મામલો પહેલા ઉકેલીએ

પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાને ઇઝરાઇલના મામલા પર વધારે ચર્ચા કરવાનું ટાળ્યું હતું. એક સવાલના જવાબમાં કહ્યું, અમેરિકા અને અન્ય બીજો દેશ ઇઝરાઇલને માન્યતા આપવા માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ, અમારું સ્ટેન્ડ એકદમ સાફ છે. પહેલા તેઓએ પેલેસ્ટાઇનના મુદ્દો સમાધાન કરવાનો છે. તેને માન્યતા આપવી પડશે. ત્યાં સુધી અમે આ બાબતે કોઈ વિચાર કરવા તૈયાર નથી.

અમેરિકા પર ઇઝરાઇલનો પ્રભાવ
ઇમરાને કહ્યું- આ અંગે બે મંતવ્યો નથી કે ઇઝરાઇલનો અમેરિકા પર ઘણો જ પ્રભાવ છે અને કોઈ પણ આ વાતને નકારી શકે નહીં. ટ્રમ્પના યુગમાં આ વધુ બન્યું. ઇમરાનને પૂછવામાં આવ્યું કે શું કોઈ મુસ્લિમ દેશ તેના પર દબાણ લાવી રહ્યો છે? આ બાબતે તેણે કહ્યું- જવા દો. હું આ વિશે કંઈપણ કહેવા માંગતો નથી. એવું માનવામાં આવે છે કે ઇમરાન યુએઈ અને સાઉદી અરેબિયાનું નામ લેવા માંગતા નથી. બંને દેશો સાથે પાકિસ્તાનના સંબંધો પહેલાથી જ ખરાબ થયેલા છે. ઇમરાને કહ્યું- આ દેશો સાથે અમારા સારા સંબંધો છે. અમે આર્થિક રીતે અમારા પગ પર ઉભા થવા માંગીએ છીએ.

ઇમરાનના નિવેદનનો અર્થ
યૂએઇ અને બહેરીનની સાથે સુદાન પણ ઇઝરાયલને માન્યતા આપી ચૂક્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયા જલ્દીથી આ માર્ગને અનુસરશે. યુએઈ અને બહેરિનમાં ઇઝરાઇલની દૂતાવાસ આગામી કેટલાક દિવસોમાં ખુલી જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં શાંતિની પુનસ્થાપના માટેની અબ્રાહમ એકોર્ડ નામની યોજના તૈયાર કરી છે.

ઇમરાને કહ્યું- જ્યાં સુધી પેલેસ્ટાઇનનો મામલે ઉકેલવામાં નહીં આવે. ત્યાં સુધી અમે અન્ય કોઈ બાબતે વિચાર કરી નહીં શકીએ. ઈમરાનના આ નિવેદનના પેલેસ્ટાઇનના વડાપ્રધાન મહેમૂદ અબ્બાસે વખાણ કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો