તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતત બીજા દિવસે પાકિસ્તાનના વડાપ્રધાનનું અપમાન:ઈમરાને કહ્યું, ‘બુરખો પહેરો, દુષ્કર્મથી બચો’, લોકોએ તેમનો અર્ધનગ્ન વીડિયો શેર કર્યો

ઈસ્લામાબાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનના લોકોએ ઇમરાનનો અર્ધનગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો - Divya Bhaskar
પાકિસ્તાનના લોકોએ ઇમરાનનો અર્ધનગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો

પાકિસ્તાનમાં દુષ્કર્મની વધતી ઘટનાઓ પર સકંજો કસવામાં નિષ્ફળ રહેલા વડાપ્રધાન ઈમરાન ખાને મહિલાઓને સલાહ આપી હતી કે દુષ્કર્મની બચવું હોય તો મહિલાઓ બુરખો પહેરે. જેનાથી આવી ઘટનાઓ બંધ થઈ જશે. તેમની આ સલાહની લોકો પર આડઅસર થઇ અને ઈમરાનને લોકો અપમાનિત કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર લોકોએ તેમનો એક જૂનો વીડિયો શેર કર્યો. તેમાં ઈમરાન અર્ધનગ્ન છે અને સાથે બિકિનીમાં એક મહિલા દેખાય છે. બંને લોકો સમુદ્રમાં સ્નાન કરી નીકળે છે. લોકોએ કહ્યું કે પીએમ ઈમરાન પહેલાં પોતાની સ્થિતિ જોઈ લે.

રવિવારે ઇમરાને રેડિયો પર વાત કરી
ઈમરાને મહિલાઓને આ સલાહ ત્યારે આપી જ્યારે રવિવારે રેડિયો પર પ્રજા સાથે સીધી ફોન પર વાત કરી રહ્યા હતા. એક કોલરે પૂછ્યું કે યૌનહિંસા, ખાસ કરીને બાળકો સાથે બનતી ઘટનાઓ અંગે સરકારની શું યોજના છે? તેના જવાબમાં દેશની બગડતી કાયદો વ્યવસ્થાની જગ્યાએ ઈમરાને ફતાશી(અશ્લીલતા)ને જવાબદાર ઠેરવી. તેમણે દિલ્હીને દુષ્કર્મની રાજધાની ગણાવી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં રોજ 11 દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે. 6 વર્ષમાં 22 હજારથી વધુ કેસ મળી ચૂક્યા છે. ફક્ત 0.3 ટકા લોકોને સજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો