પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તોશાખાના કેસમાં શનિવારે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થયા. આ દરમિયાન તેમના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સ્થિતિને જોતા જજે કહ્યું કે આવા માહોલમાં કેસની સુનાવણી શક્ય નથી. આ પછી જજે ઈમરાનની હાજરી ચિહ્નિત કરીને પરત જવાની મંજૂરી આપી હતી. હવે રવિવારે સુપ્રીમ કોર્ટમાં તેમના કેસની સુનાવણી થશે.
અહીં શનિવારે સવારે ઈમરાન ખાન ઈસ્લામાબાદ જવા રવાના થયા બાદ પોલીસે તેમના જમાન પાર્કના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે બુલડોઝર વડે ગેટ તોડીને ઈમરાનના ઘરમાં પ્રવેશ કર્યો હતો. લગભગ અઢી કલાક સુધી ઘરની તલાશી લીધા બાદ પોલીસ પરત આવી હતી.
ઈસ્લામાબાદ જતા પહેલા શનિવારે સવારે રોઈટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં પૂર્વ વડાપ્રધાને તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. ઈમરાને કહ્યું હતું- જો મારી ધરપકડ થાય તો (PTI)ને સંભાળવા માટે મેં એક કમિટી બનાવી દીધી છે. જો કે, ખાને કમિટીમાં સામેલ લોકો વિશે કોઈ માહિતી આપી નથી.
પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને ઇસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યા છે. અહીં ભારે માત્રામાં પોલીસ બળ હાજર છે. આ પહેલાં તેના કાફલાની 3 ગાડીઓ કલ્લર કહાર પાસે એકબીજા સાથએ અથડાઇ હતી. તેઓ તોશાખાના મામલે સુનવણી માટે લાહોરથી ઇસ્લામાબાદ જઇ રહ્યા હતાં. નોંધનીય છે કે દુર્ઘટના ગાડીઓની વધુ સ્પીડના કારણે બની છે. આ જગ્યા રાજધાનીથી લગભગ 135 કિમી દૂર છે. દુર્ઘટનામાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે.
બીજી બાજુ, ઇમરાનના રવાના થયા પછી પંજાબ પોલીસ લાહોરમાં તેમના ઘર જમાના પાર્ક પહોંચી અને ગેટ તોડીને ઘરની અંદર દાખલ થઈ ગઈ છે. આ દરમિયાન તેમની PTI કાર્યકર્તાઓ સાથે પણ અથડામણ થઈ. પોલીસે PTI વર્કર્સ ઉપર લાઠીચાર્જ કર્યો છે. ઇમરાને ટ્વિટ કરીને કહ્યું- પોલીસ હું રવાના થયો પછી મારા ઘરે પહોંચી છે. મારી પત્ની એકલી છે. આ કાર્યવાહી કયા કાયદા હેઠળ થઈ રહી છે. આ બધું જ નવાઝ શરીફના પ્લાનનો ભાગ છે.
નવાઝ શરીફ મને જેલ મોકલવા ઇચ્છે છે
દુર્ઘટના પછી પૂર્વ પીએમે કહ્યું- મને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેઓ મારી ધરપકડ કરવા ઇચ્છે છે. આ બધું જ લંડન પ્લાનનો ભાગ છે. નવાઝ શરીફની ડિમાન્ડ છે કે ઇમરાનને જેલમાં ધકેલવામાં આવે. તેઓ ઇચ્છતા નથી કે હું કોઈપણ ચૂંટણીમાં ભાગ લઉ. હું કાયદા ઉપર વિશ્વાસ રાખું છું એટલે કોર્ટમાં હાજર થવા જઇ રહ્યો છું.
રાજધાનીમાં ભારે સુરક્ષા, 144 લાગુ
પૂર્વ PMની સુનવણીને લઇને ઇસ્લામાબાદની પોલીસે શહેરમાં કલમ 144 લાગુ કરી છે. આ દરમિયાન PTIના ચીફે ટ્વિટ કરીને કહ્યું- હવે સ્પષ્ટ છે કે, મારા તમામ કેસોમાં મને જામીન મળી ગયા હોવા છતાં, PDM સરકાર મારી ધરપકડ કરવા માગે છે. તેમના ખોટા ઈરાદાઓ જાણવા છતાં, હું ઈસ્લામાબાદ અને કોર્ટમાં જઈ રહ્યો છું કારણ કે હું કાયદાના શાસનમાં વિશ્વાસ રાખું છું. પરંતુ આ એક ખરાબ ઇરાદો અને કાવતરું છે તે બધાને ખબર છે.
પાકિસ્તાનના બીજા શહેરોથી લગભગ એક હજાર પોલીસ કર્મચારીઓને સુરક્ષા વ્યવસ્થા માટે ઇસ્લામાબાદ બોલાવવામાં આવ્યા છે. જ્યુડિશિયલ કોમ્પ્લેક્સ પાસેના કોઈ ગાર્ડને પણ કોઈ હથિયાર લઈ જવાની છૂટ નથી. ત્યાંથી પસાર થતા તમામ લોકોના આઈડી કાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે આ વિસ્તારમાં કન્ટેનર પણ મુક્યા છે.
ઇમરાનને 9 કેસમાં લાહોર હાઈકોર્ટે જામીન આપી
આ પહેલાં શુક્રવારે સાંજે લગભગ સાડા 6 વાગ્યે ઇમરાન ખાન લાહોર હાઈકોર્ટ પહોંચ્યાં હતાં. અહીં કોર્ટે તેમને 9 કેસમાં પ્રોટેક્ટિવ જામીન આપ્યાં છે. ઇસ્લામાબાદમાં ચાલી રહેલાં 5 કેસ માટે કોર્ટે ખાનને 24 માર્ચ સુધી જામીન આપ્યા છે. ત્યાં જ, લાહોરમાં ચાલી રહેલાં 3 કેસ માટે તેમને 27 માર્ચ સુધી જામીન મળ્યા છે. 14-15 માર્ચે ઇમરાનની ધરપકડને લઇને જમાના પાર્ક બહાર PTI કાર્યકર્તા અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી. જેની તપાસ માટે કોર્ટે પોલીસને જમાન પાર્ક જવાની મંજૂરી આપી છે.
પોલીસ ઇમરામનની ધરપકડ કરી શકી નહીં
14 માર્ચે પોલીસ અને રેન્જર્સની ટીમ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે તેમના લાહોરવાળા બંગલે પહોંચી હતી. તેમની તોશાખાના મામલે ધરપકડ થવાની હતી. પરંતુ ઇમરાનની પાર્ટી પાકિસ્તાન-તહરીફ-એ-ઇન્સાફ (PTI)ના કાર્યકર્તાઓએ પોલીસ ઉપર પથ્થર અને લાઠઓથી હુમલો કરી દીધો. જેથી પોલીસ ઇમરાન ખાનની ધરપકડ કરી શકી નહીં.
‘જિયો ન્યૂઝ’ના જણાવ્યા પ્રમાણે, પોલીસ અને રેન્જર્સની ટીમ 22 કલાક પછી ખાનના લાહોરવાળા બંગલાથી પરત ફરી હતી. એક પોલીસ ઓફિસરે કહ્યું હતું- લાહોરમાં 15 થી 19 માર્ચ સુધી પાકિસ્તાન સુપર લીગ-સીઝન આઠ (PSL-8)ના મેચ કજ્જાફી સ્ટેડિયમમાં રમવામાં આવવાની છે. શહેરમાં અફરાતફરી અને હિંસાનું વાતાવરણ ન બને તેના માટે આપણે ધરકપડ ટાળી રહ્યા છે.
તોશાખાના કેસ સાથે જોડાયેલી જરૂરી વાતો...
અત્યાર સુધીમાં 80 કેસ નોંધાયા
તોશાખાના કેસ સાથે જોડાયેલી 2 તસવીર
જાણો શું છે તોશાખાનાનો મામલો
સત્તાધારી પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટે ચૂંટણીપંચ સમક્ષ તોશાખાના ગિફ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઈમરાને તેમના કાર્યકાળ દરમિયાન અલગ-અલગ દેશોમાંથી મળેલી ભેટનું વેચાણ કર્યું હતું. ઈમરાને ઈલેક્શન કમિશનને કહ્યું હતું કે તેમને આ તોશાખાનામાંથી તમામ ભેટ રૂ. 2.15 કરોડમાં ખરીદવામાં આવી હતી. તેને વેચીને તેને લગભગ 5.8 કરોડ રૂપિયા મળ્યા હતા.
તોશાખાના મામલે આ રીતે પકડાઈ ઇમરાનની ચોરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.