ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું- ઈમરાનની પાસે કોમેડીની જોરદાર ટેલન્ટ છે. જો તે ઈચ્છે તો કપિલ શર્માના શોમાં નવજોત સિંહ સિદ્ધુનું રિપ્લેસમેન્ટ બની શકે છે. એક પાકિસ્તાની રિપોર્ટર સાથે વાત કરતાં તેમણે ઈમરાન ખાનની ઘણી મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું- ખાને બોલિવૂડમાં પણ નસીબ અજમાવવું જોઈએ.
તેમણે કહ્યું હતું, ઈમરાન ઘણા જ ઈમોશનલ થઈ ગયા છે. મને લાગે છે કે ભારતે તેમના માટે જગ્યા બનાવવી જોઈએ, મારા ખ્યાલથી બોલિવૂડે. મને વિશ્વાસ છે કે તેઓ ઓસ્કાર વિનિંગ પર્ફોર્મન્સ આપી શકે છે.
શેર-શાયરી કરવામાં મહારથ મેળવ્યો છે ઈમરાને
રેહમને પૂછવામાં આવ્યું કે તેમને હીરો કે વિલનમાંથી શું બનવું જોઈએ? તો તેમણે કહ્યું હતું કે તે તો બોલિવૂડ પર નિર્ભર છે, કેમ કે ત્યાં નાયક ખલનાયક બની જાય છે અને ખલનાયક ઘણા જાણીતા થઈ જાય છે. જો કંઈ ન થઈ શકે તો તેમને કપિલ શર્માના શોમાં પણ જઈ શકે છે. તેઓ પાજી (નવજોત સિદ્ધુ)ની જગ્યા લઈ શકે છે. આપણને ખબર જ છે કે પાજી સાથે તેમની સારી મિત્રતા છે અને હવે તેઓ પણ શેર-શાયરીમાં માસ્ટર બની ગયા છે.
પેશાવરની રેલીમાં ભડકી ગયા હતા ઈમરાન
રેહમ ખાનની આ કોમેન્ટ ત્યારે સામે આવી જ્યારે ઈમરાન ખાને પેશાવરમાં એક રેલીમાં બોલતાં બોલતાં ભડકી ગયા હતા. અડધી રાત્રે અવિશ્વાસ મત પર સવાલ ઉઠાવતા તેમણે વિપક્ષની સાથે સાથે ન્યાયપાલિકા પર પણ નિશાન સાધ્યું હતું. ઈમરાને એવી પણ ચેતવણી આપી હતી કે જ્યારે હું સરકારનો ભાગ હતો ત્યારે હું ખતરનાક ન હતો, પરંતુ હવે હું વધુ ખતરનાક બની જઈશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.