પાકિસ્તાનમાં સેના પ્રમુખ જનરલ બાજવા અને સુપ્રીમ કોર્ટના જજની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવાના આરોપમાં ઈમરાનની પાર્ટી PTIના 8 સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી(FIA)એ મંગળવારે પંજાબના અલગ-અલગ હિસ્સામાંથી ધરપકડ કરી છે.
9 એપ્રિલની મોડી રાતે ઈમરાન સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો હતો. તે પછીથી સોશિયલ મીડિયા પર જનરલ બાજવા અને સુપ્રીમ કોર્ટના જજની વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.
આગળ વાંચતા પહેલા તમે નીચે આપેલા પોલમાં ભાગ લઈને પોતાનો મત આપી શકો છો...
FIAને મળી 50 લોકોની યાદી
FIAને સોશિયલ મીડિયા અભિયાનમાં સામેલ 50 લોકોની એક યાદી મળી હતી. જેમાં હાલ 8ની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન સરકાર ગયા પછી જનરલ બાજવા અને સુપ્રીમ કોર્ટને અમેરિકાના ઈશારે ઈમરાનને હટાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. બંનેની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર હજારો ટ્વિટ અને પોસ્ટ શેર કરવામાં આવી રહ્યાં છે.
PTIના કાર્યકર્તાની ધરપકડ વિરુદ્ધ અરજી દાખલ કરશે
PTIના કાર્યકર્તાઓની ધરપકડ પર ઈમરાનના નજીકના અસદ ઉમરે કહ્યું કે અમારી પાર્ટીના સોશિયલ મીડિયા કાર્યકર્તાઓ પર થઈ રહેલા ઉત્પીડનની વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. તેને બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે. આ પહેલા મંગળવારે પાકિસ્તાની સેનાના અધિકારીઓની એક બેઠકમાં તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અભિયાનને લઈને એક્શન લેવા પર ચર્ચા થઈ હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીથી સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ થયું
અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવા અને સંસદ ભંગ કરવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે 7 એપ્રિલે ચુકાદો સંભળાવતા નેશનલ એસેમ્બલીને ભંગ કરી હતી. સાથે જ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે પછીથી SCના આદેશ પર 9 એપ્રિલે પાક સંસદમાં પ્રસ્તાવ પર ચર્ચા પછીથી મોડીરાતે વોટિંગ થયું હતું. તેમાં ઈમરાન ખાને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈમરાને શરૂઆતથી જ તેમની સરકાર પડવા પાછળ વિદેશી ષડયંત્ર હોવાની વાત કહી હતી. જોકે આ વાતને સેનાએ ઠુકરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.