ઈમરાન ખાનનો પક્ષ પણ આતંકી સાથે:અલ-કાયદા મેમ્બર આફિયા સિદ્દીકીને દેશની દીકરી ગણાવી

કરાચી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ટેક્સાસમાં યહૂદી પ્રેયર હૉલ પર હુમલાનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાન મૂળનો બ્રિટિશ નાગરિક ફૈઝલ અકરમ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના પાકિસ્તાન-બ્રિટનના મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતા દર્શાવે છે. અકરમે કુખ્યાત આતંકી આફિયા સિદ્દીકી ઉર્ફે લેડી અલ-કાયદાની મુક્તિની માગ કરી હતી. આ કોઈ નવી વાત નથી. પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈએ પણ પોતાના ચૂંટણીઢંઢેરામાં આફિયાને માઈગ્રન્ટ પાકિસ્તાની ગણાવી છે અને કહ્યું હતું કે આફિયાની દેશભક્તિની ભાવનાની અમને કદર છે.

વિદેશી જેલોમાં બંધ પાકિસ્તાનીઓને અમારી સરકાર કોન્સ્યુલર અને કાયદાકીય સેવા આપશે. અમે ડૉ. આફિયા સિદ્દીકી અને અન્ય કેદીઓને પાકિસ્તાન પાછા લાવવા સંપૂર્ણ પ્રયાસ કરીશું. પહેલાંની પાકિસ્તાની સરકારોએ પણ આફિયાને મુક્ત કરાવવાના પ્રયાસ કર્યા છે. અમેરિકામાં ઓબામા પ્રમુખ હતા ત્યારે પાક. અધિકારીઓએ સેનાના સાર્જન્ટના બદલે આફિયાને મુક્ત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ત્યારે પાક.ના વડાપ્રધાન નવાઝ શરીફ હતા. 2018માં પાકિસ્તાની સંસદે સર્વસંમતિથી આફિયાની મુક્તિનો મામલો અમેરિકામાં ઉઠાવવા પ્રસ્તાવ પસાર કર્યો હતો. એમાં આફિયાને ‘દેશ કી બેટી’ તરીકે નવાજવામાં આવી હતી.

86 વર્ષની સજા કાપી રહી છે ‘લેડી અલ-કાયદા’
આફિયાની 2008માં ધરપકડ થઈ હતી. અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય અધિકારીઓને મારવાના પ્રયાસમાં તે દોષિત ઠરી હતી, જેથી તેને 86 વર્ષની જેલની સજા કરાઈ હતી. તે 9/11ના માસ્ટર માઈન્ડ ખાલિદ શેખની સાથી હતી અને શસ્ત્રોની હેરાફેરીમાં પણ સામેલ હતી.

અન્ય સમાચારો પણ છે...