પાકિસ્તાનમાં સરકાર પર સેના ભારે:ઈમરાનની મરજી વગર સેના પ્રમુખ બાજવાએ ISI ચીફ બદલી દીધા, કહ્યું- આર્મીની બાબતોમાં હસ્તક્ષેપ કરીને હદ પાર ન કરો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વચ્ચે આ દિવસોમાં ઘર્ષણ ચાલી રહ્યું છે. તેના મૂળ તાલિબાન સાથે જોડાયેલા છે. તાલિબાન સાથે મુલાકાતના કારણે બાજવાએ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના ચીફને બદલી દીધા છે. બાજવાએ અગાઉના સપ્તાહે ISI ચીફ જનરલ ફૈઝ હમીદને હટાવીને લેફ્ટિનેન્ટ જનરલ નદીમ અહમદ અંજુમને એપોઈન્ટ કરી દીધા હતાં, પરંતુ ઈમરાન ખાનના ઓફિસથી તેની કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારથી જ ઈમરાન ખાન અને બાજવા વચ્ચે ઘર્ષણની ખબરો આવી રહી છે.

મીડિયા રિપોટ્સ અનુસાર ઈમરાન ખાન ફૈઝ હમીદને ISI ચીફ પદથી હટાવવા નહોતા માગતા, પરંતુ બાજવાએ સ્પષ્ટ કહી દીધું કે ઈમરાનને સેનાના મામલામાં હસ્તક્ષેપ કરીને પોતાની હદો પાર ન કરવી જોઈએ. જો તેઓ ઈચ્છે તો 15 નવેમ્બર સુધી એક્સટેન્શન આપી શકાય છે, પરંતુ ત્યાર બાદ તેમને પદ પર નથી રાખી શકાતા. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર નઝમ સેઠી પણ એક ટીવી શોમાં કહી ચૂક્યા છે કે આ મુદ્દા પર ઈમરાન ખાનના વલણના લીધે વિવાદની સ્થિતિ બની અને આજ કારણ છે કે હજી સુધી નોટિફિકેશન જાહેર કરવામાં નથી આવ્યું.

ઈમરાનના મંત્રીની સ્પષ્ટતા- આર્મી ચીફે સરકારને વિશ્વાસમાં લીધી હતી
પાકિસ્તાન સરકારનું કહેવું છે કે ઇમરાન ખાન અને સેના પ્રમુખ બાજવા વચ્ચે કોઈ વિવાદ નથી. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ ગયા અઠવાડિયે એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે ઇમરાન ખાન અને બાજવાએ ISIના ચીફને બદલવા અંગે લાંબી ચર્ચા કરી હતી અને બાજવાએ આ મામલે સરકારને વિશ્વાસમાં લીધી હતી. ચૌધરીએ કાયદાનો હવાલો આપતાં કહ્યું હતું કે વડા પ્રધાન પાસે આર્મી ચીફ સાથે ચર્ચા કરવાની અને આઈએસઆઈ ચીફની નિમણૂક કરવાની સત્તા છે.

હમીદની તાલિબાન સાથે મુલાકાત પર બાજવા નાખુશ થયા હતા
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બને તે પહેલાં જનરલ ફૈઝ હામિદ કાબુલ ગયા હતા અને તેમની દરમિયાનગીરીથી તાલિબાન સરકારની રચના કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હામિદ આર્મી ચીફ બાજવા પાસેથી મંજૂરી લીધા વિના કાબુલ પહોંચ્યો હતો, જેના કારણે બાજવા નાખુશ થયા હતા અને તેમણે હામિદને આઇએસઆઇ ચીફ તરીકે રજા આપી દીધી.

હમીદ આર્મી ચીફ બનવાની વાત કરતો હતો
તાજેતરમાં મીડિયા રિપોર્ટ્સમાં એ પણ બહાર આવ્યું છે કે ISIના ભૂતપૂર્વ ચીફ લેફ્ટનન્ટ ફૈઝ હામિદ પાકિસ્તાનના નવા આર્મી ચીફ બનવાની રાહ જોઈ રહ્યા છે. હામિદ અને બાજવા વચ્ચે લાંબા સમયથી તણાવના અહેવાલો પણ ચાલી રહ્યા હતા. માનવામાં આવે છે કે બંનેએ ત્રણ વર્ષ પહેલા રાવલપિંડીમાં આર્મી હાઉસિંગ પ્રોજેક્ટ ને લઈને મતભેદો શરૂ કર્યા હતા. બાદમાં ઇમરાને બાજવાને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપ્યું ત્યારે રસાકસીનો દોર પ્રકાશમાં આવ્યો હતો. ફૈઝે ક્યારેક બાજવાને વિશ્વાસમાં લીધા વિના નિર્ણયો લેવાનું શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...