5 માર્ચના રોજ પોલીસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા પહોંચી હતી. પરંતુ તે ઘરે હાજર હતા નહીં. તેઓ ભાગી ગયા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાન મુસ્લિમ લીગ(PML)ની લીડર મરિયમ નવાઝે ખાનને ડરપોડ અને શિયાળ કહ્યા છે.
એટલું જ નહીં તેમને દેશ છોડવા માટે પણ કહ્યું. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા પ્રમાણે, મરિયમે ટ્વિટ કરીને કહ્યું કે શિયાળ ચોરી કર્યા પછી પણ અન્ય લોકોની દીકરીઓ પાછળ સંતાય છે અને ધરપકડથી બચવા માટે તેમણે શિલ્ડની જેમ ઉપયોગ કરે છે.
જોકે, ધરપકડથી નિરાશ ઇમરાનના સમર્થકો રસ્તા ઉપર આવી ગયા છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે. પોલીસને શંકા છે કે ઇમરાન ખાન ધરપકડથી બચવા માટે મહિલાઓ અને બાળકોને ઢાળ બનાવી શકે છે.
મરિયમે પિતા નવાઝને સિંહ જણાવ્યા
ટ્વિટમાં મરિયમે કહ્યું- નવાઝ શરીફ બહાદુર છે કેમ કે તેઓ મુશ્કેલ સમયમાં ભાગ્યા નહીં, પરંતુ જેલ ગયાં. જ્યારે ઇમરાન ખાન ક્યારેય જેલ ગયા નથી. તેણે ઇમરાનની સરખામણી પિતા નવાઝ સાથે કરી. પિતાને સિંહ કહ્યા અને ઇમરાનને શિયાળ. મરિયમે કહ્યું- સિંહ ભલે નિર્દોષ હોય પરંતુ તે પોતાની દીકરીનો હાથ પકડે છે, લંડનથી પાકિસ્તાન આવી જાય છે અને જેલ જાય છે. શિયાળ સંતાય છે. દેશ સિંહ અને શિયાળ વચ્ચેનું અંતર સમજી ગયો છે.
ખાનને મુશ્કેલીનો સામનો કરવાનો સાહસ આપો
જેલ ભરો તહરીક ઇતિહાસનું સૌથી અસફળ આંદોલન છે. ઇમરાન ખાન PML-Nના સુપ્રીમ નવાઝ શરીફની જેમ બહાદુર નથી. તે ડરપોક છે. તેમણે દેશ છોડી દેવો જોઈએ. જનતા લીડર અને ભીડ જમા કરનાર વચ્ચે ફરક જાણે છે. તેમણે નવાઝ શરીફને ઇમરાન ખાનને સાહસ આપવાની વાત પણ કહી છે.
ખાનને સમર્થકોને ટાઇગર કહ્યા હતાં
ઘરેથી ભાગી જવાના થોડી કલાકો પછી ઇમરાન ખાને લાહોરમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું- પાકિસ્તાન એટલું અપમાનિત થયું નથી, આપણાં પ્રાઇમ મિનિસ્ટર ભીખ માગતાં ફરી રહ્યા છે. ઇમરાને પોતાના સમર્થકોને કહ્યું- તમે મારા ટાઇગર્સ છો. હું ક્યારેય કોઈની સામે નમ્યો નથી, અમે માત્ર અલ્લાહ સામે નમીએ તેવા લોકો છીએ.
તોશાખાના મામલે ધરપકડ થવાની છે
પાકિસ્તાન પોલીસ 5 માર્ચે તોશાખાના મામલે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી હતી. જોકે, સત્તાધારી પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે તોશાખાના ગિફ્ટ મામલો ઉઠાવ્યો હતો. કહ્યું હતું કે ઇમરાને પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ દેશોથી મળેલી ગિફ્ટને વેચી દીધી હતી. ઇમરાને ચૂંટણી આયોગને જણાવ્યું કે તેમણે તોશાખાનામાંથી બધી ગિફ્ટ્સને 2.15 કરોજ રૂપિયામાં ખરીદી હતી, વેચવાથી તેમને 5.8 કરોડ રૂપિયા મળ્યા હતાં. પછી ખુલાસો થયો કે રકમ 20 કરોડથી વધારે હતી
તોશાખાના મામલે આ રીતે પકડાઈ ઇમરાનની ચોરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.