પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાનને અસલી ચોર ગણાવ્યા છે. શાહબાઝના જણાવ્યા મુજબ, ઈમરાન ખાને પાકિસ્તાનના સરકારી ખજાનામાં જમા 14 કરોડ રૂપિયા (પાકિસ્તાની કરન્સી)ની ગિફ્ટ્સ દુબઈમાં વેચી નાખી છે અને સરકારની પાસે એના પૂરતા પુરાવા પણ છે.
શાહબાઝનો આ દાવો ચોંકાવનારો બિલકુલ નથી, કેમ કે ગત વર્ષે ઓક્ટોબરમાં પહેલી વખત પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે સરકારી ખજાનાનો કેટલોક અતિકીમતી સામાન વેચવામાં આવ્યો છે. આમ તો રસપ્રદ વાત એ છે કે ઈમરાને ક્યારેય શાહબાઝ શરીફ સાથે હાથ મિલાવ્યા નથી, કેમ કે તેમના મતે શરીફ પરિવાર ચોર, ડાકુ અને લૂંટેરો છે. હવે ખાનની ખુરશી ગઈ તો તેમનાં કારનામાં પણ સામે આવવા લાગ્યાં છે.
શાહબાઝે શું કહ્યું?
'જિયો ન્યૂઝ'ના એક રિપોર્ટ મુજબ, ગુરુવારે શાહબાઝે ઈસ્લામાબાદમાં એક રોઝા ઈફ્તાર પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કેટલાક પત્રકાર પણ હાજર હતા. વાતવાતમાં કોઈ જર્નલિસ્ટે શાહબાઝને સરકારી ખજાનામાં ગરબડ અંગે સવાલો પૂછ્યો. એના પર વઝીર-એ-આઝમ શાહબાઝે કહ્યું- ઈમરાન ખાને 14 કરોડ રૂપિયાની ભેટ દુબઈમાં વેચી નાખી છે. સરકારની પાસે તેના પૂરતા પુરાવા પણ છે.
રિપોર્ટ મુજબ શાહબાઝે તે જર્નલિસ્ટને એમ પણ જણાવ્યું હતું કે વેચાયેલી ગિફ્ટ્સમાં ડાયમંડ, જ્વેલરી, બ્રેસ્લેટ્સ અને અતિકીમતી રિસ્ટ વોચ પણ સામેલ છે. શાહબાઝનું માન્યું કે એક વખત તેમને પણ એક કીમતી રિસ્ટ વોચ ભેટ તરીકે મળી હતી, પરંતુ તેમને એ સરકારી ખજાનામાં જમા કરાવી દીધી હતી. શાહબાઝે કહ્યું- મને કંઈ જ છુપાવવું પડે એવું લાગતું નથી.
હવે ફસાશે ઈમરાન
જસ્ટિસ અતહર મિનાલ્લાહ ઈસ્લાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. અતહરે ગત દિવસોમાં એક પિટિશનની સુનાવણી માટે મંજૂરી આપી છે, જેમાં સરકારી ખજાનામાંથી વેચવામાં આવેલી ગિફ્ટ્સની જાણકારી માગવામાં આવી છે. એના માટે ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઉપલબ્ધ છે.
ખાસ વાત એ છે કે આ પ્રકારની પિટિશન ગત વર્ષે પણ કરવામાં આવી હતી. ત્યારે ઈમરાન ખાન સરકારે કોર્ટના ઓર્ડર હોવા છતાં જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. સરકારે કહ્યું હતું- જો ગિફ્ટ્સની જાણકારી સાર્વજનિક કરવામાં આવી હોત તો પાકિસ્તાનના અન્ય દેશો સાથે સંબંધ બગડી શકે છે. હવે જ્યારે જસ્ટિસ મિનાલ્લાહ આ પિટિશનની સુનાવણી કરશે તો અનેક રહસ્યો ખૂલશે અને ઈમરાન એમાં ફસાશે એ નિશ્ચિત છે.
કાયદો શું કહે છે?
પાકિસ્તાનના ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે કોઈપણ મંત્રીને સરકારી યાત્રા દરમિયાન કોઈ દેશમાંથી ગિફ્ટ્સ મળે છે તો એને સરકારી ખજાનામાં જમા કરાવવી જરૂરી છે. જો તે આ ગિફ્ટ્સને પોતાની પાસે રાખવા માગે છે તો એની હરાજી થાય. હરાજી દરમિયાન બોલીમાં જે કિંમત નક્કી થશે તેને ચૂકવીને આ ગિફ્ટ્સ પોતાની પાસે રાખી શકે છે. બોલી કે હરાજીથી મળનારી રકમ સરકારી ખજાનામાં જમા કરાવવાની હોય છે.
ઈમરાનની પાર્ટીનો ઈનકાર
ઈમરાન ખાન સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા ફવાદ ચૌધરીએ શાહબાઝના આરોપનો જવાબ આપ્યો. કહ્યું- મને તો સમજાતું નથી કે અંતે વડાપ્રધાન કહેવા શું માગે છે. આ ઈમરાનની સાફ છબિને બગાડવાનું ષડયંત્ર છે. જો તેમને કોઈ ગિફ્ટ પોતાની પાસે રાખી લીધી કે વેચી નાખી તો એમાં ખોટું શું છે. એનાથી કોઈ ક્રિમિનલ પુરવાર થઈ જાય છે શું? એનાથી કોઈ જ ફરક નથી પડતો કે ગિફ્ટ 10 રૂપિયાની છે કે 10 કરોડની. જો તે મને મળી હોત તો એ હું કાં મારી પાસે રાખી શકું છું કે વેચી શકું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.