પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા જોવા મળી રહ્યા છે. 'જિયો ન્યૂઝ' અનુસાર, પોલીસ અને રેન્જર્સની ટીમ 22 કલાક બાદ ખાનના લાહોર બંગલા (જમાન પાર્ક)થી પરત ફરવાનું શરૂ કરી દીધું છે. ફૂટેજમાં ઈમરાનના સમર્થકો ઉજવણી કરતા જોઈ શકાય છે. પોલીસે પરત ફરવા માટે ક્રિકેટ મેચનું બહાનું બનાવ્યું છે. અત્યારે તો પોલીસ ઇમરાનની ધરપકડ બાદ પરત ફરી રહી છે. પણ પોલીસે કહ્યું કે, લાહોરમાં 19 માર્ચ સુધી ક્રિકેટ મેચ છે અને અમે નથી ઇચ્છતા કે તેમાં કોઈ બબાલ થાય.
આ દરમિયાન ઇમરાને બુધવારે સોશિયલ મીડિયા પર કહ્યું- પોલીસ ગોળીઓ ચલાવી રહી છે. ધરપકડ માત્ર બહાનું છે, સાચો ધ્યેય તો મારી હત્યા કરવાનું છે.
પોલીસ બુધવારે પણ લાહોરના જમાન પાર્કમાં હાજર છે, અહીં ઇમરાનનું ઘર છે. તોશાખાના કેસમાં તેમની ધરકપડ કરવા માટે પોલીસ મંગળવાર સાંજથી અહીં હાજર છે. ઇમરાનની પાર્ટી પાકિસ્તાન-તહરીક-એ-ઇન્સાફ(PTI)ના કાર્યકર્તા હિંસક પ્રદર્શન કરી રહી છે. તેમણે પોલીસ ઉપર પથ્થર અને પેટ્રોલ બોમ્બ પણ ફેક્યા. પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ પણ કર્યો.
પરિસ્થિતિને સંભાળવા માટે જમાન પાર્કમાં એડિશનલ ફોર્સ બોલાવવામાં આવી છે. મદદ માટે હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈયાર કરવામાં આવ્યાં છે. ત્યાં જ, ઇમરાને આજે વહેલી સવારે એક વીડિયો મેસેજ આપીને કહ્યું- મારી ધરપકડ લંડન પ્લાનનો એક ભાગ છે. તેમનું લક્ષ્ય મને જેલમાં ધકેલવો અને PTIને ખતમ કરવાનો છે.
ઇમરાનને સરકારી ખજાના (તોશાખાના)માં જમા ભેટને સસ્તામાં ખરીદી કરવાનો અને વધુ કિંમતે વેચવાનો આરોપ છે. ન્યાયાધીશે તેમને 29 માર્ચ સુધીમાં કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. ઇમરાનના 18 માર્ચ સુધી પ્રોટેક્ટિવ જામીન લીધા છે, પરંતુ પોલીસ હજુ પણ તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
અપડેટ્સ...
સવારે ચાર વાગ્યે ઇમરાને વીડિયો મેસેજ આપ્યો
મંગળવારે મોડી રાતે 12:15 વાગ્યે- ઇમરાન ખાને BBC સાથે વાતચીતમાં કહ્યું- પોલીસ એકદમ આવી ગઈ. અમે ન્યૂઝમાં જોયું કે તેઓ મારી ધરપકડ કરવા આવ્યા છે. હું રાત જેલમાં પસાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો નહીં.
બુધવારે સવારે 4:50 વાગ્યે- ઇમરાને સમર્થકોના નામે સોશિયલ મીડિયા ઉપર અપીલ કરી. તેમણે કહ્યું- મારી ધરપકડ લંડન પ્લાનનો ભાગ છે. તેમનું લક્ષ્ય મને જેલમાં ધકેલવો અને PTIને ખતમ કરવાનો છે. તેમને નવાઝ શરીફના બધા જ કેસ ખતમ કરવા છે. મને જેલમાં નાખવાનો કાયદા સાથે કોઈ સંબંધ નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. હું આખા સમુદાયને કહું છું કે તેઓ ફરીથી આવશે અને અમારા લોકો પર ટીયર ગેસ અને વોટર કેનન વડે હુમલો કરશે.
3 દિવસથી ધરપકડની કોશિશ કરવામાં આવી રહી છે
સોમવારઃ બુલેટ પ્રૂફ ગાડીમાં ઇમરાન બહાર આવ્યા, રેલીમાં સ્પીચ આપી
‘જિયો ન્યૂઝ’ના જણાવ્યા પ્રમાણે, સોમવારે જ્યારે પોલીસ ખાનની ધરપકડ કરવા પહોંચી ત્યારે PTI એ ઇલેક્શન કેમ્પેઇન શરૂ કરવાનું એલાન કર્યું. થોડી મિનિટ પછી એક રૈલી પણ પ્લાન કરી લીધી હતી. ઇમરાન કાળા રંગની બુલેટ પ્રૂફ ગાડીમાં ઘરમાંથી બહાર આવ્યા અને કારમાં બેસીને રેલીને સંબોધિત કરી.
મંગળવારઃ પોલીસ અને રેન્જર્સ કમાન્ડોની એક ટીમ ખાનની દરેક હરકત ઉપર નજર રાખી રહી હતી. પરિસ્થિતિ ખરાબ થઈ ત્યારે પોલીસે જમાન પાર્કના વિસ્તારનું ઇન્ટરનેટ બંધ કરી દીધું.
બુધવારઃ એડિશનલ ફોર્સ જમાન પાર્કમાં બોલાવવામાં આવી છે. હેલિકોપ્ટર સાથે-સાથે ડ્રોન પણ દેખરેખ કરી રહ્યા છે.
ઇમરાનની પાર્ટીએ મંગળવારે મેસેજ જાહેર કર્યો, તરત જમાન પાર્ક પહોંચવા માટે કહ્યું
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે કહ્યું- કોર્ટનો આદેશ તો ઇમરાન માને
શાહબાઝ શરીફે જિયો ન્યૂઝના પ્રોગ્રામ કેપિટલ ટોકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- અમે ખાન ઉપર કોઈ કેસ નોંધ્યો નથી. જો હવે કોર્ટના આદેશનું પાલન પણ કરીશું નહીં તો શું થશે. ઇમરાન કહે છે કે તેઓ 72 વર્ષના વડીલ છે તો શાંતિથી કેમ ધરકપડ થવા દેતા નથી.
અત્યાર સુધીમાં 80 કેસ નોંધાયા
ઈમરાન ખાન વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 80 કેસ નોંધાયા છે. ખાન પર તોશાખાનામાં જમા ભેટને સસ્તામાં ખરીદી કરવાનો અને વધુ કિંમતે વેચવાનો આરોપ છે. આ અંગે પાકિસ્તાનના ચૂંટણીપંચે તેમને 5 વર્ષ માટે અયોગ્ય જાહેર કર્યા છે. તેમનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે.
ઈમરાનના સમર્થકોએ આ નિર્ણય વિરુદ્ધ ચૂંટણીપંચ (EC)ની ઓફિસની બહાર હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ ખાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે 20 ઓગસ્ટે ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન ઈમરાને મહિલા જજ અને પોલીસ અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી આપી હતી. દરમિયાન ઈમરાનની પાર્ટી પીટીઆઈની લીગલ ટીમે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ખાનની ધરપકડ પહેલાં જામીન અરજી દાખલ કરી હતી. સોમવારે તેને ફગાવી દેવામાં આવી.
જાણો શું છે તોશાખાનાનો મામલો
સત્તાધારી પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટે ચૂંટણીપંચ સમક્ષ તોશાખાના ગિફ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઈમરાને તેમના કાર્યકાળ દરમિયાન અલગ-અલગ દેશોમાંથી મળેલી ભેટનું વેચાણ કર્યું હતું. ઈમરાને ઈલેક્શન કમિશનને કહ્યું હતું કે તેમને આ તોશાખાનામાંથી તમામ ભેટ રૂ. 2.15 કરોડમાં ખરીદવામાં આવી હતી. તેને વેચીને તેને લગભગ 5.8 કરોડ રૂપિયા મળ્યા હતા.
તોશાખાના મામલે આ રીતે પકડાઈ ઇમરાનની ચોરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.