પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઉપર કોર્ટે દબાણ વધાર્યું છે. ગુરુવારે ખાનને બે મોટા ઝટકા લાગ્યા. પહેલો- ઇસ્લામાબાદ હાઈકોર્ટે ઓર્ડર આપ્યા કે જો ખાનને પોલીસના હાથે ધરપકડ થવાથી બચવું હોય તો તેઓ કોર્ટમાં સરેન્ડર કરે. બીજો- ઇસ્લામાબાદના જ સેશન કોર્ટે કહ્યું- તોશાખાના મામલો ખૂબ જ ગંભીર છે. ઇમરાન વિરુદ્ધ ધરપકડનો વોરંટ રદ કરી શકાય નહીં.
ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ખાનની ધરપકડ વોરંટ રદ કરવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજે કહ્યું- પોલીસ હાથ પર હાથ રાખીને બેસી ન શકે. તેમની ધરપકડના આદેશ આપવામાં આવ્યા હતા. ખાનને કોર્ટમાં રજૂ કરવાનો હતો, તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
આ અંગે ખાનના વકીલ ખ્વાજા હારિસ અહમદે કહ્યું- શું કોર્ટમાં હાજર થવા માટે ખાનની ધરપકડ કરવી જરૂરી છે. તેના જવાબમાં જજે કહ્યું- અમે ઇચ્છીએ છીએ કે ઇમરાન કોર્ટમાં હાજર થાય. જો તેઓ ધરપકડથી બચવા માગે છે તો કોર્ટમાં આવીને સરેન્ડર કરી દે.
પહેલાં આખો મામલો સમજો...
ઇમરાન ખાનની તોશાખાના કેસમાં ધરપકડ થવાની છે. જેના માટે પોલીસ 13 માર્ચે લાહોરના જમાન પાર્કમાં તેમના ઘરે ધરપકડ માટે પહોંચ્યા હતાં. પરંતુ ઇમરાનના સમર્થકો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણ પછી 15 માર્ચે પોલીસ તેમની ધરપકડ કર્યા વિના જ પરત ફરી.
ઇમરાન ઉપર સરકારી ખજાના(તોશાખાના)ની કિંમતી ભેટ ઓછી કિંમતે ખરીદીને તેને અબજો રૂપિયામાં વેચવાનો આરોપ છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે તેમને 29 માર્ચ સુધી અરેસ્ટ કરીને કોર્ટમાં હાજર કરવાનો ઓર્ડર આપ્યો હતો. ઇમરાને ધરપકડથી બચવા માટે કહ્યું હતું કે તેમની પાસે 18 માર્ચ સુધી પ્રોટેક્ટિવ જામીન છે. પરંતુ જ્યારે પોલીસ તેમની ધરપકડ કરવા માટે ઘરે પહોંચી ત્યારે 15 માર્ચે તેમણે હાઈકોર્ટમાં ધરપકડ વોરંટ રદ કરવા માટે અરજી આપી હતી.
ધરપકડમાં પોલીસ VS પોલીસ
ખૈબર પખ્તુનખ્વા (KP) પ્રાંતમાં 10 વર્ષથી ઈમરાન ખાનની પાર્ટીની સરકાર છે. હવે અહીં કેરટેકર સરકાર છે. તેમ છતાંય ઈમરાનની સુરક્ષામાં KP રાજ્યની પોલીસ તૈનાત છે. તેઓ ઈસ્લામાબાદ પોલીસને રોકી રહી હતી અને તેના કારણે ધરપકડમાં મોડું થયું હતું. એટલે કે પોલીસ વિરુદ્ધ પોલીસનો મામલો ફસાઇ ગયો. સરકારના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે પણ બુધવારે બપોરે આ જ કારણ આપ્યું હતું.
તોશાખાના કેસ સાથે જોડાયેલી જરૂરી વાતો...
અત્યાર સુધીમાં 80 કેસ નોંધાયા
તોશાખાના કેસ સાથે જોડાયેલી તસવીર
જાણો શું છે તોશાખાનાનો મામલો
સત્તાધારી પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટે ચૂંટણીપંચ સમક્ષ તોશાખાના ગિફ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઈમરાને તેમના કાર્યકાળ દરમિયાન અલગ-અલગ દેશોમાંથી મળેલી ભેટનું વેચાણ કર્યું હતું. ઈમરાને ઈલેક્શન કમિશનને કહ્યું હતું કે તેમને આ તોશાખાનામાંથી તમામ ભેટ રૂ. 2.15 કરોડમાં ખરીદવામાં આવી હતી. તેને વેચીને તેને લગભગ 5.8 કરોડ રૂપિયા મળ્યા હતા.
તોશાખાના મામલે આ રીતે પકડાઈ ઇમરાનની ચોરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.