તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • PM Imran Said India's Hand In Planning And Financing The Attack On Hafiz Saeed's House; Pak NSA Claim Mastermind RAW Agent

પાકિસ્તાનનો પાયોવિહોણો આરોપ:PM ઈમરાને કહ્યું- હાફિઝ સઈદના ઘરે હુમલાના પ્લાનિંગ અને ફાઇનાન્સમાં ભારતનો હાથ; પાક NSAનો દાવો- માસ્ટરમાઇન્ડ RAWનો એજન્ટ

ઈસ્લામાબાદએક મહિનો પહેલા
  • આંતરરાષ્ટ્રીય સમુદાય આ વર્તનની વિરુદ્ધ પગલાં ભરેઃ ઈમરાન ખાન
  • પાકિસ્તાને સાયબર હુમલાઓમાં પણ ભારતનો હાથ હોવાનો દાવો કર્યો

આતંકીઓને છાવરવા બદલ સમગ્ર વિશ્વની ટીકાનો સામનો કરનારા પાકિસ્તાને ભારત પર પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં જ મુંબઈ હુમલાના માસ્ટમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના ઘરની પાસે થયેલા બ્લાસ્ટ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું હતું કે ફરી એક વખત આતંકી હુમલાનું પ્લાનિંગ અને ફાઈનાન્સ ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ આતંકવાદ માટે કર્યું. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ વર્તનની વિરુદ્ધ પગલાં લેવાં જોઈએ.

બીજી તરફ, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) મોઈદ યુસુફે દાવો કર્યો કે હુમલાનો માસ્ટરમાઈન્ડ એક ભારતીય છે અને તેને ભારતીય જાસૂસી એજન્સી રો સાથે સંબંધ છે. યુસુફનું કહેવું છે કે 23 જૂને આ હુમલાની સાથે ઘણા સાયબર હુમલા પણ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડોનને ટાંકીને યુસુફે કહ્યું હતું કે સાયબર હુમલા અમારી ચાલી રહેલી તપાસમાં અડચણ પેદા કરવા અને પુરાવાનો નાશ કરવા માટે કરવામાં આવ્યા હતા.

23 જૂને થયો હતો બ્લાસ્ટ

  • 23 જૂને પાકિસ્તાનના લાહોરના જૌહરમાં એક બ્લાસ્ટ થયો હતો. એમાં 3 લોકોનાં મૃત્યુ અને 17 લોકોના ઘાયલ થવાના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બ્લાસ્ટ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના ઘરની પાસે થયો હતો. તે હાલ જેલમાં છે.
  • લાહોર પોલીસના જણાવ્યા મુજબ, આ બ્લાસ્ટમાં લગભગ 30 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં વિદેશમાં બનેલા સામાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટને કારણે ઘટનાસ્થળ પર ત્રણ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો.

FATFના નિર્ણયથી ભડક્યું પાકિસ્તાન
તાજેતરમાં જ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સે(FATF) નિર્ણય કર્યો હતો કે પાકિસ્તાનને આતંકી ફન્ડિંગ માટે ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવશે. એનાથી પાકિસ્તાનને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. એને પગલે નારાજ થયેલી ઈમરાન સરકાર ભારત પર પાયાવિહોણા આરોપ લગાવીને પોતાને નિર્દોષ સાબિત કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...