તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Imran Government Raises Petrol Price By Rs 25 Per Liter And Diesel By Rs 21 In A Single Day: Opposition Says Conspiracy To Kill Poor

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન:ઇમરાન સરકારે એક જ દિવસમાં પેટ્રોલમાં લિટરે 25 અને ડીઝલમાં 21 રૂપિયાનો વધારો કર્યો, વિપક્ષે કહ્યું- ગરીબોને ખતમ કરવાનું ષડયંત્ર

ઇસ્લામાબાદ10 મહિનો પહેલા
આ ફોટો લાહોરના પેટ્રોલ પંપનો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં જંગી વધારો થવાના સમાચાર આવતા જ અહીં ધસારો જોવા મળ્યો હતો. તેના થોડા સમય બાદ દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ પમ્પ બંધ થઇ ગયા.
 • વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને મંજૂરી આપી
 • નવા ભાવ લાગુ પણ થઇ ગયા, કેરોસીન 24 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું

શુક્રવારે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારે તમામ પેટ્રોલિયમ પેદાશો મોંઘા કરી દીધા છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25.58 (પાકિસ્તાન ચલણમાં)નો વધારો કરવામાં આવ્યો છે. હવે નવો ભાવ રૂ. 100.10 પ્રતિ લિટર થયો છે. ડીઝલ રૂ. 21 પ્રતિ લિટર મોંઘુ થઈ રૂ. 101.46 પર પહોચી ગયું છે. કેરોસીન પણ લિટર દીઠ રૂ. 24 મોંઘુ થઈ ગયું છે.

નવી કિંમતો બહાર આવ્યા બાદ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ પમ્પ બંધ કરી દેવામાં આવ્યા હતા. જિયો ન્યૂઝ અનુસાર, મોટાભાગના પેટ્રોલ પમ્પ પર ટેક્નિકલ ફોલ્ટના બોર્ડ લટકાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે, અમુકને કોઈ સૂચના વિના બંધ કરવામાં આવ્યા હતા. વિપક્ષે પેટ્રો પેદાશોના ભાવ વધારવાનો વિરોધ કર્યો છે.

'સરકાર ગરીબીનો નહીં, ગરીબોનો અંત લાવવા માંગે છે'
સરકારના આ પગલાનો વિપક્ષે વિરોધ કર્યો હતો. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું - આ કેવો નિર્ણય છે. સરકારની નિષ્ફળતાને કારણે દેશ નાદાર થવા ઉપર છે. આનો અર્થ એ નથી કે તેઓ ખજાનો ભરવા માટે ગરીબોને લૂટે. સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર મનમાની ન કરે તો સારું. નવાઝ શરીફની પાર્ટીના PML-N સાંસદ આસિફ કિરમાનીએ કહ્યું- આ પેટ્રોલ બોમ્બ છે. વિશ્વના અન્ય દેશો ગરીબીને સમાપ્ત કરવા પર ધ્યાન આપી રહ્યા છે. અમારી સરકાર ગરીબોનો અંત લાવવાનો ઇરાદો ધરાવે છે.

આ છે નવા ભાવ

પ્રોડક્ટપહેલાના ભાવનવા ભાવકેટલું મોંઘુ
પેટ્રોલ74.52100.1025.58
હાઈ સ્પીડ ડીઝલ80.15101.4621.21
કેરોસિન 35.5659.0623.50
લાઈટ ડીઝલ ઓઈલ38.1455.9817.84

કિમત : પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર

ભારત સામે પાકિસ્તાની રૂપિયો
ભારતનો 1 રૂપિયો પાકિસ્તાનના 2.22 રૂપિયા બરાબર છે. એટલે કે ભારતીય ચલણની કિંમત પાકિસ્તાની ચલણ કરતા બમણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો