તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Imran Government Gets Rs 11,000 Crore From China On Condition Of Repayment With Interest, Will Now Meet Saudi Strict Example

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક દેવુ ઘટાડવા પાકિસ્તાને બીજુ દેવુ ઉભુ કર્યું:ઈમરાન સરકારે ચીન પાસેથી વ્યાજ સાથે પરત કરવાની શરતે રૂપિયા 11 હજાર કરોડ મેળવ્યા, હવે સાઉદીની કડક ઉધરાણી પૂરી કરશે

ઈસ્લામાબાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન પર ચીનનું દેવું સતત વધી રહ્યું છે. ફરી એક વખત પાકિસ્તાને ચીન પાસેથી 1.5 અબજ ડોલર (આશરે રૂપિયા 11 હજાર કરોડ)ની મદદ મેળવી છે. આ રકમમાંથી તે સાઉદી અરેબિયાના 2 અબજ ડોલર (આશરે 14 હજાર) કરોડના દેવા પૈકી અડધી રકમ પરત કરી શકશે. પાકિસ્તાનની સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (SBP) તથા પાકિસ્તાનના નાણાં મંત્રાલયના મતે સોમવાર સુધીમાં સાઉદીને 1 અબજ ડોલર પરત કરવામાં આવશે. બાકીના 1 અબજ ડોલરનું દેવુ જાન્યુઆરી સુધીમાં પરત કરવાનું છે. 3 મહિનામાં આ બીજી વખત છે કે જ્યારે પાકિસ્તાન તેનું દેવુ ઘટાડવા માટે લોન લીધી છે. આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ તેને ચીન પાસેથી લોન મેળવી સાઉદી અરેબિયાનું દેવુ ચુકવ્યુ હતું.

ચીને આ વખતે પાકિસ્તાનને સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ઓફ ફોરેન એક્સચેન્જ (SAF) અંતર્ગત ધિરાણ કે કોમર્શિયલ લોન આપી નથી. આ રકમ ચીનના કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ અંતર્ગત છે. પાકિસ્તાન અને ચીને દ્વિપક્ષીય ટ્રેડ તથા ઈન્વેસ્ટમેન્ટને ઉત્તેજન આપવા માટે વર્ષ 2011માં આ સમજૂતી કરી હતી. આ એગ્રીમેન્ટ હેઠળ મેળવવામાં આવેલ ધિરાણને વિદેશી દેવુ નહી માનવામાં આવે. જોકે, પાકિસ્તાને આ રકમ વ્યાજ સાથે પરત કરવાની રહેશે.

સાઉદી અરેબિયાએ પાકિસ્તાન પર દેવુ પરત કરવા દબાણ વધાર્યું
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે કેટલાક સમયથી સંબંધ બગડ્યા છે. પાકિસ્તાને સાઉદી અરેબિયાને કાશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોની એક બેઠક બોલાવવા કહ્યું હતું. જોકે, સાઉદી અરેબિયાએ આમ કર્યું ન હતું. ત્યારબાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન તથા વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ તેની ટીકા પણ કરી હતી. ત્યારબાદ સાઉદીએ પાકિસ્તાન પર તેનું દેવુ પરત કરવા દબાણ વધાર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી અને સેના પ્રમુખે પણ સાઉદી અરેબિયા સાથે સંબંધ સુધારવાના પ્રયત્ન કર્યા. જોકે તેની ખાસ અસર થઈ નથી.

સાઉદીએ પાકિસ્તાનને 6.2 અબજ ડોલરનું ધિરાણ આપ્યુ હતુ
ગયા વર્ષના જૂન મહિનામાં પાકિસ્તા નાદાર થવાના આરે પહોંચી ગયુ હતું. IMF અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) તો લોન આપવા તૈયાર થઈ ગયા. પણ કેટલીક કડક શરતો રજૂ કરી હતી. સાઉદીએ 6.2 અબજ ડોલરની લોન મંજૂર કરી. આ પૈકી 3 અબજ ડોલર સામાન્ય ધિરાણ હતું. આ ઉપરાંત 3.2 અબજ ડોલર પેટ્રોલ-ડીઝલ ક્રેડિટ હતી. પાકિસ્તાનને આ દેવુ એક વર્ષમાં ચુકવવાનું હતું. અત્યાર સુધ તે ફક્ત એક જ હપ્તો (1 અબજ ડોલર) ચુકી શક્યુ છે.
સાઉદીએ પાકિસ્તાનનો ઈંધણનો પુરવઠો અટકાવ્યો
મીડિયા અહેવાલ પ્રમાણે મહામારીના સમયમાં ઓઈલ સપ્લાઈની માંગ ઓછી થઈ. તેનાથી સાઉદી અરેબિયાની કમાણી પર પ્રતિકૂળ અસર થઈ. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોના નફામાં 72 ટકાનુ ગાબડુ પડ્યુ હતું. ત્યારબાદ સાઉદીએ પાકિસ્તાનને ઈંધણનો પુરવઠો અટકાવ્યો હતો. સાઉદીએ પાકિસ્તાનને કહ્યું હું કે તે જ્યાં સુધી દેવાની રકમ પરત નહીં કરે ત્યાં સુધી ઈંધણનો પુરવઠો પુનઃશરૂ કરશે નહીં

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો