તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન લઇને લોન ચૂકવતું પાકિસ્તાન:ઈમરાન સરકારે ચીન પાસેથી એક અબજ ડોલર ઉધાર લઇને સાઉદી અરબની લોનનો હપ્તો ચૂકવ્યો, હજુ બે અબજ ડોલર આપવાના છે

ઇસ્લામાબાદ9 મહિનો પહેલા
ઇમરાન ખાન, ફાઇલ
 • સાઉદી અરબે દોઢ વર્ષ પહેલા પાકિસ્તાનને દેવાળુ ફૂંકવાથી બચાવવા માટે 3 અબજ ડોલર આપ્યા હતા
 • સાઉદીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો નહીં, OICની મિટીંગનો પણ ઇનકાર કર્યો

પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે સંબંધોમાં જે ખટાશ આવી છે, તે હવે આર્થિક સ્તરે પણ દેખાઇ રહી છે. ચીન તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાને તાજેતરમાં જ ચીન પાસેથી એક અબજ ડોલર ઉધાર લઇને સાઉદી અરબે આપેલી લોનનો હપ્તો ચૂકવ્યો છે. દોઢ વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાન દેવાળુ ફૂંકવાની તૈયારીમાં હતું ત્યારે સાઉદીએ 3 અબજ ડોલર (લગભગ 22 હજાર કરોડ રૂપિયા)ની લોન આપી હતી.

કાશ્મીર મુદ્દાના લીધે પાકિસ્તાન અને સાઉદીના સંબંધોમાં કડવાશ આવી હતી. પાકિસ્તાનની ઇચ્છા હતી કે આ મુદ્દાની ચર્ચા માટે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (OIC)ની અર્જન્ટ મીટિંગ બોલાવવામા આવે. પરંતુ સાઉદી અરબ અને UAE આ મીટિંગ માટે તેમજ કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર ન હતા.

લોન લઇને લોન ચૂકવતી સરકાર
લગભગ દોઢ વર્ષ પહેલા પાકિસ્તાન દેવાળુ ફૂંકવાની તૈયારીમાં હતું. IMF અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક લોન માટે આકરી શરતો મુકી રહ્યા હતા. ત્યારે સાઉદી અરબે પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોન આપી હતી. UAEએ પણ મદદ કરી હતી. હવે સાઉદી અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી છે તેથી ઈમરાન સરકારે ચીન પાસેથી લોન લઇને સાઉદીની લોનનો પહેલો હપ્તો ચૂકવ્યો છે.

ઈમરાને સંબંધ બગાડ્યા
5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાને એક વર્ષ પૂર્ણ થયું હતું. એક કાર્યક્રમમાં ઈમરાને સાઉદી અરબનું નામ લીધા વિના કહ્યું- કાશ્મીર મામલે આપણી સાથે કોઇ અવાજ ઉઠાવતું નથી. કારણ કે આપણામાં (ઇસ્લામિક દેશો)માં એકતા નથી. બાકી બધુ તો છોડો, આ મામલે આપણે OICની એક મીટિંગ પણ બોલાવી શકતા નથી. એ જ દિવસે સાંજે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું- સાઉદી અને ખાડીના અમીર દેશ એટલા માટે સાથે નથી આવતા કારણ કે ભારત સાથે તેમના આર્થિક સંબંધો છે. પાકિસ્તાન હવે OICનો વિકલ્પ શોધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો