અનવર ઈબ્રાહિમ મલેશિયાના નવા વડાપ્રધાન બન્યા:ભ્રષ્ટાચારના આરોપમાં એક દાયકા સુધી જેલમાં રહ્યા, કિંગ સુલતાન અબ્દુલ્લાએ કરી નિમણૂક

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

અનવર ઈબ્રાહિમએ ગુરુવારે મલેશિયાના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા. મલેશિયામાં 19 નવેમ્બરે ચૂંટણી થઈ ત્યારથી મડાગાંઠ ચાલી રહી હતી. દરમિયાન કિંગ સુલતાન અબ્દુલ્લાએ અનવરને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. 2018થી મલેશિયામાં ત્રણ ચૂંટણી યોજાઈ છે. અનવર ઈબ્રાહિમ વર્ષ 1990માં નાયબ વડાપ્રધાન હતા અને 2018માં તેઓ વડાપ્રધાન બનતા રહી ગયા હતા.

મલેશિયાના કિંગ સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહ પાસે વડાપ્રધાનની નિમણૂક કરવાની સત્તા છે. આ માટે તમામ પક્ષોએ તેમની સામે બહુમત સાબિત કરવાનું હોય છે. અનવર લાંબા સમયથી ઈન્ડોનેશિયામાં વિરોધ પક્ષના નેતા છે. પાંચ દિવસ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં અનવર ઈબ્રાહિમનું સમર્થન ધરાવતા ગઠબંધન પકતાન હરાપાતે 82 બેઠક જીતી હતી.

ભ્રષ્ટાચારના આરોપો
મલેશિયાના નવા વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ભ્રષ્ટાચારના આરોપમાં લગભગ એક દાયકા સુધી જેલમાં રહ્યા હતા. જોકે તેમના સમર્થકો તેમના પરના આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યા છે. હવે વડાપ્રધાન બન્યા બાદ બજારમાં પણ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. તેમના સમર્થકો માને છે કે હવે મલેશિયામાં મજબૂત અને સ્થિર સરકાર બનશે, એક સમર્થકે કહ્યું, અમે ધર્મ અને જાતિના આધારે વધુ વિભાજિત દેશમાં રહી શકતા નથી. આનાથી આપણે દસ વર્ષ પાછળ જતા રહીશું.

2018થી રાજકીય ઊથલપાથલ ચાલુ
મલેશિયામાં વર્ષ 2018થી રાજકીય ઊથલપાથલ ચાલી રહી છે. ઇબ્રાહિમ અનવરની પાર્ટીએ આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી જીતી હતી. આને કારણે મલેશિયાના રાજકારણમાં ત્યાંના મુખ્ય રાજકીય ગઠબંધન બારીસન નેશનલનું વર્ચસ્વ સમાપ્ત થયું. ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રઝાકના અબજો ડોલરના કેસમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ પાર્ટીને ફરીથી બહુમતી મળી નથી. આ કૌભાંડ માટે નજીબને 12 વર્ષની સજા થઈ છે. વર્ષ 2020માં પણ જ્યારે અનવર વડાપ્રધાન બનવાના હતા ત્યારે તેમની પાર્ટીના કેટલાક નેતાઓ વિરોધ પક્ષમાં સામેલ થઈ ગયા હતા. એ બાદ સરકાર પડી ગઈ હતી.