અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા પછી તાલિબાનને ઝટકો લાગવાની શરૂઆત થઈ ગઈ છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ(IMF)એ તાલિબાનના કબજાવાળા અફઘાનિસ્તાન પર તેના સંશાધનોના ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકાએ 706 અબજ રૂપિયાની સંપત્તિને ફ્રીઝ કરી દીધી હતી.
IMFએ ઈમરજન્સી રિઝર્વને બ્લોક કર્યું
ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ એટલે કે IMFના નિર્ણય પછી તાલિબાનના કબજાવાળા અફઘાનિસ્તાન હવે IMFના સંશાધનનો ઉપયોગ કરી શકશે નહિ. આ સિવાય તેને બીજી કોઈ પણ પ્રકારની મદદ પણ મળશે નહિ. ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે 46 કરોડ અમેરિકન ડોલર એટલે કે 3416.43 કરોડ રૂપિયાના ઈમરજન્સી રિઝર્વ સુધી અફઘાનિસ્તાનની પહોંચને બ્લોક કરવાની જાહેરાત કરી છે.
હવે કંગાળ રહેશે તાલિબાન
ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ પહેલા મંગળવારે અમેરિકાએ અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના લગભગ 9.5 અબજ ડોલર એટલે કે 706 અબજ રૂપિયાથી વધુની સંપતિને ફ્રીઝ કરી દીધી હતી. એટલું જ નહિ દેશના પૈસા તાલિબાનના હાથમાં ન જતા રહે, તેના માટે અમેરિકાએ હાલ અફઘાનિસ્તાનને કેશનો સપ્લાઈ પણ રોકી દીધો છે. એવામાં તાલિબાને ભલે બંદૂકના બળ પર 20 વર્ષમાં ફરી અફઘાનિસ્તાન પર કબજો કર્યો હોય પરંતુ તે કંગાળ જ રહેશે.
તાલિબાને કારગો મુવમેન્ટને રોકી
ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડો.અજય સહાયે આયાત-નિકાસ પર તાલિબાનના બેનની પુષ્ટિ કરી છે. ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં ડો.સહાયે કહ્યું કે તાલિબાને હાલ તમામ કાર્ગો મુવમેન્ટને રોકી દીધી છે. જોકે અમારો માલ મોટાભાગે પાકિસ્તાનના રસ્તે સપ્લાઈ થતો હતો, જેની પર હાલ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમારી નજર છે, જેથી અમે સપ્લાઈને શરૂ કરી શકીએ. જોકે હાલ તાલિબાને એક્સપોર્ટ-ઈમ્પોર્ટને રોકી દીધુ છે.
ડ્રાય ફ્રુટના ભાવ વધી શકે છે
ભારત ખાંડ, ચા, કોફી, મસાલો સહિત અન્ય વસ્તુઓની નિકાસ કરે છે. જોકે મોટા સ્તરે ડ્રાઈ ફ્રૂટ્સ, ડુંગળી વગેરેની આયાત કરવામાં આવે છે. હાલ એવી પણ ચર્ચા થઈ રહી છે કે અફઘાન સંકટના કારણે આવનારા દિવસમાં ડ્રાઈ ફ્રૂટ્સના ભાવ વધી શકે છે. કારણ કે ભારત લગભગ 85 ટકા ડ્રાઈ ફ્રૂટસ અફઘાનિસ્તાનમાંથી આયાત કરે છે. આ પહેલા તાલિબાને જાહેરાત કરી હતી કે તે ભારત સાથે સારો સંબંધ ઈચ્છે છે. જોકે તાલિબાનીના બોલવા અને ચાલવામાં ફરક છે. આ કારણે હાલ કઈ પણ કહેવું મુશ્કેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.