અંતરિક્ષના પ્રારંભની ઝલક જોવા મળી:જેમ્સ વેબ ટેલિસ્કોપે મોકલી સૌ પ્રથમ તસવીર; NASAએ કહ્યું- આપણે 13 અબજ વર્ષ પાછળ જોઈ રહ્યા છીએ

3 મહિનો પહેલા

અમેરિકાના સ્પેસ એજન્સી નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે. તે હાઈ રિઝોલ્યુશનવાળી બ્રહ્માંડની પ્રથમ રંગીન તસવીર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને વ્હાઈટ હાઉસ બ્રીફિંગમાં આ અંગે માહિતી આપી હતી. બાઈડને કહ્યું કે આજે એક ઐતિહાસિક દિવસ છે. તે અમેરિકા અને સમગ્ર માનવતા માટે ઐતિહાસિક છે. આ તસવીર દર્શાવે છે કે અમેરિકાએ કેટલું મોટું કાર્ય કરી શકે છે.

નાસાના હેડ બિલ નેલ્સને આ સફળતા અંગે કહ્યું કે અમે 13 અબજ વર્ષ પાછળ વળીને જોઈ રહ્યા છીએ. આ નાના કણો પૈકી એકમાં જે પ્રકાશ જોઈ રહ્યા છો તે 13 અબજ વર્ષથી યાત્રા કરી રહ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે આ આપણા સૌને માટે ખૂબ જ ઉત્સાહજનક ક્ષણ છે. આજે બ્રમ્હૃાંડ માટે નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી છે.

75 હજાર કરોડ ખર્ચથી તૈયાર થયું
નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે ગયા વર્ષે 25 ડિસેમ્બરના રોજ એરિયન રૉકેટ મારફતે ફ્રેંચ ગુયાના સ્થિત લૉચિંગ બેઝથી લૉંચ કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપને નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી તથા કેનેડિયન સ્પેસ એજન્સીએ તૈયાર કર્યું છે. તેની પાછળ આશરે રૂપિયા 75 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે વિશ્વનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. તેની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ધરતી પર ઉડી રહેલા પક્ષીને અંતરિક્ષમાંથી સરળતાથી ડિટેક્ટ કરી શકાય છે.

નાસાના બીજા વડાના નામે ટેલિસ્કોપ
આ પ્રોગ્રામ અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો ઈન્ટરનેશનલ સ્પેસ સાયન્સ પ્રોજેક્ટ છે. તેનું નામ નાસાના બીજા વડા 'જેમ્સ વેબ'ના નામ પરથી રાખવામાં આવ્યું છે. નાસાએ આ ટેલિસ્કોપમાં સમય સાથે અનેક અત્યાધુનિક ટેકનોલોજીને જોડી છે. તેનાથી બ્રહૃાંડના અનેક રહસ્યો સામે આવી શકે છે.

એલિયન્સની પણ ભાળ મેળવી શકાશે
​​​​​​​
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વર્ષ 1990માં મોકલવામાં આવેલા હર્બલ ટેલિસ્કોપની તુલનામાં 100 કરતાં વધારે શક્તિશાળી છે. તેના મારફતે બ્રહૃાંડની પ્રારંભિક સમયગાળામાં તૈયાર ગેલેક્સી, ઉલ્કાપિંડ અને ગ્રહોની ભાળ મેળવી શકાય છે. આ ટેલિસ્કોપ બ્રહૃાંડના રહસ્યો પરથી પડદો ઉતારવા સાથે એલિયન્સની ઉપસ્થિતિ અંગે પણ ભાળ મેળવી શકાશે. તેના મારફતે વૈજ્ઞાનિકો બ્રહૃાંડના અનેક રહસ્યોનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરશે.

અન્ય સમાચારો પણ છે...