વિશ્વમાં વધી રહી છે ચીનના પોલીસ સ્ટેશનોની સંખ્યા:ડ્રેગનના 21 દેશોના 25 શહેરોમાં ગેરકાયદેસર પોલીસ સ્ટેશન, અહીં પોતાના જ નાગરિકો પર ત્રાસ ગુજારી રહ્યું છે

ટોરેન્ટો (કેનેડા)25 દિવસ પહેલા
આ નેધરલેન્ડમાં બનાવવામાં આવેલ એક ગેરકાયદે ચીનના પોલીસ સ્ટેશનની તસવીર છે.
  • ચીન અન્ય દેશોમાં પણ પોતાની જાળી ફેલાવી રહ્યું છે

એક એક્ટિવિસ્ટ ગ્રુપે દાવો કર્યો છે કે ચીન દુનિયાભરમાં ગેરકાયદેસર પોલીસ સ્ટેશન શરુ કરી રહ્યું છે. રાજકીય કાર્યકરો અને અન્ય દેશોમાં અહીં રહેતા ચીની નાગરિકોને બંધક બનાવીને રાખવામાં આવી રહ્યા છે. અન્ય દેશોમાં ચીનની આવી દખલગીરી એ જોખમનો બેલ છે.

કેટલાક અહેવાલોને ટાંકીને ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરિટીએ કહ્યું- ચીને નેધરલેન્ડ, કેનેડા, આયર્લેન્ડ, નાઈજીરીયા સહિત 21 દેશોના 25 શહેરોમાં ગેરકાયદેસર પોલીસ સ્ટેશનો ઉભા કર્યા છે. આ કોઈપણ દેશની સાર્વભૌમત્વ અને સુરક્ષાને સીધી અસર કરે છે.

ગેરકાયદે પોલીસ સ્ટેશનના સમાચાર સામે આવ્યા બાદ કેનેડા અને નેધરલેન્ડે આ મામલે તપાસ શરૂ કરી છે.
ગેરકાયદે પોલીસ સ્ટેશનના સમાચાર સામે આવ્યા બાદ કેનેડા અને નેધરલેન્ડે આ મામલે તપાસ શરૂ કરી છે.

ગેરકાયદેસર પોલીસ સ્ટેશનના માત્ર 2 હેતુઓ
ઈન્ટરનેશનલ ફોરમે સ્પેનના સિવિલ સાઈટ ગ્રૂપને ટાંકીને કહ્યું કે ચીનના ફુઝોઉ અને કિંગ્ટિઆન શહેરોમાં બેઠેલા અધિકારીઓ ગેરકાયદે પોલીસ સ્ટેશનોને ચલાવી રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ અહીં લોકોને કેદ કરવામાં આવી રહ્યા છે.

આ પોલીસ સ્ટેશનોના બે જ હેતુ છે. પ્રથમ- અન્ય દેશોમાં રહેતા ચીની વિદેશીઓને ચીન પાછા ફરવા સમજાવવા. બીજું- ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને પ્રમુખ શી જિનપિંગ સામે અવાજ ઉઠાવનારાઓને ડરાવવા, ધમકાવવા અને ત્રાસ ગુજારવો.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પણ આવો જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સાંસદ સારાએ કહ્યું કે દેશમાં ગેરકાયદેસર કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે.
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પણ આવો જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સાંસદ સારાએ કહ્યું કે દેશમાં ગેરકાયદેસર કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે.

ચીનનો જવાબ સ્પષ્ટ નથી
આ મામલે ચીન તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. જો કે ચીનના સરકારી અધિકારીઓએ પણ આ દાવાને નકારી કાઢ્યો નથી. કેનેડામાં આવેલ ચીનના એમ્બેસીનું કહેવું છે કે આ પોલીસ સ્ટેશનો દેશમાં રહેતા ચીની નાગરિકોની મદદ માટે બનાવવામાં આવ્યા છે. ફોરમના જણાવ્યા અનુસાર કેટલાક દસ્તાવેજો પણ સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગેરકાયદેસર પોલીસ સ્ટેશન ઘણા વર્ષો જૂના છે, તેમની માહિતી હાલમાં જ સામે આવી છે.

ચીન અન્ય દેશોની જાસૂસી કરે છે
આ રીતે ચીન આફ્રિકામાં જાસૂસી કરતું હતું. હવે તે અન્ય દેશોમાં પણ પોતાની જાળી ફેલાવી રહ્યું છે. 2018માં ઇથોપિયાની રાજધાનીમાં આદિસ અબાબામાં આફ્રિકન યુનિયન બિલ્ડિંગમાં કેટલાક સર્વર મળી આવ્યા હતા. ચીને એક ડિજિટલ નેટવર્ક બનાવ્યું હતું જેના દ્વારા ગુપ્ત ડેટા અને વીડિયો ચીનની સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

2015 થી, ચીને 99 કાર્યકર્તાઓને બળજબરીથી માનસિક હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ત્રાસ આપ્યો છે.
2015 થી, ચીને 99 કાર્યકર્તાઓને બળજબરીથી માનસિક હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ત્રાસ આપ્યો છે.

ટ્રેનિંગ સેન્ટર અને સાઈકેટ્રિક હોસ્પિટલ પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા
આ પહેલીવાર નથી જ્યારે ચીન પોતાના જ નાગરિકોને પરેશાન કરી રહ્યું છે. આ પહેલા એક માનવાધિકાર સમૂહે દાવો કર્યો હતો કે ચીન માનસિક રોગી હોસ્પિટલોમાં રાજકીય કેદીઓ અને એક્ટિવિસ્ટિ્સ ને સજા કરી રહ્યું છે. તેને વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટર અને સાયકિયાટ્રીક હોસ્પિટલમાં તેમને સારવારના બહાને દાખલ કરવામાં આવે છે. અહીં તેમને માર મારવામાં આવે છે, વીજકરંટ આપવામાં આવે છે. ક્યારેક તો તેઓને મહિનાઓ સુધી રૂમમાં પુરી દેવામાં આવે છે.

ઉઇગર મુસ્લિમોની બળજબરીથી નસબંધી
ચીનના સરકારી અધિકારીઓ લઘુમતીઓને અટકાયત કેન્દ્રોમાં કેદ કરીને રાખે છે. અહીં તેઓ બળજબરીથી દવાઓ આપે છે. તેમના પર પરિવાર નિયોજન અને જન્મ નિયંત્રણ નીતિઓની ભેદભાવપૂર્ણ નીતિ લાગુ કરવામાં આવે છે. ચીન પર અનેકવાર આરોપ લગાવવામાં આવ્યો છે કે ડિટેન્શન સેન્ટરમાં લોકોના અંગો પણ બહાર કાઢવામાં આવે છે.

ચીન ઇચ્છતું ન હતું કે માનવાધિકાર સંબંધિત યુએનનો રિપોર્ટ પ્રકાશિત થાય

ચીનના શિનજિયાંગ વિસ્તારમાં ઉઇગર, વંશીય અને ધાર્મિક લઘુમતીઓ ક્રૂરતાનો શિકાર બની રહી છે. અહીં લોકોના માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવે છે. તેમને બંધક રાખવામાં આવ્યા છે. યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કમિશનના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ચીન ઈચ્છતું નથી આ અહેવાલ પ્રકાશિત થાય. જિનપિંગ સરકારે કહ્યું કે આ રિપોર્ટ ચીનની છબી ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...