બાઈડેન સાથેની બેઠકમાં જિનપિંગની ધમકી:ચીને કહ્યું- આગ સાથે રમશો તો સળગી જશો, તાઇવાનનું સમર્થન કરવું તે અમેરિકા માટે ખતરનાક

વોશિંગ્ટન16 દિવસ પહેલા
ચીનના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે મળેલી બેઠકમા તૈવાન મુદ્દે ચીને પોતાનું વલણ સ્પષ્ટ જણાવી દીધું હતું.
  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઇવાન મુદ્દે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું

તાઇવાનની આઝાદીનું સમર્થન કરી રહેલા અમેરિકાને ચીને ફરી એક વખત ધમકી આપી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વ્હાઇટ હાઉસમાં ચાલી રહેલા વર્ચ્યુઅલ શિખર સમ્મેલનમાં અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાઇવાનનું સમર્થન કરવું તે અમેરિકા માટે આગ સાથે રમવા સમાન છે, જેઓ આગ સાથે રમશે તેઓ સળગી જશે.

તાઇવાનના મુદ્દા પર ચાલી રહેલા આ શિખર સમ્મેલનનો ઉદ્દેશ્ય બે મહાસત્તા વચ્ચે ચારી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો છે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિએ જો બાઈડેનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. અમેરિકાએ કહ્યું હતું કે અમેરિકાના કેટલાક લોકો ચીન પર નિયંત્રણ મેળવવા માટે તાઇવાનનો ઉપયોગ કરવા માંગે છે. પરંતુ આ ખતરનાક છે અને આગ સાથે રમવા સમાન છે.

અમેરિકા સાથે કડવા સંબંધો
દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થા અને મહાસત્તા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં કડવાશ આવી રહી છે. પહેલા કોરોનાને કારણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ચીન સાથેના સંબંધો બગડ્યા હતા. ત્યારબાદ તાઇવાન પર વધતા દબાણથી જો બાઈડેન વહીવટીતંત્ર અસંમત થયું. તાઇવાન સામે કરવામાં આવી રહેલા ચીનના દબાણથી હવે અમેરિકા સામે આવી આગતું છે, જેથી ચીને પણ પોતાનો ઇરાદો સ્પષ્ટ જણાવી દીધો છે.

ચીનના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક મળી હતી.
ચીનના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક મળી હતી.

ચીનની ઘુસણખોરી બાદ બગડ્યા સંબંધો
ચીને ગયા દિવસોમાં તાઇવાનની સરહદમાં ઘુસણખોરી કરી હતી. લગભગ બે ડઝન ચીનના ફાઇટર જેટ તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. ત્યાર બાદ અમેરિકાએ તાઇવાનનું સમર્થન કર્યું હતું, જેથી હવે ચીન વધુ આક્રમક થઈ ગયું છે.

હોંગકોંગ-તિબ્બતમા માનવાધિકારો પર બાઈડેન ચિંતિત
વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને શીનજિયાંગ, તિબ્બત અને હોંગકોંગમાં ચીનની પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. બાઈડેને કહ્યું કે અમેરિકન કામદારોને ચીનના અન્યાયી વ્યવહાર અને આર્થિક વ્યવહારથી સુરક્ષિત રાખવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે એક સ્વતંત્ર હિન્દુ-પ્રશાંત ક્ષેત્રના મહત્વ પર પણ ચર્ચા કરી હતી. આ ક્ષેત્ર માટે અમેરિકાની કટિબદ્ધતા બાબતે પણ ચીનને જણાવવામાં આવ્યું હતું.