તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે સારા સમાચાર આવ્યા:અમેરિકા કોરોનામુક્ત થયું, રાષ્ટ્રપતિ બાઇડને જ કરી જાહેરાત કે હવે સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કની જરૂર નથી

3 મહિનો પહેલા
  • અમેરિકામાં 12 કરોડ લોકોએ રસીના સંપૂર્ણ ડોઝ લીધા છે, કુલ 36% લોકો ફુલી વેક્સિનેટેડ

એક બાજુ દુનિયાના મોટા ભાગના દેશો કોરોનાવાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે અમેરિકાના લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકામાં હવે સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ થયેલા લોકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી નથી. આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ કહી છે. જોકે તેમણે સાથે કડક શબ્દોમાં એવું પણ કહ્યું છે કે જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. જો બાઈડને તેમની જાહેરાતમાં ખુશી વ્યક્ત કરી છે કે દેશમાં મોટા ભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે.

અમેરિકામાં 36% લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ
અમેરિકાની કુલ સંખ્યા 33.1 કરોડની છે. https://ourworldindata.org/ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, અમેરિકામાં અત્યારસુધીમાં 26.5 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 12 કરોડ લોકો ફુલી વેક્સિનેટેડ છે. આમ, અત્યારે હાલ અમેરિકાની કુલ વસતિના 36% લોકો ફુલી વેક્સિનેટેડ થઈ ગયા છે, તેથી હવે અમેરિકાની સરકાર દ્વારા તેમને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં છૂટ આપવામાં આવી છે.

જો બાઈડને CDCનાં વખાણ કર્યાં, કહ્યું- વેક્સિન લો અથવા માસ્ક પહેરો
સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના પ્રયત્નોનાં વખાણ કરતાં રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે જો તમે સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ થઈ ગયા છો તો તમારે માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. એક વર્ષની સખત મહેનત અને આટલા લોકોની કુરબાની પછી હવે આ નિયમ સિમ્પલ છે કે વેક્સિન લો અથવા માસ્ક પહેરો. તેમણે કહ્યું હતું કે અમેરિકાના લોકો માટે આ રાહતના સમાચાર તો છે, પરંતુ સાથે જવાબદારીઓ પણ વધી છે. જેમણે વેક્સિન નથી લીધી તે લોકો માટે કડક નિયમોનું પાલન કરવું હજી એટલું જ જરૂરી છે.

CDCએ કહ્યું- વેક્સિન લઈ ચૂકેલા લોકો માસ્ક વગર કામ પર જઈ શકે છે
અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ જણાવ્યું હતું કે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યા વગર ફરીથી તેમના કામ પર જઈ શકે છે. જોકે રાજ્ય, સ્થાનિક, આદિવાસી અથવા રાજકીય કાયદાઓ, લોકલ બિઝનેસ અને વર્કપ્લેસ ગાઈડલાઈન્સ પ્રમાણે જ્યાં માસ્ક પહેરવું ફરજિયાત છે ત્યાં માસ્ક પહેરવું પડશે.

12 વર્ષથી ઉપરનાં બાળકોને પણ વેક્સિનની મંજૂરી.
12 વર્ષથી ઉપરનાં બાળકોને પણ વેક્સિનની મંજૂરી.

બાળકોનું વેક્સિનેશન પણ હવે વધારવામાં આવશે
નોંધનીય છે કે અમેરિકામાં કોરોના વિરુદ્ધ ટક્કર આપવામાં વેક્સિન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. યુવા વર્ગમાં ઘણા લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફાઈઝર બાયોએનટેકની વેક્સિનને 12 વર્ષથી ઉપરનાં બાળકોને આપવાની મંજૂરી આપી દીધી છે. એને કારણે દેશમાં વેક્સિનેટેડ કાર્યક્રમ વધારે ઝડપી બનવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...