આજે મધ્યસત્રની ચૂંટણી:અમેરિકામાં ટ્રમ્પ સમર્થકો હારશે તો મોટા પાયે હિંસા ભડકવાનો ખતરો

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિ બાઈડેન અને પૂર્વ પ્રમુખ ટ્રમ્પની 2024ની દાવેદારી નક્કી થશે

અમેરિકામાં મંગળવારે મધ્યસત્રની મહત્ત્વપૂર્ણ ચૂંટણી યોજાશે. ઈતિહાસમાં પહેલીવાર આવું થશે કે જ્યારે અમેરિકી સમાજ વિભિન્ન મુદ્દાઓ પર વિભાજિત છે. દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ જાહેરમાં કહ્યું છે કે જો તેમની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો ચૂંટણી હારશે તો તે ચૂંટણીનાં પરિણામોને સ્વીકારવાના નથી.

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ તેના માટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર આકરું પ્રચારયુદ્ધ પણ છેડ્યું છે. ટ્રમ્પ સમર્થકો બાઈડેન સરકાર પર ભેદભાવ કરવાનો આરોપ મૂકી રહ્યા છે. બાઈડેને મધ્યસત્ર ચૂંટણીને અમેરિકાનાં લોકશાહી મૂલ્યો માટે મોટી પરીક્ષા ગણાવી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ સમર્થકો ચૂંટણીમાં ગેરરીતિનો દુષ્પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીનાં પરિણામો રાષ્ટ્રપતિ બાઈડેન અને પૂર્વ પ્રમુખ ટ્રમ્પની 2024ની ચૂંટણીમાં પોત-પોતાની પાર્ટી તરફથી દાવેદારીનો આધાર નક્કી કરશે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની 435, સેનેટની 35 સીટો પર ચૂંટણી

  • એફબીઆઈના ગુપ્તચર અહેવાલ અનુસાર ટ્રમ્પબ્લિક(ટ્રમ્પ સમર્થક રિપબ્લિક) પરાજય બાદ કેપિટલ હિંસાથી પણ મોટી તૈયારીમાં છે.
  • હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની તમામ 435 અને સેનેટની 100માંથી 35 સીટો પર આ વખતે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ રહી છે.
  • રિપબ્લિકન પાર્ટીએ મધ્યસત્ર ચૂંટણીમાં આ વખતે પ્રચાર પાછળ ગત વખતની તુલનાએ 140 ટકા વધુ ખર્ચ કર્યો છે.

રાષ્ટ્રપતિ બન્યા પછી બાઈડેનની આ પ્રથમ અગ્નિપરીક્ષા ગણાશે
બાઈડેન 2020માં રાષ્ટ્રપતિ બન્યા હતા. બે વર્ષ પછી યોજાઈ રહેલી મધ્યસત્ર ચૂંટણી બાઈડેન માટે પ્રથમ અગ્નિપરીક્ષા સાબિત થશે. બાઈડેનની લોકપ્રિયતા હાલના સમયે માઈનસ 40 પોઈન્ટ ઓછી ચાલી રહી છે. એવામાં તેમના માટે પાર્ટીને જીતાડવી મોટો પડકાર છે.

ગન કન્ટ્રોલ, ગર્ભપાત, મોંઘવારી અને જાતિવાદના મુદ્દા ચર્ચામાં
મધ્યસત્ર ચૂંટણીમાં ગન કન્ટ્રોલ, ગર્ભપાત પર રોક અંગે સુપ્રીમનો નિર્ણય, વધતી મોંઘવારી અને જાતિવાદ જેવા મુદ્દા પણ છવાયા છે. અમેરિકાના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર આવું બને છે જ્યારે અનેક મુદ્દે અમેરિકી લોકોનો જુદો જુદો અભિપ્રાય છે.

પોલમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો ભવ્ય વિજય થવાની શક્યતા
સિએના-એનવાયટી, સીએનએન અને ગેલપ પોલ મુજબ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો ભવ્ય વિજય થઈ શકે છે. પોલ મુજબ ટ્રમ્પની પાર્ટી સેનેટમાં બહુમત મેળવી લેશે. હાલ રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના 50-50 સેનેટર છે. નીચલા ગૃહમાં પણ બહુમત મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...