જો કોઈ બાળક સામાન્ય કે ઓછી આવક વર્ગવાળા પરિવારમાંથી આવે છે અને તેની દોસ્તી અમીર પરિવારના બાળકો સાથે થઈ જાય છે, તો એ બાબતની પ્રબળ શક્યતા છે કે ભવિષ્યમાં તેનું જીવન સ્તર ઊંચું આવશે. આવી દોસ્તીને ક્રોસ-ક્લાસ ફ્રેન્ડશિપ કહેવામાં આવે છે. જાપાનની રહેવાસી બૉવી એક ગરીબ પરિવારમાં ઉછરેલી હતી. તેના માતા-પિતાની પાસે નોકરી નહોતી અને રહેવાનું ઘર પણ નહોતું. પરંતુ તેનું ભણતર એવી સ્કૂલમાં થયું, જ્યાં ઉચ્ચ આવક વર્ગવાળા પરિવારોના બાળકો અભ્યાસ કરતા હતા.
આ કારણે બૉવીની તેમની સાથે દોસ્તી થઈ અને તેમનાથી પ્રેરિત થઈને આજે તે એક પ્રતિષ્ઠિત વકીલ બની ચૂકી છે. હાલમાં જ સોશિયલ મીડિયાના 25થી 44 વયજૂથના 7.2 કરોડ યૂઝર્સનો એક સરવે થયો. તેમાં 84% લોકો અમેરિકાના છે. જો ઓછી આવક વર્ગવાળા બાળકોના પડોશમાં અમીર બાળકો રહે છે અને તેઓ તેમની સાથે ખાવા-પીવાનું કરે છે કે સાથે રમે છે તો તેની શક્યતા 20% છે કે તેઓ આગળ જતાં વધુ કમાણીના રસ્તે આગળ વધશે. તેનું કારણ એ છે કે દોસ્તીની છાપ મનુષ્યો પર વધુ થાય છેે. તેઓ પણ ઈચ્છે છે કે તેમની પાસે દરેક સુવિધા હોય, જેને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરે છે. પરંતુ અમીરો સાથેની નિકટતા પૂરતી નથી. સાથોસાથ બાળકો અલગ-અલગ ક્લાસના લોકોથી દોસ્તી કરે છે તો તેમાં ખુલ્લાપણું આવે છે અને તેઓ અસમાનતા દૂર કરી દે છે. યૂઝર્સ પર સ્ટડીમાં શોધકર્તાઓઅે સૌથી પહેલા એ જાણ્યું કે તેઓ ક્યાં રહેતા હતા અને તેમના અમીર દોસ્ત કેટલા હતા.
કોલેજોમાં ક્રોસ-ક્લાસ ફ્રેન્ડશિપ વધારી શકાય છે
બે અલગ-અલગ વર્ગના લોકોમાં દોસ્તીની શક્યતા કોલેજ ટાઇમ દરમિયાન સૌથી વધારે રહે છે. સ્ટુડન્ટ્સને પોતાના રૂમમેટ પસંદ કરવાની આઝાદી આપવાને બદલે ત્યાંનું મેનેજમેન્ટ તેમના રૂમમેટ નક્કી કરે. તેનાથી આર્થિક વિવિધતાવાળા લોકોમાં દોસ્તી થઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.