તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • If The Information Is Not Reliable, Google Will Notify Users And Alert Them There Is No Concrete Information On This Matter.

ભાસ્કર ખાસ:જો માહિતી વિશ્વસનિય નહીં હોય, તો ગૂગલ જ યુઝર્સને જણાવશે, એલર્ટ પણ કરશે- આ બાબતની ઠોસ માહિતી નથી

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટી, અધૂરી માહિતી રોકવા માટે ગૂગલ દ્વારા નવા ફિચરનું પરીક્ષણ

ટેક દિગ્ગજ ગૂગલે આખરે કહ્યું છે કે, આખરે કોઈ સર્ચ એન્જિન સર્વગુણ સંપન્ન ના હોઈ શકે. એટલે કંપની એક એવા ફિચરનું પરીક્ષણ કરી રહી છે, જેની મદદથી જો સર્ચ રિઝલ્ટ્સ વિશ્વસનિય નહીં હોય તો ગૂગલ પોતે જ યુઝર્સને તે વિશે માહિતી આપી દેશે. આ પહેલ ખોટી માહિતી સામે લડવાના ગૂગલના પ્રયાસનો હિસ્સો છે. ખાસ કરીને 2020ની અમેરિકન પ્રમુખની ચૂંટણી અને કોરોના મહામારીને લઈને ફેલાવાયેલી ખોટી માહિતીને ધ્યાનમાં રાખીને ટેક કંપનીએ આ પગલું લીધું છે. તે અંતર્ગત ગૂગલે સાંપ્રત વિષયો પર યુઝર્સને વધારાની માહિતી અને સંદર્ભ આપવાની દિશામાં કામ શરૂ કર્યું છે.

જોકે, ટેક નિષ્ણાતોનો દાવો છે કે, હાલ આ ફિચર અમુક જ સર્ચમાં દેખાય છે. ગૂગલ સર્ચના પબ્લિક લાયઝનિંગ હેડ ડેની સુલિવાન કહે છે કે, જ્યારે કોઈ યુઝર ગૂગલ પર સર્ચકરે છે, તો અમે સૌથી પ્રાસંગિક અને વિશ્વસનિય માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ બહુ બધી એવી માહિતી મળે છે, જે સંપૂર્ણપણે નવી છે. ખાસ કરીને બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ થઈ રહેલા વિષયોમાં આવું થતું હોય છે. તેમાં પહેલા અપાયેલી માહિતી વધુ વિશ્વસનિય ના હોય, એવું પણ થતું હોય છે. તે અંગે તપાસ કરવા અમે અમારી સિસ્ટમને એવી રીતે અપડેટ કરી છે કે, કયા વિષયોમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે તે જાણી શકાય. આ ઉપરાંત તેનાથી એ પણ જાણી શકાશે કે, તેને લગતા સ્રોત કેટલા વિશ્વસનિય છે.

હકીકતમાં ગૂગલે ગયા વર્ષે એપ્રિલમાં યુઝર્સને એ કહેવાનું શરૂ કર્યું હતું કે, જે તે સર્ચ રિઝલ્ટ્સ વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ ‘અબાઉટ’ બટન રજૂ કર્યું હતું, જે વધુ સંદર્ભ આપતું હતું. આ દરમિયાન ગૂગલ પર અનેકવાર આરોપ લાગ્યા છે કે, સામાન્ય રીતે ગૂગલ પર પૂછાતા સવાલ અમેરિકા પૂરતા હોય છે.

વિશ્વસનિય માહિતી નહીં હોય ત્યારે દેખાશે- પરિણામ ઝડપથી બદલાઈ રહ્યા છે
આ વાત ડેની સુવિવાલે ઉદાહરણ આપીને સમજાવી કે, નવા ફિચર હેઠળ ગૂગલ પર ‘યુએફઓ 106 એમપીએચ’ શોધવા થોડી માહિતી મળશે કે, ‘એવું લાગે છે કે, પરિણામો ઝડપથી બદલાઈ રહ્યા છે.’ આ ઉપરાંત અમે યુઝરને એવી સલાહ પણ આપી શકીએ છે કે, ‘આ વિષય નવો છે. તેથી વિશ્વસનિય સ્રોતો દ્વારા પરિણામો જોડવામાં થોડો સમય લાગી શકે છે.’ સોશિયલ મીડિયા પણ ઘણી ચર્ચા હોય, તો અમે એવું પણ કહી શકીએ છીએ કે, ‘આ મુદ્દા ટ્રેન્ડિંગ છે.’ અમે એવું પણ કહી શકીએ છીએ કે, ‘આ અંગે ઠોસ માહિતી નથી. આ વિષયમાં નવું કન્ટેન્ટ જરૂર આવશે.’

અન્ય સમાચારો પણ છે...