ચીનની ધમકી:પેલોસી તાઈવાન જશે તો તેમનું વિમાન હવામાં ફૂંકી મારીશું

| તાઈપે / નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકી પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીની ચાલુ મહિનાના અંતે તાઇવાનની યાત્રાને લઈને ચીન હુમલો કરવાની ફિરાકમાં છે. તેણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો પેલોસી તાઇવાન જશે તો તેમનું વિમાન હવામાં જ ઉડાડી નાખીશું. ચીનના આ વલણને જોઈ તાઈવાને બચાવમાં હાન કુઆંગ નામની મોટી વૉરગેમ છેડી છે.

તામસુઈ નદીમાં ચાલી રહેલી આ વૉરગેમમાં તાઈવાને ફાઈટર જેટ, ટેન્ક, નેવલ શિપ અને આર્મીના જવાનોને સામેલ કર્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદથી ચીનના તાઈવાન પર આક્રમણની આશંકાઓ વધી ગઇ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત મહિને કહ્યું હતું કે તાઇવાન પર કબજા માટે તે સૈન્ય હુમલો કરતા ખચકાશે નહીં. પેલોસી જો તાઇવાન જશે તો અમેરિકા તેનું કારણ હશે અને તાઈવાને તેનાં પરિણામો ભોગવવા પડશે. તાઇવાને ચીનના હુમલાની આશંકાથી દેશભરમાં રોજ 30 મિનિટની એર રેડ ડ્રિલ શરૂ કરી છે.

તો દુનિયાભરનું 92% સેમિ કન્ડક્ટર ચિપ ઉત્પાદન ઠપ થશે

  • ચીન હુમલો કેમ કરવા માગે છે?

તાઈવાનને ચીન 1949થી પોતાનો હિસ્સો માને છે. જોકે તાઈવાન ખુદને સ્વતંત્ર દેશ માને છે. તાઈવાનની લોકશાહી સરકાર ચીનના કમ્યુનિસ્ટ એજન્ડાનો વિરોધ કરે છે.

  • તાઈવાન ચીન માટે પડકાર છે?

ચીનથી 160 કિ.મી.ના અંતરે આવેલું તાઈવાન અમેરિકાનું સમર્થક છે. તાઇવાનમાં સૈન્ય તહેનાતીથી અમેરિકાને પેસિફિક મહાસાગરમાં ચીન પર લીડ મળે છે.

  • શું અમેરિકા હુમલાની સ્થિતિમાં તાઈવાનની મદદ કરશે?

ઔપચારિક રીતે અમેરિકા ચીનને માન્યતા આપે છે. અનૌપચારિત રીતે તાઇવાનને. અમેરિકા કહી ચૂક્યું છે કે હુમલાની સ્થિતિમાં તે ખુદ સામેલ નહીં થાય. તાઈવાનને બસ સપોર્ટ કરશે.

  • ચીનના હુમલાથી દુનિયા પર શું અસર થશે?

દુનિયાની 92 ટકા સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન તાઈવાનમાં થાય છે. યુદ્ધથી મોબાઈલ ફોન, લેપટોપ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, હથિયારો વગેરેના ઉત્પાદનો પર સંકટ સર્જાશે.

  • અમેરિકાનાં વ્યાપારિક હિત તાઇવાન સાથે કેવી રીતે જોડાયેલાં છે?

તાઈવાન પર કબજો કરવાથી ચીનના હાથમાં દુનિયાની સૌથી ટોચની ચિપ ફેક્ટરીઓ આવી જશે. તેની સીધી અસર અમેરિકા પર થશે. ગત દાયકાથી તાઇવાન અમેરિકાનાં હથિયારોનો મોટો આયાતકાર દેશ છે.

  • તાઈવાનને કયા કયા દેશો સમર્થન આપશે?

અમેરિકા સહિત ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ફ્રાન્સ અને જાપાન તાઈવાનને સમર્થન આપી શકે છે. રશિયા અને દ.કોરિયા ચીનને સમર્થન આપી શકે છે.

  • શું ચીન હુમલો કરી શકે છે?

કોસ્ટ બેનિફિટ થિયરી અનુસાર ચીન મોટા હુમલાથી બચશે. હા, તે હુમલાની ધમકી જરૂર આપશે. હોંગકોંગ અને મકાઉની જેમ ચીન, તાઈવાનને પણ મોડેથી પોતાની સાથે ભેળવી લેશે.

  • જિનપિંગની દાવેદારી સાથે જોડાયેલું છે?

જિનપિંગની વિદેશ નીતિમાં શક્તિપ્રદર્શન મુખ્ય એજન્ડા છે. પણ હાલ તે તાઈવાનનો મુદ્દો નહીં ઉઠાવે. પશ્ચિમી દેશો જિનપિંગને નવેમ્બરની ચૂંટણી પહેલાં તેમને ઘેરવા માટે તેને ઉઠાવી શકે છે.

  • ભારતનું સ્ટેન્ડ કેવું હશે?

હુમલો હાલ હાઈપોથેટિકલ છે. ભારત જાહેરમાં સ્ટેન્ડ નહીં આપે કેમ કે અમારું માનવું છે કે ચીને વન ઈન્ડિયાને સમર્થન આપવું પડશે એટલે આપણે પણ વન ચાઈનાની વાત માનવી પડશે.

અન્ય સમાચારો પણ છે...