તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:જો બાઇડેન ક્યુબાની દુર્દાંત ગ્વાટેનામો બૅ જેલ બંધ કરી દેવા માગે છે, અમેરિકા ત્યાં શકમંદ આતંકીઓને રાખે છે

ન્યુયોર્ક13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓબામાના 12 વર્ષ જૂના વચન પર આગળ વધવા તૈયારી

વિશ્વની સૌથી ખૂંખાર જેલોમાં સામેલ ક્યૂબાની ગ્વાટેનામો બૅ જેલ ફરી બંધ કરવા કવાયત થઇ રહી છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન આ જેલ બંધ કરવાના ઉપાય શોધી રહ્યા છે. વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે બાઇડેનનું લક્ષ્ય તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં આ જેલ બંધ કરવાનું છે. નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનાં પ્રવક્તા એમિલી હોર્ને કહ્યું કે વિવાદાસ્પદ જેલ બંધ કરવા સંરક્ષણ વિભાગ, રાજ્ય અને ન્યાય વિભાગો ભેગા મળીને કામ કરશે.

પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ તેમના કાર્યકાળમાં કહ્યું હતું કે તેઓ આ જેલ બંધ કરવા સંસદમાં પ્રસ્તાવ રજૂ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેની મંજૂરી નહીં અપાય તો તેઓ વીટો વાપરશે. જોકે, તેમની ઇચ્છા પૂરી નહોતી થઇ શકી જ્યારે તેમના અનુગામી ટ્રમ્પ આ જેલ બંધ કરવા નહોતા ઇચ્છતા. ક્યૂબા સ્થિત અમેરિકી સૈન્યના બેઝ નજીક ગ્વાટેનામો બૅમાં 40 કેદી છે. અમેરિકામાં 9/11ના આતંકી હુમલા બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે શકમંદ આતંકીઓને અહીં ખસેડ્યા હતા. 2002માં આ જેલની કેટલીક એવી તસવીરો સામે આવી હતી કે જેના કારણે અમેરિકાએ ટીકા સાંભળવી પડી હતી.

6 બાય 6 ફૂટની કોટડીમાં 12 કેદી, બોલવાની પણ મનાઇ
2002માં છૂટેલા કેટલાક કેદીઓએ કહ્યું હતું કે અમારા વાળ-દાઢી કાપીને ફ્લાઇટમાં આંખે પટ્ટી બાંધીને લઇ જવાયા. બેડીઓ પહેરાવીને 15 દિવસ પૂછપરછ કરાઇ. 6 બાય 6 ફૂટની પાંજરા જેવી કોટડીમાં ઠાંસી-ઠાંસીને 12 કેદી રખાયા હતા. શ્વાસ લેવો મુશ્કેલ હતું. એકબીજા સાથે વાત કરવાની પણ મનાઇ હતી. તે મોતથી ઓછું નહોતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો