તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયામાં કોરોનાના કેસનો આંક 11.12 કરોડને પાર થઈ ગયો છે. 8 કરોડ 77 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 24 લાખ 84 હજાથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.
વ્હાઇટ હાઉસમાં શ્રદ્ધાંજલિ
અમેરિકામાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક સત્તાવાર રીતે 5 લાખને પાર થઈ ગયો છે. જો કે, worldometers અને અન્ય કોવિડ ટ્રેકર વેબસાઇતે બે દિવસ પહેલા જ મૃત્યુ પામેલા લોકોનો આંક પાંચ લાખ જણાવી દીધો હતો. રાષ્ટ્રપતિ જો બાઈડેનની ઉપસ્થિતિમાં આ મહામારીના કારણે મૃત્યુ પામેલા લોકોને યાદ કરવામાં આવ્યા. વ્હાઇટ હાઉસમાં કેન્ડલ સાથે મૌન રહીને મૃત્યુ પામેલા અમેરિકનોનેશ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાઈડેને કહ્યું હતું કે, આપણે મજબૂતાઈ સાથે કોરોનાનો સામનો કરવો પડશે. આ ફ્ક્ત સંખ્યા નથી પરંતુ એક પડકાર છે. મહામારી સામેની લડત માટે ખોટી જાણકારીથી બચવું જોઈએ. એક વાત હું જરૂરથી કહેવા માંગીશ, 'જે લોકોએ આ મહામારીના કારણે પોતાનાઓને ગુમાવ્યા છે, હું તેમની પીડાને અનુભવી રહ્યો છું.'
અમેરિકાના ઈતિહાસમાં કોઈ એક કારણને લીધે કે એક સમયમાં આટલા મૃત્યુ ક્યારેય થયા નથી. બીજા વિશ્વયુદ્ધમાં લગભગ 4 લાખ 5 હજાર અમેરિકનો મૃત્યુને ભેટ્યા હતા. વિયતનામ વોરમાં 58 હજાર અને કોરિયા સાથેના યુદ્ધમાં 36 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટને આશંકા વ્યક્ત કરી છે કે 1 જૂન સુધી મહામારીના કારણે મૃત્યુઆંક 5 લાખ 89 હજાર સુધી પહોંચી શકે છે.
ઈટલીએ WHOથી સાચી જાણકારી છુપાવી
‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈટલીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં WHOને મહામારી સબંધિત જાણકારી આપી ન હતી, જ્યારે દેશમાં કેસ મળવાના શરૂ થઈ ગયા હતા. ખરેખર, દુનિયાના તમામ દેશોએ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન (IHR)નું પાલન કરવું પડે છે.
વર્ષના શરૂઆતમાં જ બીમારી સબંધિત સેલ્ફ એસેસમેન્ટ રિપોર્ટ આપવો પડે છે. ઈટલીએ 4 ફેબ્રુઆરી 2020ના રોજ આ રિપોર્ટ તો આપ્યો હતો, પરંતુ તેમાં પોતાને લેવલ 5 પર બતાવ્યુ હતું. તેનો અર્થ એ છે કે કોઈ બીમારી સામે લડવાની તેની તૈયારીઓ યોગ્ય કક્ષાએ છે. રિપોર્ટ મુજબ, ઈટલીએ 2006 બાદ રાષ્ટ્રીય મહામારી નાબૂદએટલે કે મહામારી સામે લાદવાનો પ્લાન જ અપડેટ કર્યો ન હતો. દાવો કરવામાં આવ્યો હતી કે અમેરિકા કરતા પહેલા ઈટલીમાં મહામારીએ દેખા દીધી હતી. ચીન બાદ આ પ્રથમ દેશ હતો જ્યાં મહામારીના સૌથી પહેલા ફેલાઈ ચૂકી હતી.
બ્રિટન સરકારની તૈયારી
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે દેશમાં લોકડાઉન હટાવવાનો રોડમેપ જાહેર કર્યો હતો. 4 સ્ટેપમાં લોકડાઉન હટાવવામાં આવશે. જેની તારીખોની જેરાત કરતાં સમયે જોનસને કહ્યું હતું કે જોખમ હજી પણ યથાવત છે. આગામી મહીનામાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ અને મૃત્યુઆંક વધશે, કારણ કે કોઈપણ વેક્સિન સમગ્ર વસ્તીને 100% સુરક્ષાનો ભરોસોં આપી શકતી નથી. જોનસને વધુમાં જણાવ્યુ હતું કે રોડમેપના તમામ સ્ટેપ વચ્ચે 5 સપ્તાહનું અંતર રહેશે. કોઈપણ ઉતાવળ વ્હારેલું પગલું ફરીથી લોકડાઉન લગાવવાની પરિસ્થિતિને આમંત્રણ આપી શકે છે અને હું આ જોખમ ઉઠાવવા માંગતો નથી. તેમણે સાંસદોને કહ્યું હતું કે દરેક સ્ટેપમાં અમારા નિર્ણયો પર તારીખોના બદલે ડેટાની મહત્વની ભૂમિકા રહેશે.
તેમણે કહ્યું કે જેઓ જલ્દીથી લોકડાઉન હટાવવાની વાત કરી રહ્યા છે, હું તેમની સ્થિતિને સમજી શકું છું. લોકો જે તનાવ અનુભવી રહ્યા છે અથવા બિઝનેસમાં નુકસાની થઈ રહી છે તેમને મારી ખૂબ જ સહાનુભુતિ છે. PMએ કહ્યું કે લોકડાઉન હટાવવાની શરૂઆત શાળાઓથી થશે. દેશની તમામ શાળાઓ 8 માર્ચથી ફરી ખુલશે.
ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 28,826,307 | 512,590 | 19,114,140 |
ભારત | 11,015,863 | 156,498 | 10,710,483 |
બ્રાઝિલ | 10,197,531 | 247,276 | 9,139,215 |
રશિયા | 4,177,330 | 83,630 | 3,726,388 |
યૂકે | 4,126,150 | 120,757 | 2,548,621 |
ફ્રાન્સ | 3,605,181 | 84,306 | 247,127 |
સ્પેન | 3,133,122 | 67,101 | 2,497,956 |
ઈટલી | 2,809,246 | 95,718 | 2,324,633 |
તુર્કી | 2,638,422 | 28,060 | 2,523,760 |
જર્મની | 2,395,905 | 68,463 | 2,198,000 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબનાછે.)
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.