તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • If Biden Remembers The 5 Million Americans Who Died From Covid 19, Biden Said I Feel The Pain Of Their Families

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:જો બાઈડેને કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા 5 લાખ અમેરિકનોને યાદ કર્યા, બાઈડેને કહ્યું- હું તેમના પરિવારોની પીડાને અનુભવી રહ્યો છું

વોશિંગ્ટન7 દિવસ પહેલા
કોરોનાના કારણે મૃત્યુ પામેલા અમેરિકનોને વ્હાઇટ હાઉસમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જેમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પત્ની જિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમહોફ પણ હાજર રહ્યા હતા.
  • દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 11.12 કરોડથી વધુ કેસ નોંધાયા, 28.24 લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા, 8.77 કરોડ સાજા થયા
  • અમેરિકામાં કેસનો કુલ આંક 2.88 કરોડથી વધુ, અત્યાર સુધીમાં 5.12 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

દુનિયામાં કોરોનાના કેસનો આંક 11.12 કરોડને પાર થઈ ગયો છે. 8 કરોડ 77 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 24 લાખ 84 હજાથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

વ્હાઇટ હાઉસમાં શ્રદ્ધાંજલિ
અમેરિકામાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક સત્તાવાર રીતે 5 લાખને પાર થઈ ગયો છે. જો કે, worldometers અને અન્ય કોવિડ ટ્રેકર વેબસાઇતે બે દિવસ પહેલા જ મૃત્યુ પામેલા લોકોનો આંક પાંચ લાખ જણાવી દીધો હતો. રાષ્ટ્રપતિ જો બાઈડેનની ઉપસ્થિતિમાં આ મહામારીના કારણે મૃત્યુ પામેલા લોકોને યાદ કરવામાં આવ્યા. વ્હાઇટ હાઉસમાં કેન્ડલ સાથે મૌન રહીને મૃત્યુ પામેલા અમેરિકનોનેશ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાઈડેને કહ્યું હતું કે, આપણે મજબૂતાઈ સાથે કોરોનાનો સામનો કરવો પડશે. આ ફ્ક્ત સંખ્યા નથી પરંતુ એક પડકાર છે. મહામારી સામેની લડત માટે ખોટી જાણકારીથી બચવું જોઈએ. એક વાત હું જરૂરથી કહેવા માંગીશ, 'જે લોકોએ આ મહામારીના કારણે પોતાનાઓને ગુમાવ્યા છે, હું તેમની પીડાને અનુભવી રહ્યો છું.'

અમેરિકાના ઈતિહાસમાં કોઈ એક કારણને લીધે કે એક સમયમાં આટલા મૃત્યુ ક્યારેય થયા નથી. બીજા વિશ્વયુદ્ધમાં લગભગ 4 લાખ 5 હજાર અમેરિકનો મૃત્યુને ભેટ્યા હતા. વિયતનામ વોરમાં 58 હજાર અને કોરિયા સાથેના યુદ્ધમાં 36 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટને આશંકા વ્યક્ત કરી છે કે 1 જૂન સુધી મહામારીના કારણે મૃત્યુઆંક 5 લાખ 89 હજાર સુધી પહોંચી શકે છે.

અમેરિકામાં મૃત્યુઆંક સોમવારે સત્તાવાર રીતે પાંચ લાખ થઈ ગયો છે. મૃત્યુ પામેલા અમેરિકનોને વ્હાઇટ હાઉસ ખાતે મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
અમેરિકામાં મૃત્યુઆંક સોમવારે સત્તાવાર રીતે પાંચ લાખ થઈ ગયો છે. મૃત્યુ પામેલા અમેરિકનોને વ્હાઇટ હાઉસ ખાતે મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ઈટલીએ WHOથી સાચી જાણકારી છુપાવી
‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈટલીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં WHOને મહામારી સબંધિત જાણકારી આપી ન હતી, જ્યારે દેશમાં કેસ મળવાના શરૂ થઈ ગયા હતા. ખરેખર, દુનિયાના તમામ દેશોએ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન (IHR)નું પાલન કરવું પડે છે.

વર્ષના શરૂઆતમાં જ બીમારી સબંધિત સેલ્ફ એસેસમેન્ટ રિપોર્ટ આપવો પડે છે. ઈટલીએ 4 ફેબ્રુઆરી 2020ના રોજ આ રિપોર્ટ તો આપ્યો હતો, પરંતુ તેમાં પોતાને લેવલ 5 પર બતાવ્યુ હતું. તેનો અર્થ એ છે કે કોઈ બીમારી સામે લડવાની તેની તૈયારીઓ યોગ્ય કક્ષાએ છે. રિપોર્ટ મુજબ, ઈટલીએ 2006 બાદ રાષ્ટ્રીય મહામારી નાબૂદએટલે કે મહામારી સામે લાદવાનો પ્લાન જ અપડેટ કર્યો ન હતો. દાવો કરવામાં આવ્યો હતી કે અમેરિકા કરતા પહેલા ઈટલીમાં મહામારીએ દેખા દીધી હતી. ચીન બાદ આ પ્રથમ દેશ હતો જ્યાં મહામારીના સૌથી પહેલા ફેલાઈ ચૂકી હતી.

ઈટલીમાં કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા લોકો માટે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.
ઈટલીમાં કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા લોકો માટે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

બ્રિટન સરકારની તૈયારી
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે દેશમાં લોકડાઉન હટાવવાનો રોડમેપ જાહેર કર્યો હતો. 4 સ્ટેપમાં લોકડાઉન હટાવવામાં આવશે. જેની તારીખોની જેરાત કરતાં સમયે જોનસને કહ્યું હતું કે જોખમ હજી પણ યથાવત છે. આગામી મહીનામાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ અને મૃત્યુઆંક વધશે, કારણ કે કોઈપણ વેક્સિન સમગ્ર વસ્તીને 100% સુરક્ષાનો ભરોસોં આપી શકતી નથી. જોનસને વધુમાં જણાવ્યુ હતું કે રોડમેપના તમામ સ્ટેપ વચ્ચે 5 સપ્તાહનું અંતર રહેશે. કોઈપણ ઉતાવળ વ્હારેલું પગલું ફરીથી લોકડાઉન લગાવવાની પરિસ્થિતિને આમંત્રણ આપી શકે છે અને હું આ જોખમ ઉઠાવવા માંગતો નથી. તેમણે સાંસદોને કહ્યું હતું કે દરેક સ્ટેપમાં અમારા નિર્ણયો પર તારીખોના બદલે ડેટાની મહત્વની ભૂમિકા રહેશે.

તેમણે કહ્યું કે જેઓ જલ્દીથી લોકડાઉન હટાવવાની વાત કરી રહ્યા છે, હું તેમની સ્થિતિને સમજી શકું છું. લોકો જે તનાવ અનુભવી રહ્યા છે અથવા બિઝનેસમાં નુકસાની થઈ રહી છે તેમને મારી ખૂબ જ સહાનુભુતિ છે. PMએ કહ્યું કે લોકડાઉન હટાવવાની શરૂઆત શાળાઓથી થશે. દેશની તમામ શાળાઓ 8 માર્ચથી ફરી ખુલશે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

28,826,307

512,590

19,114,140

ભારત

11,015,863

156,498

10,710,483

બ્રાઝિલ

10,197,531

247,276

9,139,215

રશિયા

4,177,330

83,630

3,726,388

યૂકે

4,126,150

120,757

2,548,621

ફ્રાન્સ

3,605,181

84,306

247,127

સ્પેન

3,133,122

67,101

2,497,956

ઈટલી

2,809,246

95,718

2,324,633

તુર્કી

2,638,422

28,060

2,523,760

જર્મની

2,395,905

68,463

2,198,000

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબનાછે.)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો