તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • If Biden Asked U.S. Intelligence Agencies For A Report Within 90 Days, Biden Said, "We Have To Find Out Where The Virus Came From."

કોરોનામુદ્દે ચીનને ઘેરવાની અમેરિકાની રણનીતિ:જો બાઇડને USની તપાસ એજન્સીઓ પાસે 90 દિવસમાં રિપોર્ટ માગ્યો, કહ્યું- તપાસ તો કરવી પડશે કે વાયરસ ક્યાંથી આવ્યો?

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • બાઇડેને કહ્યું- વાયરસ પ્રાણી દ્વારા ફેલાયો છે કે કોઈ લેબમાંથી, આ બાબતે સ્પષ્ટ તપાસ કરવામાં આવે

કોરોનાવાયરસની ઉત્પત્તિ વિશેની જાણકારી મેળવવા માટે અમેરિકાએ પ્રયાસો ઝડપી બનાવ્યા છે. US રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકાની તપાસ એજન્સીઓને આ બાબતની ઝીણવટપૂર્વકની તપાસ કરવા માટે કહ્યું છે. તેમણે આ તપાસ રિપોર્ટ 90 દિવસની અંદર માગ્યો છે.

બાઈડને તપાસ એજન્સીઓને ચીનના વુહાનની લેબમાંથી વાયરસ લીક થયાની આશંકા બાબતે પણ તપાસ કરવા માટે જણાવ્યું હતું. તેમણે તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે વાયરસ પ્રાણી દ્વારા ફેલાયો છે કે કોઈ પ્રયોગશાળામાંથી, આ બાબતે પણ સ્પષ્ટ તપાસ કરવામાં આવે.

ઇન્ટરનેશનલ કમ્યુનિટી પાસેથી સહયોગની અપીલ
બાઈડને આંતરરાષ્ટ્રીય લેબોરેટરીઓને પણ તપાસમાં મદદ કરવા સૂચના આપી છે. તેમણે આંતરરાષ્ટ્રીય કમ્યુનિટીને તપાસમાં સહયોગ આપવા અપીલ કરી છે. બાઈડને કહ્યું હતું, 'અમેરિકા દુનિયાભરમાં તે દેશોની સાથે સહયોગ ચાલુ રાખશે, જેઓ વાયરસની તપાસ યોગ્ય રીતે કરાવવા માગે છે. આનાથી ચીન પર પારદર્શક અને આંતરરાષ્ટ્રીય તપાસમાં ભાગ લેવા માટેના દબાણને સરળ બનાવશે.

બાઈડનનું આ નિવેદન એ સમયે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાના સંક્રમણ રોગ વિશેષજ્ઞ ડો. એંથની ફોસીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પાસેથી કોરોનાવાયરસની ઉત્પત્તિ બાબતે તપાસ આગળ વધારવાની માગ કરી છે.

WHOએ મદદ કરી નહીં: અમેરિકા
ડો.એંથની ફોસીએ કહ્યું હતું કે આપણે તપાસ ચાલુ રાખવી જોઈએ. સત્યને સામે લાવવા માટે જરૂરી છે કે WHOની તપાસને એક સ્તર પર લઈ જવામાં આવે.. અમે વાયરસની શરૂઆત વિશે 100% જાણતા નથી, તેથી તપાસ જરૂરી છે.

વ્હાઇટ હાઉસના સિનિયર એડવાઇઝર ફોર કોવિડ રિસ્પોન્સ એન્ડી સ્લાવિટે કહ્યું હતું કે અમે ચીન પાસેથી પારદર્શક પ્રક્રિયાની અપેક્ષા રાખીએ છીએ. આ બાબતનાં મૂળ સુધી પહોંચવા માટે અમને WHOની મદદની જરૂર છે. જોકે અમને હજી સુધી એ મળી નથી. આપણે એના સત્યને સૌની સામે લાવવાની જરૂર છે.

અમેરિકન મીડિયાના ખુલાસ બાદ આ મુદ્દે વેગ પકડ્યો
કોરોનાવાયરસની શરૂઆત આખરે ક્યાંથી થઈ? શા માટે ચીન પારદર્શક તપાસ કરવાનું ટાળે છે? અમેરિકન મીડિયાના અહેવાલ પછી ફરી આ સવાલ સામે આવવા લાગ્યો છે.

અમેરિકાના 'વોલ સ્ટ્રીટ જર્નલ' અખબારના અહેવાલમાં જણાવાયું છે કે વુહાન લેબના ત્રણ રિસર્ચર નવેમ્બર 2019માં જ શરદી અથવા ન્યુમોનિયાથી પીડિત હતા. કોરોનામાં પણ આ જ સમાન લક્ષણો હોય છે. તેમણે હોસ્પિટલની મદદ માગી હતી. આ અહેવાલ બાદ જ ચીન અમેરિકાના નિશાન પર આવ્યું છે.

USએ કડક વલણ અપનાવ્યું
અમેરિકન સરકારે પણ આ અહેવાલ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાએ ચીનને પૂછ્યું છે કે કોરોનાવાયરસ કેવી રીતે ફેલાયો, એ ક્યાંથી શરૂ થયો? એની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ. આટલું જ નહીં, અમેરિકાએ આ તપાસમાં ચીનના દુશ્મન તાઇવાનને નિરીક્ષક બનાવવાની પણ માગ કરી છે. દબાણ વધ્યા બાદ ચીને આ રિપોર્ટને નકારતાં અમેરિકાનું જુઠ્ઠાણું ગણાવી દીધું હતું.

ચીને પણ પ્રતિક્રિયા આપી હતી
પશ્ચિમના દેશો, ખાસ કરીને અમેરિકા તરફથી કોવિડ-19ની તપાસ માટે દબાણ વધાર્યા બાદ ચીને પણ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિયાને કહ્યું- આ વર્ષે WHOના નિષ્ણાતોએ વુહાન લેબની મુલાકાત લીધી હતી. તેમણે સંપૂર્ણ તપાસ કરી હતી. તેમને આવા કોઈ પુરાવા મળ્યા નથી. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આવા અહેવાલો ખોટા છે. WHOએ પણ કહ્યું હતું કે લેબમાંથી વાયરસ લિક થવાની સંભાવના ખોટી પણ છે. વુહાન લેબનો કોઈ રિસર્ચર ક્યારેય બીમાર પડ્યો નથી.