• Gujarati News
  • International
  • I Also Took Off My Turban With A Stick; Another Such Incident In 10 Days, The Sikh Leader Said Hate Crime Has Increased In America

ન્યૂયોર્કમાં 2 શીખ યુવક પર હુમલો:લાકડી વડે માર મારી પાઘડી પણ ઉતારાવી; 10 દિવસમાં આવી બીજી ઘટના, શીખ નેતાએ કહ્યું- અમેરિકામાં હેટ ક્રાઇમ વધ્યો

એક મહિનો પહેલા

ન્યૂયોર્કમાં રિચમંડ હિલ પાસે બે શીખ યુવક પર હુમલાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે હેટ ક્રાઈમ હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. 10 દિવસ પહેલાં પણ આ જ જગ્યાએ એક શીખ યુવક પર હુમલો થયો હતો.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કેટલાક લોકોએ પહેલા રસ્તા પર ચાલી રહેલા શીખ યુવકોને લાકડીઓ વડે માર માર્યો અને પછી તેની પાઘડી ઉતારી દીધી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો. શીખ સંગઠન સાથે સંકળાયેલા સ્થાનિક નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

લોકો આરોપીની જાણકારી શેર કરે: એટર્ની જનરલ
ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે પોલીસ ગુનેગારો સામે કાર્યવાહી કરી રહી છે. સામાન્ય લોકો પાસે કોઈ માહિતી હોય તો પોલીસ સાથે શેર કરો. ગુનેગારોને છોડવામાં આવશે નહીં. ભારતીય દૂતાવાસે ન્યૂયોર્ક પોલીસ અને સ્થાનિક ઓથોરિટીને આ ઘટના અંગે દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

શીખ સમુદાય વિરુદ્ધ હેટ ક્રાઈમના કેસ વધ્યા
ન્યૂયોર્ક એસેમ્બ્લીનાં પ્રથમ શીખ મહિલા સભ્ય જેનિફર રાજકુમારે ટ્વીટ કર્યું છે કે આ ચિંતાજનક સ્થિતિ છે. અમેરિકામાં શીખ સમુદાય વિરુદ્ધ હેટ ક્રાઈમના મામલા વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આવી ઘટના 10 દિવસ પહેલાં રિચમંડ હિલ વિસ્તારમાં જ બની હતી છતાં પોલીસ એલર્ટ થઈ નથી.

જેનિફરે કહ્યું હતું કે એપ્રિલ શીખ સમુદાય માટે મહત્ત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. એવામાં આ પ્રકારની ઘટના બનવી દુર્ભાગ્યપૂર્ણ છે
જેનિફરે કહ્યું હતું કે એપ્રિલ શીખ સમુદાય માટે મહત્ત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. એવામાં આ પ્રકારની ઘટના બનવી દુર્ભાગ્યપૂર્ણ છે

માર્ચ 2020 થી જૂન 2021ની વચ્ચે હેટ ક્રાઈમના 9,081 કેસ
જણાવી દઈએ કે સ્ટોપ હેટ અગેંસ્ટ એશિયન અમેરિકન્સ કેમ્પેન પોર્ટલ પર માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે હેટ ક્રાઈમના 9081 કેસ નોંધાયા હતા. એમાંથી 4548 વર્ષ 2020ના અને 4533 કેસ 2021માં નોંધાયા. 2020માં હેટ ક્રાઈના વધતા કેસોને જોતાં અમેરિકન એજન્સી FBIએ તેની તપાસ કરવાની વાત કહી છે.

અન્ય સમાચારો પણ છે...