સોશિયલ મીડિયા પર ઈરાનના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ મહિલાઓના વાળ ખેંચીને તેમની ધરપકડ કરતી નજરે પડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ તે વિદ્યાર્થિનીઓની માતા છે, જે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
ડિસેમ્બર 2022થી શાળાની વિદ્યાર્થિનીઓના બીમાર થયાના સમાચાર મળી રહ્યા છે. રહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થિનીઓના અભ્યાસ કરતા અટકાવવા માટે જેર આપવામાં આવ્યું છે. શાળામાં પાણીમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે. આ ઝેરી પાણી પીવાથી શાળાની અનેક વિદ્યાર્થિનીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેમને સારવાર માટે દોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
દોષિતોને બદલે વાલીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે
વિરોધ કરી રહેલા વાલીઓની માંગ છે કે સરકાર આ મામલે કાર્યવાહી કરે. ડિસેમ્બર 2022માં બીમાર પડેલી વિદ્યાર્થિનીઓ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ 3 મહિના પછી પણ આ કેસમાં કોઈ પકડાયું નથી. તેમજ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે નારાજ વાલીઓએ વિરોધ શરૂ કર્યો છે. જ્યારે, પોલીસે તેમની જ ધરપકડ કરી રહી છે.
આરોગ્ય પ્રધાને ઝેરની પુષ્ટિ કરી હતી
ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર યુનુસ પનાહીએ 27 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું કે - ધોમ, બોરુજેર્ડ જેવા શહેરોમાં નવેમ્બર 2022 બાદથી રેસ્પિરેટરી પોઈઝનિંગના સેંકડો કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે શાળાઓના પાણીમાં કેમિકલ ભેળવવામાં આવી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થિનીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમાં ઉલ્ટી, જબરદસ્ત શારીરિક દુખાવો અને માનસિક સમસ્યાઓ થાય છે.
કેટલાક લોકો ગર્લ્સ શાળા બંધ કરવા માંગે છે
ઈરાનની ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, નાયબ સ્વાસ્થ્ય મંત્રી યુનુસ પનાહીએ કહ્યું હતું - શાળાઓમાં વિદ્યાર્થીનીઓને ઝેર આપવાના કિસ્સાઓ દર્શાવે છે કે કેટલાક લોકો છોકરીઓનું શિક્ષણ બંધ કરાવવા માંગે છે અને ગર્લ્સ શાળાઓ બંધ કરવા માંગે છે.
મહસા અમીનીના મૃત્યુ પછી અત્યાચારના કેસમાં વધારો થયો
રિપોર્ટ્સ અનુસાર, મહિસા અમીનીના મૃત્યુને લઈને 16 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ વિદ્યાર્થીનીઓને ઝેર આપવાના મામલા સામે આવ્યા છે. ખરેખરમાં, 16 સપ્ટેમ્બરે 22 વર્ષીય મહેસાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. તેણે હિજાબ પહેર્યો ન હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાનમાં છોકરીઓ માટે હિજાબ પહેરવા અંગે કડક કાયદાઓ છે.
મહેસાના મૃત્યુ અને ફરજિયાત હિજાબના વિરોધમાં ઘણી શાળાની છોકરીઓ રસ્તા પર ઉતરી આવી હતી. ત્યારથી વિદ્યાર્થિનીઓને ઝેર પીવડાવવાના સમાચારો સામે આવી રહ્યા છે.
સરકાર અને તેની એજન્સીઓ પર ઝેર આપવાનો આરોપ લાગ્યા હતા. આ આરોપ બાદ સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે- અમે માનીએ છીએ કે વિદ્યાર્થિનીઓ બીમાર પડી છે. તેનું કારણ ખરાબ પાણી છે. પાણીમાં બેક્ટેરિયા હતા અને તે પીધા પછી વિદ્યાર્થિનીઓ બીમાર પડી.
વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓને માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
ઈરાનની સરકારે તો વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓને માનસિક રીતે બીમાર જાહેર કરી છે. ઈરાનના શિક્ષણ મંત્રીએ કહ્યું કે હિજાબનો વિરોધ કરતી શાળાઓ અને કોલેજની વિદ્યાર્થિઓની માનસિક સ્થિતિ સારી નથી.
તેમણે કહ્યું હતું કે આ બધી વિદ્યાર્થિનીઓ માનસિક રીતે બિમાર છે. આ વિદ્યાર્થિનીઓને માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.