• Home
  • International
  • Howard University studies Corona case, claiming where pollution is high in the US, deaths are higher

કોરોના અભ્યાસ / હાવર્ડ યુનિવર્સિટીએ કોરોનાના કેસ પર અભ્યાસ કર્યો, જેમાં દાવો- અમેરિકામાં જ્યાં પ્રદુષણ વધારે, ત્યાં મોત વધારે

Howard University studies Corona case, claiming - where pollution is high in the US, deaths are higher
X
Howard University studies Corona case, claiming - where pollution is high in the US, deaths are higher

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 10:36 AM IST

વોશિંગ્ટન. દુનિયાભરમાંથી સમાચારો અને તસવીરો આવી રહી છે કે કોરોનાને લીધે વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો છે. તેનાથી સંબંધિત વધુ એક તથ્ય સામે આવ્યું છે કે જે વિસ્તારોમાં પ્રદૂષણ વધારે હતું ત્યાં કોરોનાને કારણે વધુ મૃત્યુ થયાં. જ્યાં પ્રદૂષણ ઓછું હતું ત્યાં ચેપ પણ ઓછો ફેલાયો અને મૃત્યુઆંક પણ ઓછો રહ્યો. આ દાવો અમેરિકાના દેશવ્યાપી સ્ટડીમાં કરાયો છે. 

હાર્વર્ડ યુનિવર્સિટીએ અમેરિકાની 3080 કાઉન્ટીનું વિશ્લેષણ કર્યુ. યુનિવર્સિટીના ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ મુજબ જે વિસ્તારોમાં પ્રદૂષિત કણ(પીએમ 2.5)નું સ્તર ઊંચું હતું ત્યાં મૃત્યુદર પણ વધુ રહ્યો. દેશમાં પહેલી વાર આ પ્રકારના સ્ટડીમાં સંશોધકોએ આંકડાકીય માહિતીના આધારે નોંધ્યું કે પ્રદૂષણ કણોની સંખ્યા વધુ હોવાની અસર કોરોના અને અન્ય બીમારીઓથી થતાં મૃત્યુ પર થઈ છે. સ્ટડી અનુસાર જો મેનહટન તેના સરેરાશ પ્રદૂષણ કણોને ગત 20 વર્ષમાં એક માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર પર ઘટાડી દેશે તો કદાચ આપણને 248 મૃત્યુ ઓછાં જોવા મળશે.

આ શોધથી હેલ્થ અધિકારીઓને એ નક્કી કરવામાં મદદ મળી શકે છે કે વેન્ટિલેટર્સ અને રેસ્પિરેટર્સ જેવાં સંસાધન દર્દીઓને કેવી રીતે આપવા. હાર્વર્ડ ડેટા સાયન્સ ઈનિશિએટિવના ડિરેક્ટર અને સ્ટડીના લેખક ફ્રાન્સેસ્કા ડોમિનિકી અનુસાર અનેક કાઉન્ટીમાં પીએમ 2.5નું સ્તર 1 ક્યુબિક મીટરમાં 13 માઈક્રોગ્રામ છે. આ અમેરિકી સરેરાશ 8.4થી વધુ છે. સ્ટડીનાં પરિણામોથી સ્પષ્ટ થાય છે કે લાંબા સમયે પ્રદૂષણ વધશે તો કોરોના સંબંધિત જોખમ પણ વધશે. જેમ કે, જો કોઈ 15-20 વર્ષ સુધી વધુ પ્રદૂષણ ફેલાવે તો ઓછા પ્રદૂષણવાળા સ્થળે રહેતા વ્યક્તિની તુલનાએ તેની કોરોનાથી મૃત્યુ પામવાની શક્યતા 15 ટકા વધુ રહેશે.

ઈટાલી : નેપલ્સમાં લૉકડાઉન છે પણ આવું દૃશ્ય જોવા મળ્યું.
ઈટાલીમાં કોરોનાથી સૌથી વધુ મોતને પણ પ્રદૂષણ સાથે સાંકળીને જોવાઈ રહ્યું છે. સ્વિસ એર મોનિટરિંગ પ્લેટફોર્મ આઈક્યુએર મુજબ યુરોપનાં સૌથી પ્રદૂષિત 100 શહેરોમાંથી 24 ઈટાલીનાં છે. સંશોધકોનો દાવો છે કે એવામાં વાઈરસનો ચેપ અને મૃત્યુદર વધવાનું કારણ પ્રદૂષિત હવા પણ હોઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી