તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોકળા મનથી 'સુંદર' વાત:ગૂગલના CEO કેટલી વખત પાસવર્ડ બદલે છે? સાથે જાણો સુંદર પિચાઇ કેટલા ફોનનો ઉપયોગ કરે છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુંદર પિચાઇએ ઈન્ટરવ્યુમાં અનેક રસપ્રદ માહિતી આપી. - Divya Bhaskar
સુંદર પિચાઇએ ઈન્ટરવ્યુમાં અનેક રસપ્રદ માહિતી આપી.
  • સુંદર પિચાઇએ એક ઈન્ટરવ્યુમાં ટેક સાથે જોડાયેલી ખાસ ટિપ્સ આપી
  • ફ્રી ઓપન ઈન્ટરનેટના ઉપયોગ કરવો ખતરનાકઃ પિચાઇ
  • ટેક્નોલોજી સહિત બાળકોને સ્ક્રીન શેર સહિતની પિચાઇએ આપી કેટલીક ખાસ સલાહ

ગુગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઇએ પોતાની કેટલીક ટેક્નિકલ આદતો અંગે જાણકારી આપી છે, સાથે જ તેમણે બાળકો માટે સ્ક્રીન ટાઈમ, ક્યારે અને કેટલી વખત પાસવર્ડ બદલવો અને કેટલા મોબાઈલ ફોન યુઝ કરે છે જેવી રસપ્રદ માહિતીઓ શેર કરી છે.

બાળકોને કેટલો સમય સુધી સ્ક્રીન પર રહેવું જોઈએ
સુંદર પિચાઇએ BBCને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાનાં બાળકોને કેટલા સમય સુધી સ્ક્રીન પર રહેવાની મંજૂરી આપો છો? તો તેના જવાબમાં પિચાઇએ કહ્યું હતું કે તેઓ પોતાનાં બાળકોને પોતાની રીતે જીવવામાં સ્વતંત્રતા અને પ્રોત્સાહન આપે છે. સુંદર પિચાઇએ વધુમાં કહ્યું કે, 'આ વાતને હું વ્યક્તિગત દાયિત્વની જેમ સમજું છું, જેના પર વ્યક્તિનો પોતાનો જ નિર્ણય હોવો જોઈએ.'

સુંદર પિચાઇને એવો પણ સવાલ કરાયો હતો કે શું તમે તમારાં બાળકોને YouTube ચલાવવાની પરમિશન આપશો, તો તેમણે 'હા'માં જવાબ આપી કહ્યું, આગામી પેઢીને ટેક્નોલોજી શિખડાવવી અને જવાબદાર બનાવવી જરૂરી છે.

આવી જ રીતે તેમને પૂછવામાં આવ્યું કે બાળકોને ટેકનોલોજીની સાઈડ ઈફેક્ટ્સ અંગે જણાવવું જોઈએ? આ અંગે તેમણે જવાબ આપતાં જણાવ્યું હતું કે 'જો આપણે આપણા ઈતિહાસ પર નજર નાખીએ તો આપણને હંમેશાં ટેક્નોલોજીને લઈને ડરાવવામાં જ આવ્યા છે.'

કેટલી વખત પાસવર્ડ બદલો છો?
સુંદર પિચાઇને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કેટલી વખત પાસવર્ડ બદલો છો, તો તેમણે કહ્યું, તેઓ પોતાનો પાસવર્ડ વારંવાર નથી બદલતા. જોકે સાથે જ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન પાસવર્ડ અપનાવવું જોઈએ. ગૂગલના CEOએ કહ્યું હતું કે TWO-FACTOR ઓથેન્ટિકેશન સુરક્ષાની દૃષ્ટિએ ઘણું જ સારું છે.

ગૂગલના CEOએ કહ્યું, TWO-FACTOR ઓથેન્ટિકેશન સુરક્ષાની દૃષ્ટિએ ઘણું જ સારું છે.
ગૂગલના CEOએ કહ્યું, TWO-FACTOR ઓથેન્ટિકેશન સુરક્ષાની દૃષ્ટિએ ઘણું જ સારું છે.

કેટલા ફોનનો ઉપયોગ કરો છો?
આ રીતે જ જ્યારે સુંદર પિચાઇને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલા ફોનનો ઉપયોગ કરે છે, તો તેમણે કહ્યું હતું કે તેઓ એક વખતમાં અલગ-અલગ કામો માટે 20થી વધુ ફોનનો ઉપયોગ કરે છે, સાથે જ તેમને વારંવાર ફોન બદલતા રહેવાની આદત હોવાનું જણાવી કહ્યું કે નવા-નવા ફોનના ટેસ્ટિંગ કરતો રહું છું.

ઈન્ટરવ્યુ દરમિયાન તેમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈને પણ તેમનું મંતવ્ય પૂછવામાં આવ્યું. એ અંગે તેમણે કહ્યું, આ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી ટેક્નોલોજી છે, જેની તુલના વીજળી કે ઈન્ટરનેટ જેવા આવિષ્કારો સાથે કરી શકાય છે.

સુંદર પિચાઇ તેમનાં પત્ની સાથે.
સુંદર પિચાઇ તેમનાં પત્ની સાથે.

પિચાઇની ચેતવણી
ગૂગલના CEO સુંદર પિચાઇએ યુઝર્સને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વભરમાં ફ્રી અને ઓપન ઈન્ટરનેટ પર અટેક થઈ રહ્યા છે. અનેક દેશ આ જાણકારીને લોકો સુધી પહોંચાડવા માટે પ્રતિબંધિત કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સુંદર પિચાઇએ ફ્રી અને ઓપન ઈન્ટરનેટને ખતરારૂપ ગણાવ્યું છે, સાથે જ આ દરમિયાન તેમણે એ વિષયને પણ કવર કર્યું છે જે અંગે વધુ વાત ન કરી શકાય. તેમને લાગે છે કે તેઓ આ અંગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગની મદદથી ક્રાંતિકારી બદલાવ કરી શકે છે.

સુંદર પિચાઇના મતે આગામી પેઢીને ટેક્નોલોજી શીખવાડી જવાબદાર બનાવવી જરૂરી છે (ફાઈલ)
સુંદર પિચાઇના મતે આગામી પેઢીને ટેક્નોલોજી શીખવાડી જવાબદાર બનાવવી જરૂરી છે (ફાઈલ)