કોરોનાના કેસ બમણ:હોંગકોંગની હોસ્પિટલોમાં જગ્યા જ નથી, વેઈટિંગ એરિયા-રોડ પર સારવાર

હોંગકોંગ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસમાં કોરોનાના કેસ બમણા, સેવાઓ ખોરવાઈ

હોંગકોંગ | હોંગકોંગમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા બાદ ઝીરો કોરોના નીતિ સાથે જ સ્વાસ્થ્ય સેવાઓ ખોરવાઈ ચૂકી છે. હોસ્પિટલોમાં જગ્યા જ નથી. સ્થિતિ એવી છે કે વોર્ડમાં જગ્યા ન હોવાથી દર્દીઓને હોસ્પિટલની બહાર લૉન અને વેઈટિંગ એરિયામાં રાખીને સારવાર કરવી પડે છે.

હોંગકોંગના સૌથી ગરીબ જિલ્લામાં સામેલ શામ શુઈ પોના કારિટાસ મેડિકલ સેન્ટરની બહાર 40થી વધુ વૃદ્ધો બેડ પર લાઈનમાં લાગીને જે હોસ્પિટલની અંદર દાખલ થવાની રાહ જોવા મજબૂર છે તેમની મુશ્કેલી ઠંડીએ વધારી દીધી છે.

બાળકોની સાથે મોટી સંખ્યામાં લોકો રોડની બીજી બાજુએ વાદળી ટેન્ટવાળા આઈસોલેશન સેન્ટરમાં બેસવા મજબૂર થયા કેમ કે મેડિકલ સ્ટાફની કમીને કારણે તેમના ટેસ્ટ થઈ શકતા નહોતા. હોંગકોંગના નિયમ અનુસાર તમામ સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે પણ એક અઠવાડિયાથી કેસ દરરોજ બમણા થઇ રહ્યા છે.

બુધવારે 4,285 નવા સંક્રમિત મળ્યા બાદ તો હોસ્પિટલની સ્થિતિ બગડી હતી. નવા કેસને લીધે હોંગકોંગને પોતાની નીતિ બદલવા વિશે વિચારવા મજબૂર કરી દીધું છે. તેના વિશે અધિકારીઓએ એક અરજી પણ આપી હતી કે સંક્રમિત જ્યાં સુધી ગંભીર ન હોય તે ઘરે જ આઈસોલેટ રહે.

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પણ ચિંતિત, કહ્યું - કાબૂ મેળવવા પગલાં ભરો
રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ હોંગકોંગ સરકારને સ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી પગલાં ભરવા કહ્યું છે. હોંગકોંગ મહામારીની શરૂઆત બાદથી પહેલીવાર સૌથી કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. સોમવારે ત્યાં 2,071 દર્દી મળ્યા હતા જે બુધવારે બમણા થઈ ગયા. દર્દી વધવાનું મોટું કારણ લૂનર ન્યૂ યર પર કોરોના પ્રતિબંધો પર નરમ વલણને મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...