રશિયાનો વૉર ક્રાઈમ:યુક્રેનમાં હોસ્પિટલ-સ્કૂલ પર બોમ્બમારો

કીવ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કીવ/ખારકીવ | યુક્રેન પર હુમલાના આઠમા દિવસે રશિયાની ક્રૂરતાના કેટલાક ઉદાહરણ સામે આવ્યા છે. ખારકીવમાં ઉતરેલા રશિયન પેરાટ્રૂપર્સે એક મોટી હોસ્પિટલ પર મિસાઈલ હુમલા કર્યા, જેમાં ચારના મોત થયા અને દસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ ઈજાગ્રસ્તોમાં છ હોસ્પિટલ વર્કર છે. રશિયાએ બીજી પણ એક હોસ્પિટલ પર મિસાઈલ ઝીંકી. આ બંને ઘટના અંગે ડબલ્યુએચઓએ કહ્યું છે કે, ‘હોસ્પિટલો પર હુમલો વૉર ક્રાઈમ છે.’

યુક્રેનની સેનાએ કહ્યું કે, જે હોસ્પિટલોને નિશાન બનાવાઈ છે, તેના બેઝમેન્ટમાં નાગરિકોના બંકર હતા. જોકે, રશિયાનું કહેવું છે કે, અમે ફક્ત સૈન્ય ઠેકાણાને જ નિશાન બનાવી રહ્યા છીએ. અમે અત્યાર સુધી આવા 1600 સ્થળ નેસ્તનાબૂદ કર્યા છે.

રશિયા અને યુક્રેનની સેના વચ્ચે રાજધાની કીવ અને ખારકીવમાં સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ સ્વીકાર્યું છે કે, તેમના 4500 સૈનિક માર્યા ગયા છે. બીજી તરફ, યુક્રેનના કહેવા પ્રમાણે, રશિયાના હુમલામાં તેમના 754 નાગરિક માર્યા ગયા છે.

વચ્ચેનો રસ્તો... પુટિને ફરી વાર ફ્રેન્ચ પ્રમુખ સાથે વાત કરી
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુટિને યુદ્ધ શરૂ થયા પછી બીજી વાર ફ્રેન્ચ પ્રમુખ મેક્રોન સાથે વાત કરી છે. દોઢ કલાકની આ વાતચીતમાં પુટિને કહ્યું કે, ‘અમે યુદ્ધ અટકાવવા તૈયાર છીએ. શરત એટલી જ છે કે, યુક્રેન અમુક મુદ્દે રાજી થાય. તેઓ પોતાના હથિયારોનો પણ નાશ કરે. તેઓ નાટો કે ઈયુમાં જોડાવાની જીદ પણ છોડે અને હાલની સરકાર બદલે.’ બીજી તરફ, યુક્રેનના પ્રમુખ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું છે કે, ‘અમે રશિયાની કોઈ શરત નહીં માનીએ. અત્યાર સુધી અમે બચાવ કરતા હતા, પરંતુ હવે હુમલા કરીશું. છેલ્લા શ્વાસ સુધી લડીશું.’

અન્ય સમાચારો પણ છે...