તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Hong Kong: Freedom sounding Band Is Now Relieving The Stress Of Youth, A Message Of Love, Confidence In Its Songs

ભાસ્કર વિશેષ:હોંગકોંગ: આઝાદીનો અવાજ બનેલું બેન્ડ હવે યુવાનોનો સ્ટ્રેસ દૂર કરી રહ્યું છે, તેનાં ગીતોમાં પ્રેમ, આત્મવિશ્વાસનો સંદેશ

હોંગકોંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ટર મિરર બેન્ડમાં 12 સંગીતકાર-ડાન્સર; દેશની સાંસ્કૃતિક ઓળખ પાછી લાવવાનો ઉદ્દેશ

હોંગકોંગમાં લોકશાહી સમર્થકોનો અવાજ બનેલું એક બેન્ડ હવે સ્થાનિક લોકોને તાણમુક્ત કરી રહ્યું છે. આ ‘એન્ટર મિરર’ બેન્ડની શરૂઆત 2018માં થઇ હતી. શરૂમાં તેણે ઘણાં પ્રોફેશનલ મ્યુઝિક પ્રોગ્રામ કર્યા. પછી આંદોલનકારીઓ માટે ગાવા લાગ્યા.

તાજેતરમાં બેન્ડે જોયું કે ખાસ કરીને યુવાનો 2 વર્ષના મોટા આંદોલનો પછી નિરાશ છે, વધુ સ્ટ્રેસમાં છે. ત્યારે બેન્ડે સ્થાનિક કલ્ચરલ પૉપ મ્યુઝિક દ્વારા યુવાનોને તાણમુક્ત કરવાનું અભિયાન શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે યુવાનો બેન્ડના કાર્યક્રમોમાં જોડાવા લાગ્યા. બેન્ડ તેના ગીતોમાં મુખ્યત્વે બે મેસેજ આપે છે. પહેલો- પ્રેમ અને બીજો- પોતાના પર ભરોસો રાખો, જે ધારો તે કરી શકશો. મ્યુઝિક અને ડાન્સ હોંગકોંગની જીવનશૈલીનો હિસ્સો રહ્યા છે.

વિરોધ પ્રદર્શનો વચ્ચે આ શૈલી ક્યાંક ગુમ થતી જણાતી હતી. એન્ટર મિરર આ શૈલી પાછી લાવવા પ્રયાસ કરી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી હોંગકોંગની સાંસ્કૃતિક ઓળખ પરત ફરશે. અન્ય લોકો પણ આ બેન્ડને હોંગકોંગની ઓળખ તરીકે જોવે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે તેમને એવો ડર સતાવે છે કે ચીન તેમની ઓળખ ખતમ કરી નાખશે. બેન્ડ કેન્ટા પૉપ ગીતોમાં પોતાના મેસેજ આપે છે. કેન્ટોપૉપ સ્થાનિક ચાઇનીઝ ભાષા કેન્ટોનીજમાં ગવાતા ગીતો છે.

આ બેન્ડમાં 12 સંગીતકાર અને ડાન્સર છે. તેથી બેન્ડના સભ્યો પોલીસની સામે પણ ડર્યા વિના પ્રોગ્રામ્સ કરે છે. સોશિયલ મીડિયા પર બેન્ડના 3 લાખથી વધુ સભ્યો બની ચૂક્યા છે. એક પ્રશંસક લિમ વોંગ કહે છે કે 2 વર્ષમાં હોંગકોંગમાં સામાજિક વાતાવરણ નિરાશ કરી ગયું, જેનાથી ખાસ કરીને યુવા વર્ગ વધુ પરેશાન રહ્યો.

ચીન બેન્ડની વિરુદ્ધ, કહ્યું- તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે
આંદોલન દરમિયાન લોકશાહી સમર્થક નેતા ગ્વેનેથ હો (30)ની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે ગ્વેનેથે એન્ટર મિરર બેન્ડને જેલમાંથી પત્ર લખ્યો હતો કે, ‘તમારો પ્રેમ અમારા માટે આદર્શ છે. હું તમારું યોદ્ધા ગીત સાંભળીને બહુ જ રડી હતી. તે દૃઢતાથી ભરેલું ગીત છે.’ જોકે, બેન્ડ ચીન સમર્થકોના નિશાના પર રહ્યું છે. ચીન સમર્થક એક સાંસદે આક્ષેપ કર્યો હતો કે આ બેન્ડ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો ભંગ કરે છે. તેના કાર્યક્રમોમાં સજાતીયતા દર્શાવાય છે. આ મહિને અધિકારીઓએ લોકશાહી સમર્થક ધારાસભ્ય માટે એક રેલીમાં ગાવા બદલ કેન્ટોપૉપ સ્ટાર એન્થની વોંગ યિઉ-મિંગની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...