કિસ્મતના દરવાજા ખૂલ્યા:'ઢાબાવાલા બાબા'ની જેમ ખૂલી રસ્તે રખડતી આ વ્યક્તિની કિસ્મત, હાથમાં 12 લાખ મળ્યા તો વહેવા લાગ્યાં આંસુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલિપે માઈકના જીવનના કિસ્સા તેના બ્લોગ દ્વારા લોકો સુધી પહોંચાડ્યા. - Divya Bhaskar
ફિલિપે માઈકના જીવનના કિસ્સા તેના બ્લોગ દ્વારા લોકો સુધી પહોંચાડ્યા.

અમેરિકામાં એક બ્લોગરે એક રસ્તે રખડતી વ્યક્તિની મદદ કરીને તેની આર્થિક સ્થિતિને સુધારવાનું કામ કર્યું છે. દિલ્હીમાં ઢાબાવાલા બાબાની જેમ જ એક બ્લોગરે માઈક નામની આ વ્યક્તિની મદદ કરી છે અને તેના માટે 17 હજાર ડોલર્સ એટલે કે લગભગ 12 લાખની રકમ સોશિયલ મીડિયા દ્વારા ભેગી કરી છે.

ગાડીના કાચ સાફ કરવા સામે બ્લોગ પર વાત કરવાની મળી ઓફર
46 વર્ષના માઈકની મુલાકાત ફિલિપ નામની વ્યક્તિથી અમેરિકાના કેનિટ્ક્ટ શહેરમાં થઈ હતી. માઈકે 24 વર્ષના ફિલિપને પૂછ્યું હતું કે શું તે તેની ગાડીના કાચ સાફ કરી શકે છે? પહેલાં તો ફિલિપે તેને આ કામ માટે ના પાડી દીધી હતી, પરંતુ પછી તેણે માઈકને પોતાની કારમાં બોલાવી લીધો અને બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ.

31 જાન્યુઆરીએ ફિલિપે તેની કારને કેનિટ્ક્ટ શહેરમાં પાર્ક કરેલી હતી. એ સમયે તાપમાન -10 ડીગ્રી હતું. ફિલિપે જ્યારે જોયું કે માઈક અડધો કલાકથી એકલો જ ઊભો હતો તો તેણે માઈક માટે સેન્ડવિચ ખરીદી લીધી અને તેને કારમાં ઈન્વાઈટ કર્યો હતો. ત્યાર પછી ફિલિપે તેને પૂછ્યું કે શું માઈક તેના ડેઈલી બ્લોગ પર વાત કરવાનું પસંદ કરશે?

માઈક ફિલિપના ડેઈલી બ્લોગ પર વાતો કરવા લાગ્યો.
માઈક ફિલિપના ડેઈલી બ્લોગ પર વાતો કરવા લાગ્યો.

જે જીવનથી દુઃખી હતો તેના જ કિસ્સાએ બનાવ્યો લાખોપતિ

માઈકે પોતાના જીવન સાથે જોડાયેલા કિસ્સા ફિલિપ સાથે શેર કરવાનું શરૂ કર્યું. ફિલિપે ત્યાર પછી માઈક સાથેની પોતાની વાતચીત સોશિયલ મીડિયા પર શેર કરી. સોશિયલ મીડિયા પર લોકો માઈકના એટિટ્યૂડથી ઘણા ઈમ્પ્રેસ દેખાયા. ત્યાર પછીથી જ ઘણા લોકો ફિલિપને પૂછવા લાગ્યા કે શું તેઓ માઈક માટે ડોનેટ કરી શકે છે?

આટલા બધા પૈસા મળવાથી માઈક ઈમોશનલ થઈ ગયો હતો.
આટલા બધા પૈસા મળવાથી માઈક ઈમોશનલ થઈ ગયો હતો.

માઈકનો વીડિયો જબરદસ્ત રીતે વાઈરલ થઈ ગયો હતો અને એને કારણે સોશિયલ મીડિયા યુઝર્સમાં તે ખૂબ લોકપ્રિય થઈ રહ્યો હતો. ત્યાર પછીથી જ ફિલિપના ફોલોઅર્સ અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે માઈક માટે 17 હજાર ડોલર ભેગા કર્યા હતા. ફિલિપે ત્યાર પછી માઈકને પોતાની કારમાં જ આ કેશ રકમ આપી હતી. માઈક આ પૈસા મેળવીને ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો અને તેણે ફિલિપને ગળે લગાવી લીધો હતો.

ઘર છોડી રોડ ટ્રિપ પર નીકળ્યો છે ફિલિપ
​​​​​​​
અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં રહેતા ફિલિપ છેલ્લા કેટલાક સમયથી રોડ ટ્રિપ કરી રહ્યા છે અને તે પોતાની કારમાં જ રહે છે. તેમણે કહ્યું હતું કે માઈકને મદદ કરવી તેમના જીવનના અનુભવમાંથી એક બેસ્ટ અનુભવ રહ્યો છે. ફિલિપે કહ્યું હતું કે તેઓ આઠ મહિના પહેલાં આ યાત્રા માટે નીકળ્યા છે. તેમણે કહ્યું હતું કે હું મારા ઘરેથી નીકળીને કારમાં જ રહેવા લાગ્યો છું અને દરેક નાનીમોટી ઘટનાના વીડિયો બનાવી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...