તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાકિસ્તાનમાં હિન્દુ, શીખ અને ખ્રિસ્તી સમાજની યુવતીઓનું જબરદસ્તીથી ધર્માંતરણ કરવાનું સતત જારી છે. હવે સિંધ પ્રાંતના બલુચિસ્તાનમાં હિન્દુ મહિલા શિક્ષિકાનું જબદસ્તીથી ધર્માંતરણ કરવાની ઘટના સામે આવી છે. તેમનું નામ એકતાથી બદલીને આયશા કરી દેવાયું છે. આ ઘટનામાં સ્થાનિક તંત્રે કોઈ કાર્યવાહી નથી કરી. બીજી તરફ, ઈમરાન સરકાર પણ ચૂપ છે. જોકે, લઘુમતીઓ માટે કામ કરતી સંસ્થા વોઈસ ઓફ માઈનોરિટીએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનમાં ધર્મપરિવર્તન સામાન્ય ઘટના
આ સંસ્થાએ કહ્યું છે કે, પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન બહુ સામાન્ય બની ગયું છે. એક દિવસ એવો પણ આવશે, જ્યારે અહીંના ઝંડામાં સફેદ રંગ બિલકુલ ગાયબ થઈ જશે. આ રંગ પાકિસ્તાનની લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે, મિયાં મિટ્ટુ નામના શખસે સિંધ પ્રાંતમાં અનેક લઘુમતી યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું છે. હાલમાં જ તેણે કવિતા કુમારી નામની યુવતીને જબરદસ્તીથી ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો. 2019માં મિટ્ટુએ મહક કેસવાની તેમજ રવિના અને રીના નામની બે સગીરાનું અપહરણ કરાવીને તેમને ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો.
1000 છોકરીઓનું દર વર્ષે ધર્મપરિવર્તન
અમેરિકન ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનમાં દર વર્ષે 1000 યુવતીઓને જબરદસ્તીથી મુસ્લિમ બનાવાય છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે, લૉકડાઉનમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓ વધી છે. યુવતીઓના સોદા કરતા લોકો હવે ઈન્ટરનેટ પર પણ સક્રિય છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.