બાંગ્લાદેશ હિંસા:હિન્દુ શ્રદ્ધાળુઓ મદદ માટે પોકારતા રહ્યા પણ પોલીસ હુમલા બાદ પહોંચી

ઢાકા/નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુર્ગાપૂજા પંડાલમાં કુર્રાન ના અપમાનની અફવા બાદ હિંસામાં વધુ એક મોત
  • ઇસ્કોને ભારતીય વડાપ્રધાનને હસ્તક્ષેપની અપીલ કરી જણાવ્યું

બાંગ્લાદેશમાં દુર્ગા પંડાલમાં કુર્રાનના અપમાનની સોશિયલ મીડિયા પર અફવા ફેલાઇ હતી, તે પછી હિંસા ભડકી. તેમાં 4 દિવસમાં મૃતકોની સંખ્યા 6 થઇ છે. ઇસ્કોનના કમ્યૂનિકેશન ડાયરેક્ટર વ્રજેન્દ્ર નંદન દાસે જણાવ્યું કે શુક્રવારે નોઆખલી જિલ્લામાં હુમલો થયો.

નમાજ બાદ 500 લોકોના ટોળાએ અમારા બે અનુયાયીની નિર્મમતાથી હત્યા કરી નાખી. ઇસ્કોનના સંસ્થાપક પ્રમુખપાદજીની 125મી જયંતીની તૈયારી ચાલી રહી છે. તેમની પ્રતિમા પણ તોડી પડાઇ. શિષ્યો મદદ માટે પોકારતા રહ્યા પણ પોલીસ હિંસા, તોડફોડ થઇ ગયા પછી પહોંચી.

બાંગ્લાદેશમાં હિન્દુ તહેવારો વખતે બહુમતીઓ ઉપદ્રવ કરતા આવ્યા છે. બીજી તરફ કોલકાતામાં ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશને હિંસા રોકવા કહે.

પંડાલો ઉપરાંત હિન્દુઓનાં ઘર, દુકાનોમાં પણ તોડફોડ
ઇસ્કોનના પદાધિકારીઓએ જણાવ્યું કે નમાજ બાદ સંખ્યાબંધ લોકોનાં ટોળાંએ મંદિરમાં અને હાજર શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો. તે સમયે મા દુર્ગાના વિસર્જનની તૈયારી ચાલી રહી હતી. હુમલામાં જતિન દાસનું મોત થયું. ઉત્સવના છેલ્લા દિવસે ઘણા પંડાલ, હિન્દુઓનાં ઘર અને દુકાનોને પણ નિશાન બનાવાયાં.

22 જિલ્લામાં અર્ધલશ્કરી દળો તહેનાત કરાયાં
બુધવારે 80 પૂજા પંડાલ પર હુમલા થયા. ચાંદપુરના હાજીગંજમાં અથડામણ તથા પોલીસ ગોળીબારમાં 4 લોકો માર્યા ગયા. હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના રાણા દાસગુપ્તાએ આક્ષેપ કર્યો કે ચટગાંવનાં મંદિરો-મંડપો પર હુમલાનો પ્રયાસ કરાયો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસર્જન અટકાવી દેવાયું હતું. 22 જિલ્લામાં અર્ધલશ્કરી દળો બોર્ડર ગાર્ડ તહેનાત કરાયાં છે.

કાબુલ: ગુરુદ્વારામાં 10 દિવસમાં બીજીવાર તાલિબાન આતંકીઓ ઘૂસ્યા
અફઘાનિસ્તાનમાં કાબુલ સ્થિત ગુરુદ્વારામાં શુક્રવારે હથિયારધારી આતંકીઓ પહોંચ્યા. તેઓ તાલિબાન આતંકી હતા. તેમણે તલાશી લીધી અને સાથે જ ત્યાં હાજર 20થી વધુ શીખોને ધમકાવ્યા, સ્થળની પવિત્રતાનો ભંગ કર્યો. 10 દિવસમાં આ બીજી વખત તાલિબાન આતંકીઓ ગુરુદ્વારા દશમેશ પિતા શ્રી ગોવિંદસિંહ કરતા પરવન પહોંચ્યા. 5 ઓક્ટોબરે પણ હથિયારધારી આતંકીઓએ ગુરુદ્વારા પરિસરમાં તોડફોડ કરી હતી. એક સ્થાનિક શીખે જણાવ્યું કે ગુરુદ્વારામાં ઘૂસેલા તાલિબાન આતંકીઓએ દાવો કર્યો કે આ પવિત્ર સ્થળે રાઇફલ અને હથિયારો છુપાવાયાં છે. તેમણે અમારા સાંસદ નરિન્દર સિંહ ખાલસાની ઓફિસની પણ તલાશી લીધી, જેઓ હાલ ભારતમાં છે. ઇન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહ ચંડોકે કહ્યું કે મને કાબુલમાં મુસીબતમાં મુકાયેલા શીખ સમુદાયના લોકો ફોન કરી રહ્યા છે. પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સે આતંકીઓને રોક્યા તો તેમને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી અપાઇ અને માર મરાયો. હાલ અફઘાનિસ્તાનમાં અંદાજે 180 અફઘાન શીખો-હિન્દુઓ છે.અન્ય સમાચારો પણ છે...