તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Hijacking Of A Ukrainian Plane In Kabul, Information Provided By The Minister Of Ukraine; Claim To Take The Plane To Iraq

યુક્રેનનો યુ-ટર્ન:અફઘાનિસ્તાનથી પોતાનું પ્લેન હાઇજેક થયું હોવાની વાતને યુક્રેને ફેરવી તોળી, કહ્યું- કાબુલ મોકલેલાં દરેક વિમાન પરત આવ્યાં

કાબુલએક મહિનો પહેલા
  • અત્યારસુધી 83 લોકોને કાબુલથી કિવ સુધી લાવામાં આવ્યા છે
  • અફઘાનિસ્તાનમાં હજી પણ આશરે 100થી વધુ યુક્રેનના નાગરિક હાજર

યુક્રેને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલથી પોતાનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું હોવાની વાત હવે નકારી દીધી છે. આ પહેલાં યુક્રેના ડેપ્યુટી વિદેશમંત્રી યેવગેની યેનિને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યુક્રેનના એક વિમાનને હાઈજેક કરવામાં આવ્યું છે. આ વિમાન યુક્રેની નાગરિકોને બહાર કાઢવા અફઘાનિસ્તાન પહોંચ્યું હતું. આ માહિતી યુક્રેના ડેપ્યુટી વિદેશમંત્રી યેવગેની યેનિને મંગળવારે આપી છે. તેમણે કહ્યું હતું કે ગત રવિવારે કેટલાક લોકોએ અમારા વિમાનને હાઈજેક કર્યું હતું. એને કેટલાક અજ્ઞાત લોકોએ પોતાના કબજામાં લઈ લીધું છે. યુક્રેન સરકારના ડેપ્યુટી વિદેશમંત્રીએ માહિતી આપી છે કે રવિવારે જ અમારા પ્લેનને અજ્ઞાત લોકો દ્વારા હાઈજેક કરવામાં આવ્યું છે. મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવામાં આવ્યું છે, જેમાં અજ્ઞાત લોકો છે.

ઈરાન તરફ ગયું છે વિમાન
યુક્રેન સરકારમાં ડેપ્યુટી વિદેશમંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે અમારા પ્લેનને અજ્ઞાન લોકો દ્વારા હાઈજેક કરી લેવામાં આવ્યું છે. મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવામાં આવ્યું છે. એટલું જ નહિ, અમારાં અન્ય ત્રણ વિમાન પણ સફળ થઈ શક્યાં નથી. એ પાછળનું કારણ એ છે કે અમારા લોકો એરપોર્ટ સુધી પહોંચી શક્યા નહોતા. ઈરાનના મંત્રી અબ્બાસ અસલનો દાવો છે કે વિમાન નોર્થ ઈસ્ટ ઈરાનના મશહદ એરપોર્ટ પર આવ્યું હતું, જોકે એ રિફ્યૂલિંગ પછી યુક્રેન માટે રવાના થઈ ગયું હતું અને કિવ એરપોર્ટ પર લેન્ડ પણ થયું હતું.

યુક્રેનના ઉપ-વિદેશમંત્રી બોલ્યા- વિમાનમાં અમારા લોકો નહોતા
યુક્રેનના ઉપ-વિદેશમંત્રી યેનિને જણાવ્યું કે રવિવારે કેટલાક લોકોએ અમારું વિમાન હાઈજેક કરી લીધું. મંગળવારે તેને અજ્ઞાત યાત્રીઓના સાથે ઈરાન લઈ જવામાં આવ્યુ છે, તેમાં યુક્રેનના લોકો નથી, જેમને એરલિફ્ટ કરવા માટે અમે વિમાન મોકલ્યું હતું. અમારા લોકોને એરલિફ્ટ કરવા અમારા આગળના ત્રણ પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા છે, કેમ કે અમારા લોકો કાબુલ એરપોર્ટ સુધી પહોચી નથી શક્યા.

હજી પણ આશરે 100 યુક્રેનના નાગરિક અફઘાનિસ્તાનમાં
એજન્સી પ્રમાણે જે લોકોએ આ વિમાનને હાઈજેક કર્યું છે તે દરેક હથિયારોથી સજ્જ હતા. હજી એ જાણકારી મળી નથી કે કોણે આ વિમાનને હાઈજેક કર્યુ છે. યુક્રેન દ્વારા સતત પોતાના લોકોને અફઘાનિસ્તાનથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. જાણકારી પ્રમાણે અત્યારસુધી 83 લોકોને કાબુલથી કિવ સુધી લાવામાં આવ્યા છે. તેમાં 31 યુક્રેનના નાગરિક પણ સામેલ હતા. અફઘાનિસ્તાનમાં હજી પણ આશરે 100થી વધુ યુક્રેનના નાગરિક હાજર છે, જેમને રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

15 ઓગસ્ટે તાલિબાન ફાઈટર્સે કાબુલ પર કબજો જમાવ્યો
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછીથી કાબુલ એરપોર્ટ પરથી લોકોને રેસ્ક્યૂ કરાઈ રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુક્રેન, ભારત સહિત ઘણા વિશ્વના દેશ પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવા લાગ્યા છે. નાટો દેશોની સાથે અમેરિકાએ કાબુલ એરપોર્ટને તેના કન્ટ્રોલમાં લીધું છે. તેમની મદદથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. 15 ઓગસ્ટે તાલિબાન ફાઈટર્સે કાબુલ પર કબજો જમાવ્યો છે. થોડા કલાકોમાં જ સમગ્ર રાજધાની પર તેમનું નિયંત્રણ થઈ ગયું. આ પહેલાં જ દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. તેમણે પછીથી એક વીડિયો બહાર પાડ્યો કે તેમણે દેશમાં લોહીની નદીઓ ન વહે એ માટે દેશ છોડવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...