કોરોનાવાઈરસ:જર્મનીમાં અત્યંત પ્રભાવશાળી એન્ટિબૉડી શોધાયા, નિષ્ક્રિય વેક્સિન બનાવવામાં સફળતા મળી શકે

બર્લિનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જર્મનીમાં વિજ્ઞાનીઓએ એવા એન્ટિબૉડીઝની શોધ કરી છે જે કોરોના વાઈરસ વિરુદ્ધ અત્યંત પ્રભાવશાળી છે. તેનાથી કોરોનાની નિષ્ક્રિય વેક્સિન તૈયાર કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે. સક્રિય રસીકરણના સ્થાને નિષ્ક્રિય રસીકરણનનો એ ફાયદો થશે કે શરીરમાં સીધા એન્ટિબૉડીઝ પહોંચી જશે, જે થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે.

જર્નલ સેલમાં પ્રકાશિત અભ્યાસમાં એ પણ જાણ થઈ કે કેટલાક કોરોના(સાર્સ-કોવ 2) એન્ટિબૉડી જુદાં જુદાં અંગો સાથે ટિશ્યૂને જોડે છે જે સંભવિત રૂપે આડઅસર થવા દેતા નથી. અભ્યાસ જર્મનીની ચેરિટી હોસ્પિટલ અને જર્મન ન્યૂરોડીજેનેરેટિવ ડિસીઝ સેન્ટર(ડીઝેડએનઈ)ના વિજ્ઞાનીઓએ મળીને કર્યો હતો. તેમાં 600 અલગ અલગ એ લોકોના લોહીના એન્ટિબૉડીને કાઢવામાં આવ્યા જે કોરોનાના ચેપથી સાજા થયા હતા. લેબોરેટરીના માધ્યમથી તે એન્ટિબૉડીઝ સુધી પહોંચવામાં સફળતા મળી જે વાઈરસને ખતમ કરવા જરૂરી છે.

ભારતમાં ફેવિપિરાવિરનું જેનેરિક કોરોના પેક લોન્ચ, કિંમત 2640 રૂપિયા
દવા નિર્માતા કંપની હેટેરાએ શુક્રવારે તેની જેનેરિક ઓરલ એન્ટિવાઈરલ દવા ફેવિવિર-800/200 લોન્ચ કરી દીધી છે. આ દવા કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણવાળાં દર્દીઓની સારવાર માટે દેશમાં વાપરી શકાશે. આ દવાની કિટમાં 16 ગોળીઓ ફેવિપિરાવિર 800 એમજી અને બે ગોળીઓ ફેવિપિરાવિર 200 એમજીની છે. જેની કિંમત 2640 રૂપિયા છે. આ દવાને આપણા દેશના ડ્રગ્સ નિયામક ડીસીજીઆઈ ઉપયોગમાં લેવા માટે મંજૂરી પણ આપી દીધી છે.

એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ મળેલા લક્ષણોવાળા દર્દીઓનો બીજી વખત આરટી-પીસીઆર ટેસ્ટ જરૂરી : દિલ્હી સરકારનો નિર્દેશ
દિલ્હી સરકારે તમામ જિલ્લાઓને નિર્દેશ આપ્યો છે કે તે કોરોનાનાં લક્ષણવાળા એવા દર્દીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ જરૂરથી કરે જે એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ મળ્યા હોય. ખરેખર 1400 દર્દીઓના મામલે આ પ્રક્રિયા અપનાવાઈ નહોતી, જેના પછી સરકારે આ નિર્દેશ જારી કરવા પડ્યા હતા. બીજી બાજુ દિલ્હીના જેલ ડીજી સંદીપ ગોયલ કોરોના ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. જેલના અધિકારીઓએ આ માહિતી આપતાં કહ્યું કે અત્યાર સુધી 25 કેદી અને 20 જેલ સ્ટાફ કોરોના ચેપગ્રસ્ત થઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...