તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Hibatullah Akhundzada, The Taliban's Most Notorious Terrorist, Is Hiding In An Unknown Location In Kandahar, Will Soon Be Exposed To The World

કંદહારમાં છુપાયો છે તાલિબાનનો આકા!:તાલિબાનનો ખૂનખાર આતંકવાદી-આકા હિબતુલ્લાહ અખુંદઝાદા કંદહારમાં અજ્ઞાત સ્થળે છુપાયેલો છે, ટૂંક સમયમાં દુનિયા સમક્ષ આવશે

19 દિવસ પહેલા
હિબતુલ્લાહ અખુંદઝાદા- પ્રતીકાત્મક તસવીર.
  • અખુંદઝાદા આજ સુધી ક્યારેય જાહેરમાં દેખાયો નથી
  • અખુંદઝાદાના અમુક આતંકવાદીઓએ પણ હજી તેને જોયો નથી

તાલિબાનનો સર્વોચ્ચ કમાન્ડર અને આતંકવાદીઓનો આકા(સ્વામી) ભયાનક હિબતુલ્લા અખુંદઝાદા લાંબા સમયથી કંદહારમાં અજ્ઞાત સ્થળે છુપાયેલો છે. ટૂંક સમયમાં તે દુનિયા સમક્ષ આવશે. આ ખુલાસો તાલિબાન કમાન્ડર ઝબીહુલ્લા મુજાહિદે કર્યો હતો. એક પ્રેસ-કોન્ફરન્સમાં આ જાણકારી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અખુંદઝાદા એવા કેટલાક તાલિબાન નેતાઓમાંના એક છે, જેમની બહુ ઓછી જાણકારી જાહેર હોય છે. આ માહિતી ખૂબ નજીકના લોકો પૂરતી મર્યાદિત હોય છે. અચરજની બાબત એ છે કે અખુંદઝાદા આજ સુધી ક્યારેય જાહેરમાં દેખાયો નથી.

અખુંદઝાદાના અમુક આતંકવાદીઓએ પણ હજી તેને જોયો નથી
તાલિબાનના ઉપ-પ્રવક્તા બિલાલ કરીમીનું કહેવું છે કે તેઓ શરૂઆતથી જ કંદહારમાં છે અને ટૂંક સમયમાં લોકોની સામે આવશે. અખુંદઝાદાએ તાલિબાનની કમાન 2016થી સંભાળી છે. અખુંદઝાદા એવી રીતે છુપાયેલો હોય છે કે તેના આતંકવાદીઓએ પણ તેને જોયો નથી. તેની રોજિંદા જિંદગી વિશે કોઈ જાણતું નથી. તે ઈસ્લામિક તહેવારોમાં પોતાના આતંકવાદીઓને વીડિયો મેસેજ મોકલવાનું કદી ભૂલતો નથી.

તાલિબાનના ઘણા નેતાઓને છુપાઈને રખાતા હોય છે
અખુંદઝાદા તાલિબાનનો પ્રથમ નેતા નથી, જેને આવી રીતે છુપાઈને રાખવામાં આવ્યો હોય. આ પહેલાં પણ આતંકી સંગઠન કેટલાક નેતાઓને આ જ પ્રમાણે દુનિયાની નજરથી છુપાઈને રાખવામાં આવ્યા છે. આની પહેલાં જે મુલ્લા ઉમરના હાથમાં તાલિબાનની કમાન હતી, તે પણ તાલિબાનના શાસન વખતે ઓછી વખત કાબુલ આવ્યો હતો. તેનું ઠેકાણું પણ કંદહાર જ હતું, મોટા ભાગના તાલિબાની આતંકવાદીઓ કંદહારમાં જોવા મળે છે.

શાસન પછી અખુંદઝાદાનું કોઈ નિવેદન નહિ
આ આશ્ચર્યની બાબત છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન પછી અખુંદઝાદાનું કોઈ નિવેદન જાહેર થયું નથી, પરંતુ તેના ઓર્ડર પરથી જ તાલિબાનના નેતાઓ કામ કરતા હોય છે. તેની સલાહ-સૂચન લીધા વગર કોઈ આગળ કાર્ય થઈ શકતું નથી. તાલિબાન એને અમીર-અલ-મૌમિન તથા મુલ્લાના નામથી બોલાવે છે. આ જ વ્યક્તિ શરિયા કોર્ટનો પ્રમુખ પણ છે.

અખુંદઝાદાનો જન્મ કંદહારમાં જ થયો છે. હિબતુલ્લાનો અર્થ અરબી ભાષામાં ભગવાનથી મળેલી ભેટ થાય છે. બાદમાં તેનો પરિવાર બલૂચિસ્તાનના ક્વેટામાં આવી ગયો હતો. 1980ની આસપાસ તેણે રશિયન સેના વિરદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને 2017માં તેના એક પુત્રનું મોત અમેરિકી સેના પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં થયું હતું. 2012 અને 2019માં તેના પર જીવલેણ હુમલાનો પ્રયત્ન પણ થયો હતો, પરંતુ એમાં તે બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...