તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Hezbollah Could Be Akhundzada Like Iran's Khamenei Supreme Leader, Meeting In Kandahar, Likely To Be Announced Tomorrow

તાલિબાન સરકાર માટે તૈયારી:હિબ્દુલ્લાહ અખુંદઝાદા બની શકે છે સુપ્રીમ લીડર, કંદહારમાં ચાલી રહી છે બેઠક, આવતીકાલે જાહેરાત થાય તેવી શક્યતા

કાબુલ/કંદહાર25 દિવસ પહેલા
  • સુપ્રીમ લીડરને અફઘાનિસ્તાનમાં 'જાઈમ' અથવા 'રહબર' કહેવામાં આવે છે

અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સત્તાને લઈ બેઠકો ચાલી રહી છે. ભાસ્કરને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે અફઘાનિસ્તાનમાં ઈરાનની માફક શાસન વ્યવસ્થાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. અહીં તાલિબાનના સૌથી મોટા નેતા હિબ્દુલ્લાહ અખુંદઝાદાને સર્વોચ્ચ નેતા એટલે કે સુપ્રીમ લીડર બનાવવામાં આવી શકે છે. આ અંગે આવતીકાલે એટલે કે ગુરુવારે 2 સપ્ટેમ્બરના રોજ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. આ સાથે એવી પણ અટકળો વહી રહી છે કે નવી સરકારની રચના અંગે પણ મહત્વની જાહેરાત થઈ શકે છે.

ઈસ્લામિક સરકાર હશે
'ન્યૂયોર્ક ટાઈમ્સ'એ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર મુદ્દે પોતાનો અહેવાલ જાહેર કર્યો છે. તેમાં પણ કહેવામાં આવ્યું છે કે અખુંદઝાદાને સુપ્રીમ લીડર તરીકે નિમણૂંક કરવા સર્વસંમતિ થઈ ચુકી છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. તે સંપૂર્ણપણે ઈસ્લામિક સરકાર હશે.

સરકારની રચના અંગે કંદહારમાં ચાલી રહેલી બેઠકોની અધ્યક્ષતા અખુંદજાદા કરે છે. તાલિબાનના સૂત્રોએ પણ આ અંગે પુષ્ટી કરી છે. અહેવાલ પ્રમાણે સુપ્રીમ લીડરને અફઘાનિસ્તાનમાં 'જાઈમ' અથવા 'રહબર' કહેવામાં આવે છે. જાઈમનો અર્થ નેતા અને રહબરનો અર્થ માર્ગદર્શક થાય છે. આ પ્રકારની જ વ્યવસ્થા શિયા બહુમતી ધરાવતા ઈરાનમાં છે. શૂરા કાઉન્સિલ છે અને ત્યારબાદ સંસદ તથા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની પ્રજા દ્વારા પસંદગી કરવામાં આવે છે.

અન્ય નેતાઓના નામ અંગે હજુ પણ સસ્પેન્સ
અત્યાર સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે તાલિબાન વચન પ્રમાણે અન્ય જનજાતિઓ અથવા કબીલાઓના નેતાઓને સરકારમાં સામેલ કરે છે કે નહીં. પ્રસારણ અને ગૃહ મંત્રાલય સૌથી મહત્વના વિભાગ માનવામાં આવે છે. બ્લૂમબર્ગ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે આ અંગે પણ આવતીકાલે જ તસ્વીર સ્પષ્ટ થઈ શકે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે સરકારના દૈનિક કાર્યોની જવાબદારી મુલ્લા અબ્દુલ ગની બરાદર સંભાળશે. જોકે, તેમનું પદ કયું હશે એ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. બરાદરે જ અમેરિકા સાથે કતારમાં વાતચીત કરી હતી.

હક્કાની પણ સરકારમાં સામેલ થઈ શકે છે
અહેવાલો પ્રમાણે અખુંદઝાદા અને બરાદર બાદ બે અન્ય નામ એવા છે કે જેમને સરકારમાં મહત્વની ભૂમિકા સોંપવામાં આવશે. આ નેતા-મુલ્લા મોહમ્મદ યાકૂબ અને સિરાજુદ્દીન હક્કાની છે. તેને અખુંદઝાદાનો સલાહકાર પણ બનાવવામાં આવી શકે છે. હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને અબ્દુલ્લા-અબ્દુલ્લા સરકારમાં સામેલ શકે કે નહીં. શૂરા કાઉન્સિલ મુદ્દે હજુ પણ ચિત્ર સ્પષ્ટ થયું નથી.

પિતા મસ્જિદના ઈમામ હતા
હિબ્તુલ્લાહ અખુંદઝાદા વર્ષ 1961 આજુબાજુ અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતના પંજવઈ જિલ્લામાં જન્મ્યા હતા. તે નૂરજઈ કબીલા સાથે સંકળાયેલા છે. તેમના પિતા મુલ્લા મોહમ્મદ અખુંદ એક ધાર્મિક સ્કોલર હતા. ગામની મસ્જિદમાં ઈમામ હતા. તેમની પાસે ન તો જમીન હતી અને ન તો કોઈ સંપત્તિ. મસ્જિદમાં મળતા દાનના પૈસા અને અનાજથી ઘર ચાલતું હતું. હિબ્તુલ્લાહ અખુંદજાદાએ તેના પિતા પાસેથી તાલીમ મેળવી હતી. વર્ષ 1980ની શરૂઆતી દિવસોની આ વાત છે. અફઘાનિસ્તાનમાં સોવિયત યુનિયનની સરકાર આવી ચુકી હતી. આ સેનાના સંરક્ષણમાં અફઘાન સરકાર ચાલતી હતી.