તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Here Was Our Old House !: Here Is The River Of Acid, A Drop Of Burning Skin, Now The Car That Purifies The Air Is Coming

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:અહીં હતું આપણું જૂનું ઘર!: આ છે એસિડની નદી, એક ટીપાથી બળે છે ચામડી, હવે આવી રહી છે હવા શુદ્ધ કરતી કાર

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અહીં હતું આપણું જૂનું ઘર

સંશોધકો દ્વારા કરાયેલા એક અભ્યાસમાં દક્ષિણ આફ્રિકામાં એક ગુફા મળી આવી છે. આ ગુફા આદિમાનવોનું રહેઠાણ હોવાનું માનવામાં આવે છે અને એવા પુરાવા પણ મળ્યા છે. અહીંથી ખનન દરમિયાન 20 લાખ વર્ષ પહેલાં માણસોએ બનાવેલાં ઓજારો મળ્યાં છે. આદિમાનવો એ સમયે આગનો ઉપયોગ કરતા હોવાના પુરાવા પણ મળી આવ્યા છે, જ્યાંથી બળેલાં હાડકાં અને ઓજારોની રાખ મળી છે.

આ છે એસિડની નદી

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં લોકો ડરેલા છે, કેમ કે ત્યાંની પોલમાડી બર્ન નદીનું પાણી અચાનક પીળા રંગનું થઇ ગયું, એમાંથી દુર્ગંધ પણ આવે છે અને પાણીને અડવાથી ચામડી પર ભારે બળતરા થતી હોવાનું પણ લોકો કહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણી જાણે એસિડમાં ફેરવાઇ ગયું છે. શરૂમાં પાણીનો રંગ બદલાતો જણાયો તો લોકોએ એને બગડતા પર્યાવરણની અસર માની. લોકોના કહેવા મુજબ નદીની નજીક એક કેમિકલ ફેક્ટરી છે. એમાંથી ઠલવાયેલી ગંદકીને કારણે નદીના પાણીનો રંગ બદલાયો હોય તેવું બની શકે. આસપાસનાં ઘરોમાં રહેતા ઘણા લોકો નદીનું પાણી ઉપયોગમાં લેતા હોવાથી વિજ્ઞાનીઓ આ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા છે.

હવાને શુદ્ધ કરશે ઈલેક્ટ્રિક કાર

બ્રિટિશ ડિઝાઇનર હીથરવિક સ્ટુડિયોએ ચીનની આઇએમ મોટર્સ માટે કન્સેપ્ટ કાર ‘એર-ઓ’ રજૂ કરી છે, જે ડ્રાઇવરલેસ અને ઇલેક્ટ્રિક હશે. એમાં લાગેલા ફિલ્ટર ફીચરને પર્યાવરણ માટે મોટો ફેરફાર ગણાવાઇ રહ્યો છે. બહારની દૂષિત હવાને શુદ્ધ હવામાં ફેરવવા એમાં હેપા ફિલ્ટર લગાવવાનું પ્લાનિંગ છે. આ કારનું પ્રોડક્શન 2023થી શરૂ કરાશે.

માટીની જીવંત લાગતી કલાકૃતિઓ

ચીનના દાવુ ગામમાં માટીમાંથી તૈયાર કરેલી આ કલાકૃતિઓ પહેલી નજરે એક પ્લે ચાલી રહ્યો હોય તેવો આભાસ કરવો છે. એને પાન યોઉફાંગ નામના કલાકારે બનાવી હતી અને એને જોતાં જ લાગે છે કે જાણે એમાં કોઈ પ્રાણ ફૂંકી દીધા છે.

પોલીસની પાછળ કોરોના!

તામિલનાડુના પાટનગર ચેન્નઇમાં કોરોના મહામારી વિરુદ્ધ લોકજાગૃતિ માટે શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગુરુવારે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. એમાં ટ્રાફિક-પોલીસના જવાનોએ લોકોને માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના ઉપાયો દ્વારા કોરોના સંક્રમણથી બચવા જાગ્રત કર્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો