તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભલે ઈન્ડોનેશિયામાં હિન્દુઓની વસતી 2%થી પણ ઓછી છે પણ રામ અને શિવ અહીંની સંસ્કૃતિમાં રચ્યાં-વસ્યાં છે. અહીં દર ત્રીજ-તહેવાર ભારતની જેમ જ મનાવાય છે. બાલી, સુમાત્રા અને સુલાવેસી, પશ્ચિમ પાપુઆમાં દિવાળી મુખ્ય પર્વ છે. દિવાળી માટે અનુષ્ઠાન 30 દિવસ પહેલાં શરૂ થઈ જાય છે. લોકો 30 દિવસ વ્રત રાખે છે.
સુમાત્રાના મેદાનમાં રહેતા ડી. સુરેશકુમાર જણાવે છે કે 30 દિવસના આ વ્રત આત્મનિયંત્રણ, ખુદની શોધ, પોતાની કમીઓને સુધારવા અને દિવાળીથી નવી શરૂઆતના માર્ગ ખોલે છે. આ 30 દિવસોમાં અમે ઘર શણગારીએ છીએ. કલર-કામ કરાવીએ છીએ. દિવાળીની સવારે સ્નાન કરી પરિવાર સાથે મંદિર જઈએ છીએ. પરિચિતો અને મિત્રોના ઘરે જઈએ છીએ. રાત્રિપૂજન બાદ માતા-પિતા અને વૃદ્ધોનાં ચરણસ્પર્શ કરીએ છીએ. અહમને દૂર કરવા ક્ષમા માગીએ છીએ. આતશબાજીનું પણ ચલણ છે.
ઈટાલીના ઘુમક્કડ લેખક વર્થીમાએ 1502થી 1508 વચ્ચે દક્ષિણ એશિયાનો પ્રવાસ કર્યો હતો. તેમણે યાત્રા વૃતાંતમાં ભારતના વિજયનગરની જેમ સુમાત્રા ટાપુએ પણ આતશબાજીનો ઉલ્લેખ કર્યો છે. અમુક જગ્યાએ દિવાળી અધર્મ પર ધર્મના વિજય તરીકે મનાવાય છે. સ્થાનિક ભાષામાં તેને ગલુંગન કહેવાય છે. આ પર્વ દર 210 દિવસે આવે છે. અહીં હિન્દુઓનું સૌથી મોટું સાંસ્કૃતિક કેન્દ્ર જાવાના યોગાકાર્તા શહેરમાં પ્રમ્બનન મંદિર છે. 850 ઈ.સ.માં બનેલું આ મંદિર યુનેસ્કોની વિશ્વ વારસાની યાદીમાં છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં મંદિર છે. તેને સંજય વંશના શાસક રકાઈ પિકાતને બનાવડાવ્યાં હતાં. આ મંદિરનું પુરાવિષ્ટ એમ્ફી થિયેટર દરરોજ યોજાતા રામાયણ મંચન માટે પ્રસિદ્ધ છે.
1976થી અહીં દરરોજ રામાયણનું મંચન થાય છે. આ દુનિયાનો સૌથી લાંબા સમય સુધી ચાલનારો સ્ટેશ શો પણ છે. સ્પર્ધકથી લઈને દર્શક સુધી મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ભાગ લે છે. સીતાના પિત જનકનું પાત્ર ભજવનારા અલી નૂર કહે છે કે અમે લોકો ફક્ત મુસ્લિમ જ નહીં, જાવાનીઝ પણ છીએ. અહીં અમે હિન્દુ-બૌદ્ધ ધર્મની કથાઓ સાંભળીને મોટા થયા છીએ. 20 હજારથી વધુ મંદિરવાળા બાલીમાં 80 ટકા વસતી હિન્દુઓની છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.