• Gujarati News
  • International
  • Here 90% Of Corona Patients Are Infected With The Omicron Variant In South Africa Only 22% Of People Aged 18 34 Have Been Vaccinated.

સાઉથ આફ્રિકાનું નવું 'વુહાન':અહીં 90% કોરોના દર્દી ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત, 18-34 વર્ષની ઉંમરના 22% લોકોએ જ વેક્સિન લીધી છે

2 મહિનો પહેલા

અંદાજે 2 વર્ષ પહેલાં ચીનના વુહાનથી નીકળેલા કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડર ફેલાવી દીધો હતો. ત્યારથી અત્યાર સુધી આખી દુનિયા કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે. છેલ્લાં કેટલાક મહિનાઓથી દુનિયામાં કોરોનાના કેસ ઓછા થયા તો લોકોમાં રાહતની આશા ઉભી થઈ હતી. પરંતુ હવે ફરી સાઉથ આફ્રિકાથી મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને નવો ડર ઉભો કર્યો છે. ભારત, બ્રિટન, કેનેડા, નેધરલેન્ડ સહિત ઘણાં દેશોમાં કોરોનાના આ નવા વેરિયન્ટના કેસ મળી ચૂક્યા છે.

જોકે તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ આફ્રિકાના એક શહેરમાં કુલ કોરોના દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત છે. આ શહેરનું નામ છે Gauteng જ્યાં દરેક બાજુ નવા વેરિયન્ટનો ડર છે. અહીં મોટા ભાગના કોરોના દર્દીઓ આ વેરિયન્ટના દર્દી છે. ચારેય બાજુ લોકડાઉન જેવી સ્થિતિ છે. અહીં યુનિવર્સિટી-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. એક્ઝામ ટાળી દેવામાં આવી છે. દરેક વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાની આવી સ્થિતિ જોઈને દુનિયાના મોટાભાગના દેશોએ ત્યાંથી આવતા યાત્રીઓ માટે કડક નિયમ લાગુ કરી દીધા છે. ત્યાંથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધો લગાવી દીધા છે.

ક્યાં આવેલું છે ગુએટેન્ગ શહેર?
ગુએટેન્ગ દક્ષિણ આફ્રિકાના મુખ્ય 9 શહેરોમાંથી એક છે. અહીંની વસતી સવા કરોડની આસપાસ છે. આ ખૂબ ભીડવાળું શહેર માનવામાં આવે છે. આ શહેરને Land of gold પણ કહેવામાં આવે છે. આ શહેરની સીમા અન્ય કોઈ શહેર સાથે નથી જોડાતી પરંતુ ગોલ્ડ માઈન્સ અને બિઝનેસના કારણે ઘણાં લોકો આ શહેર સાથે કનેક્ટ હોય છે. કોરોનાના નવા વેરિયન્ટ વિશે જાણ થયા પછી આ શહેરમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું કામ વધારી દેવામાં આવ્યું છે.

અહીં યુવાનો ખૂબ જ ઓછા વેક્સિનેટેડ
અહીં યુવાનો ખૂબ જ ઓછા વેક્સિનેટેડ

દ. આફ્રિકામાં 18-34ની ઉંમરના માત્ર 22% યુવકોએ લીધી છે વેક્સિન
નોંધનીય છે કે, સાઉથ આફ્રિકામાં 18થી 34 વર્ષની ઉંમરના માત્ર 22 ટકા યુવાનોએ જ કોરોના વેક્સિન લીધી છે. વેક્સિન લઈ ચૂકેલા વિદ્યાર્થી મંકૂબા જીથાએ જણાવ્યું છે કે, તેઓ ઘણાં યુવાનોને વેક્સિન લેવા માટે પ્રેરણા આપી રહ્યા છે. જીથાએ કહ્યું- હું એમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે, કોરોના વાયરસથી બચવું હોય તો વેક્સિન લેવી પડશે. આપણે ટીવીમાં જોઈએ છીએ કે રોજ કેટલાય લોકો મરી રહ્યા છે. આપણે સમજવું પડશે.
બે વર્ષ સુધી સતત કોરોનાની માર ઝેલ્યા પછી હવે દુનિયા કોરોનાના નવા વેરિયન્ટની ઝપટમાં આવવાની કગાર પર છે. આ જ કારણ છે કે, ઓમિક્રોનની જાણ થયા પછી ઘણાં દેશોએ યાત્રીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને ઘણાં દેશોએ ખાસ કરીને સાઉથ આફ્રિકાથી આવતા લોકો માટે સીમા બંધ કરી દીધી છે.

ઓમિક્રોન પર કોરોના વેક્સિન કેટલી અસરકારક
WHOએ આ નવા વેરિયન્ટને ધણો ટ્રાન્સમિસિબલ ગણાવ્યો છે. જોકે તેની સાથે જોડાયેલા જોખમો વિશે હજી પૂરતી માહિતી મળી શકી નથી. માનવામાં આવે છે કે, જે લોકો ઓલરેડી કોરોનાના દર્દીઓ છે તેઓ નવા ઝડપથી નવા વેરિયન્ટની ઝપટમાં આવી શકે છે. બીજી વાત કે કોરોનાની વેક્સિન ઓમિક્રોન પર કેટલી અસરકારક છે તે વિશે માહિતી મેળવવામાં અમુક સપ્તાહ લાગશે. તેમ છતાં અમુક એક્સપર્ટનું માનવું છે કે, વેક્સિન થોડી હદ સુધી ઓમિક્રોન પર ચોક્કસથી અસરકારક છે.

સાઉથ આફ્રિકાની સરકાર અને WHOએ વિદેશી યાત્રીઓ પરથી પ્રતિબંધો હટાવવા કહ્યું
સાઉથ આફ્રિકાની સરકાર અને WHOએ વિદેશી યાત્રીઓ પરથી પ્રતિબંધો હટાવવા કહ્યું

સાઉથ આફ્રિકા પરથી દરેક દેશો પ્રતિબંધો હટાવે... નહીંતો...
ઓમિક્રોનના કારણે ઘણાં દેશોએ આફ્રિકાના યાત્રીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ દેશના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ 20થી વધારે દેશોને કહ્યું છે કે, અર્થવ્યવસ્થાને વધારે નુકસાનથી બચાવવા માટે આ પ્રતિબંધ તુરંત સમાપ્ત કરવો. તેમણે કહ્યું કે, આપણે જાણીએ છે કે, કોરોના ધણાં સમય સુધી આપણી સાથે રહેવાનો છે. તેથી આપણે અર્થવ્યવસ્થાને નુકસાન ના થાય તે રીતે મહામારીથી બચવાની વ્યવસ્થા કરવી જોઈએ. બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ રવિવારે સમગ્ર દુનિયાના દેશોને ઓમિક્રોનની ચિંતાના કારણે સાઉથ આફ્રિકાની ફ્લાઈટો પર પ્રતિબંધ ના લગાવવા કહ્યું છે.

આફ્રિકા માટે WHOના સ્થાનિક નિર્દેશક મત્સ્યદિસો મોએતીએ કહ્યું કે, યાત્રા પ્રતિબંધ ધીમે ધીમે સંક્રમણને ઓછો કરશે પરંતુ તેનાથી લોકોની આજીવિકા પર ગંભીર અસર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...