• Gujarati News
  • International
  • Heavy Snowfall Kills 22 Tourists, Including 9 Children, In Murree, Pakistan, Hundreds Stranded In 3,500 Vehicles, Rescue

કારમાં જ ઠૂંઠવાઈને 22નાં મોત:પાકિસ્તાનમાં ભારે હિમવર્ષા, કારની અંદર બેઠેલા મુસાફરોનાં લોહી થીજી ગયાં; બરફમાં ફસાયેલાં વાહનો કાઢવા સેનાની મદદ લેવાઈ

12 દિવસ પહેલા
  • પાકિસ્તાનના પંજાબના રાવલપિંડી જિલ્લામાં મુર્રી હિલ સ્ટેશન આવેલું છે
  • હિલ સ્ટેશનની મજા મોતની સજા બની

પાકિસ્તાનમાં ભીષણ હિમવર્ષાએ છેલ્લાં 15થી 20 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સેંકડોની સંખ્યામાં પર્યટકો ફસાઈ ગયા છે. હવામાન વિભાગે ભારે હિમવર્ષાની આગાહી કરેલી તેમ છતાં મોટી સંખ્યામાં લોકોએ મુર્રીમાં હિમવર્ષાની મજા માણવા પહોંચ્યા હતા, પણ ઈતિહાસમાં ક્યારેય ન થઈ હોય એટલા વ્યાપક પ્રમાણમાં હિમવર્ષા થતાં રિસોર્ટ શહેર મુર્રીમાં તાપમાન શૂન્યથી પણ નીચે ઊતરી માઈનસ 8 ડીગ્રી સેલ્સિયસ જેટલું થઈ ગયું હતું, જેને પગલે મોટી સંખ્યામાં પર્યટકો વાહનો સાથે ફસાઈ ગયા અને તેમણે ઠંડીમાં ઠૂંઠવાઈને જીવ ગુમાવ્યો છે. આ વિસ્તારમાં ભીષણ હિમવર્ષને લીધે અનેક વાહનો ફસાઈ જતાં ઓછામાં ઓછા 22 પર્યટકનાં મોત થયાં છે. હિમવર્ષાને લીધે હજુ પણ 3500 વાહન વિવિધ વિસ્તારોમાં ફસાયેલાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ પર્યટકોનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. બચાવ કામગીરીમાં સેના જોડાઈ છે.

મૃત્યુ પામેલા 21 લોકો પૈકી 9 બાળકનો સમાવેશ

સેનાએ બચાવ કામગીરી હાથ ધરી.
સેનાએ બચાવ કામગીરી હાથ ધરી.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી ઉસ્માન બુઝાદારે બચાવ કાર્યમાં ઝડપ લાવવા અને ફસાયેલા પર્યટકોને મદદ પહોંચાડવા માટે આદેશ આપ્યા છે. મળતી માહિતી પ્રમાણે, અત્યારસુધીમાં નવ બાળક સહિત 22 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહેમદે કહ્યું હતું કે 15થી 20 વર્ષમાં પ્રથમ વખત આટલા પ્રમાણમાં હિમવર્ષા થઈ છે, જેને લીધે મોટું સંકટ સર્જાયું છે.

વહીવટીતંત્રે બોર્ડર સીલ કરી

હવામાન વિભાગે ભારે હિમવર્ષાની આગાહી કરેલી.
હવામાન વિભાગે ભારે હિમવર્ષાની આગાહી કરેલી.

પંજાબ રાજ્યના વહીવટીતંત્રે હિલ સ્ટેશનના તમામ માર્ગો બંધ કર્યા છે. ફક્ત ભોજન અને ધાબળો લઈને જતાં વાહનોને જ મંજૂરી આપી છે. તેમણે દાવો કર્યો છે કે આજે સાંજ સુધીમાં 35000 વાહનો સુરક્ષિત રીતે કાઢવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે યાત્રીઓને ચાલીને જતા અટકાવ્યા છે. ચાલીને જવા માટે આ યોગ્ય સમય નથી. પાકિસ્તાન હવામાન વિભાગે 6થી 9 જાન્યુઆરી વચ્ચે મુર્રી અને ગુલિયતમાં ભારે હિમવર્ષની આગાહી કરી હતી.

મુર્રીને આપત્તિ અસરગ્રસ્ત રાજ્ય જાહેર કરાયું

મર્રીમાં તાપમાનનો પારો શૂન્યથી પણ નીચે ઊતરી ગયો.
મર્રીમાં તાપમાનનો પારો શૂન્યથી પણ નીચે ઊતરી ગયો.

દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદારે મુર્રીને આપદા પ્રભાવિત રાજ્ય જાહેર કર્યું છે. તેમણે હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, વહીવટી કાર્યાલયો અને બચાવ 1122 સેવામાં આપદાની સ્થિતિ લાગુ કરી છે. તેમણે પ્રાદેશિક મુખ્ય સચિવ, પોલીસ અધિકારી, રાહત બાબતોના વડા સહિત અનેક બચાવ ટીમ બચાવકાર્યોમાં જોડાયા છે અને આ માટે હેલિકોપ્ટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે.