બરફનું વૃક્ષ:રશિયામાં ભારે હિમવર્ષા, તાપમાન માઈનસ 20 ડિગ્રીએ પહોંચ્યું

મોસ્કોએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં સૌથી ઠંડા દેશ ગણાતા રશિયામાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાથી અહીંના સૌથી ઠંડા પ્રદેશ સાઈબેરિયામાં તાપમાન માઈનસ 20 ડિગ્રીએ પહોંચી ગયું છે. અહીંના વૃક્ષો, છોડ ઠુંઠવાઈ ગયા છે અને તળાવો, ઝરણાં પણ થીજી ગયા છે.

ડાળીઓ પણ ઠુંઠવાઈ ગઈ
ડાળીઓ પણ ઠુંઠવાઈ ગઈ

રશિયન હવામાન વિભાગના મતે, હવે આ વિસ્તારનું તાપમાન ઝડપથી માઈનસ 30 ડિગ્રી થઈ શકે છે. રશિયામાં આશરે વીસ દિવસ પહેલા હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી, પરંતુ શનિવારે સાઈબેરિયામાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ. ખાસ વાત એ છે કે, હિમવર્ષાના કારણે અહીંના રિસોર્ટ ખૂલી ગયા છે. સાઈબેરિયા સ્કી રિસોર્ટના માલિકોનું કહેવું છે કે, આ વર્ષે હિમવર્ષા વહેલી શરૂ થઈ છે, જે પ્રવાસન ઉદ્યોગ માટે સારો સંકેત છે. સાઈબેરિયાના સ્કી રિસોર્ટમાં બુકિંગ ફૂલ થઈ ગયા છે. અહીં રશિયા સહિત દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે. સાઈબેરિયાના ઠંડા પવનોથી દુનિયાભરના દેશોમાં ઠંડી વધશે.

અન્ય સમાચારો પણ છે...