વરસાદનો પ્રકોપ:પાકિસ્તાનના કરાચીમાં ભારે વરસાદને લીધે 18 લોકોના મૃત્યુ, અફઘાનિસ્તાનમાં પણ પૂરની સ્થિતિ વચ્ચે વ્યાપક જાનહાનિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરાચીમાં ઓગસ્ટ મહિનામાં વરસાદે છેલ્લા 90 વર્ષનો રેકોર્ડ તોડ્યો
  • અફઘાનિસ્તાનમાં ગઈ રાત સુધીમાં વરસાદને લીધે 122 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનના સૌથી મોટા શહેર અને આર્થિક રાજધાની કરાચીમાં ભારે વરસાદને પગલે તબાહી સર્જાઈ છે. અહેવાલ પ્રમાણે વરસાદને લીધે શહેરમાં ઓછામાં ઓછા 18 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે વ્યવસાયિક કામકાજ પર ભારે અસર થઈ છે. કરાચીમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદનો છેલ્લા 90 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. બીજી બાજુ અફઘાનિસ્તાનમાં પણ ભારે વરસાદને લીધે ઓછામાં ઓછા 122 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ઓછામાં ઓછા 1500 મકાનોને નુકસાન પહોંચ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના બચાવ કામગીરી કરી રહી છે.

કરાચીમાં લોકોને ઘરોમાં રહેવા કહેવામાં આવ્યુ
હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વર્ષ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. કરાચીમાં સતત વરસાદને લીધે જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. કરાચીના કમિશ્નર મોહમ્મદ સુહૈલ રાજપૂતે લોકોને ઘરોની બહાર નહીં નિકળવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે સમગ્ર કરાચીમાં ભારે વરસાદ તથા પાણી ભરાવાને લીધે વીજકાપની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં જૂન મહિનાથી અત્યાર સુધીમાં વરસાદને લીધે ઓછામાં ઓછા 106 લોકોના મૃત્યુ થયા છે.

અન્ય સમાચારો પણ છે...